જેલોની ક્ષમતાથી કેદીઓ વધુ! કસ્ટોડીયલ ડેથમાં ગુજરાત દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ સ્થાને
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં સતત વધી રહી છે ગુનાખોરી. આ અમે નથી કહી રહ્યાં પણ ગુજરાત સરકારે લોકસભામાં રજૂ કરેલાં સત્તાવાર આંકડાઓ એ વાતનો પુરાવો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડીયાએ જણાવ્યુંકે, લોકસભામાં વિપક્ષ દ્વારા પુછવામાં આવેલાં સવાલના જવાબમાં સરકારે જણાવ્યું છેકે, ગુજરાતમાં જેલોની ક્ષમતા કરતા કેદીઓ વધારે છે. એટલું જ નહીં કસ્ટોડિયલ ડેથની ઘટનાઓમાં પણ ગુજરાત મોખરે છે. ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથની ઘટનાઓમાં સતત વધારે થઈ રહ્યો છે. આ બાબત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉભા કરે છે.
આ પણ ખાસ વાંચોઃવાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાં કઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ
ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતાં વધારે કેદી:
- લોકસભામાં જાહેર થયેલ આંકડામાં સામે આવી ચોંકાવનારી વિગતો
- રાજ્યની જેલની ટોટલ કેપેસીટી ૧૩૯૯૯ ની જેની સામે ૧૬૫૯૭થી વધારે કેદી જેલમાં
- ૨૨૬૯૬ આરોપી તથા ગુનેગાર ભાગેડુ જાહેર
- આટલા બધા આરોપી અને ગુનેગાર જેલમાં હોવા તથા ભાગેડુ હોવા એ રાજ્યની કાયદો અને વ્યવસ્થાના સ્થિતિની સાબીતી
- વધતો ક્રાઇમ રેટ એ ગુજરાતનું મોડલ
- ૨૨ હજાર થી વધારે ચમરબંધી રખડી રહ્યા છે તેને સરકાર ક્યારે પકડશે
- રાજ્યમાં ૭૪૫ પોલીસ સ્ટેશન પૈકી ૧૨૩ પોલીસ સ્ટેશન સીસીટીવી વિહોણા
- આ પોલીસ સ્ટેશનમાં ક્યારે સીસીટીવી લાગશે તે સરકાર જાહેર કરે
- પોલીસ મોર્ડનાઇઝેશન ના નામે એક રૂપિયાનું ફંડ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં રીલીઝ નથી કરાયું
- સરકાર રાજ્યમાં ગુન્હાખોરી નાબુદ કરવામાં નિષ્ફળ
આ પણ ખાસ વાંચોઃવાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાં કઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડીયાએ વધુમાં જણાવ્યુંકે, કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ પણ સતત વધી રહી છે. આ બાબત ગુજરાતના ગૃહ વિભાગ સામે ગંભીર સવાલ ઉભા કરે છે. કસ્ટોડીયીલ ડેથમાં ગુજરાત દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ સ્થાને છે. છેલ્લા પાંચ વર્ષમાં ૮૦ આરોપીઓના પોલીસ કસ્ટડીમાં થયા મોત રાજ્યના ગૃહ વિભાગ પર કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે આકરા પ્રહાર કર્યા હતા. સભ્ય સમાજ- સિવિલ સોસાયટીઓ કાયદાનું શાસનથી ચાલે છે RULE OF LAW) પરતું ભાજપ સરકારના રાજમાં થતા કસ્ટોડીયલ ડેથ એ ‘AN ABUSE OF POWER’. પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળવી સહિતના કારણો મોત માટે જવાબદાર. ગુજરાતમાં ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન ચિંતાનો વિષય.
આ પણ ખાસ વાંચોઃશું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો... તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો
ગુજરાતમાં એક જ વર્ષમાં સૌથી વધુ પોલીસ કસ્ટડીમાં 24 મોત થયા. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)ના રીપોર્ટમાં સામે આવી વિગતો.
2017-18માં 14, વર્ષ 2018-19માં 13, વર્ષ 2019-20માં 12 ઘટના બની. કોરોનાકાળના વર્ષ 2020-21માં પોલીસ કસ્ટડીમાં મોતની ઘટના વધીને સીધી 17 ઉપર પહોંચી. 2021-22માં સૌથી વધુ 24 ઘટના બની. કેસોમાં કેટલાક કિસ્સામા પોલીસના મારવાને- ટોર્ચર કારણે આરોપીનો જીવ ગયાનો આક્ષેપ.
કેટલાક કિસ્સામાં બીમારી સહિત વિવિધ કારણસર મોત માટે જવાબદાર. પોલીસ સ્ટેશનમાં રહેલા MAY I HELP You? સુત્રોનો અહેસાસ થાય એ જરૂરી.
ક્રમ રાજ્ય પાંચ વર્ષમાં વિવિધ રાજ્યોમાં થયેલ કસ્ટોડીયલ ડેથમાં આંકડા-
૧ ગુજરાત ૮૦
૨ મહારાષ્ટ્ર ૭૬
૩ ઉત્તરપ્રદેશ ૪૧
૪ તમિલનાડુ ૪૦
૫ બિહાર ૩૮
ક્રમ વર્ષ ગુજરાતમાં થયેલા કસ્ટોડીયલ ડેથમાં-
૧ ૨૦૧૭-૧૮ ૧૪
૨ ૨૦૧૮-૧૯ ૧૩
૩ ૨૦૧૯-૨૦ ૧૨
૪ ૨૦૨૦-૨૧ ૧૭
૫ ૨૦૨૧-૨૨ ૨૪
આ પણ ખાસ વાંચોઃજાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી.... ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય