જયેશ ભોજાણી, રાજકોટ: દિનપ્રતિદિન જગતના તાતની હાલત વધુને વધુ કફોડી બનતી જાય છે. એક તરફ ડબલ એન્જિન સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે. બીજી તરફ ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ પણ નથી મળી રહ્યાં. ખાસ કરીને શાકભાજી પકવતા ખેડૂતો હાલ કફોડી સ્થિતિમાં મુકાયા છે. વાતાવરણમાં સતત બદલાવને કારણે પાક પર પણ અસર પડી રહી છે. ત્યાં બીજી તરફ મોંઘવારીની માર પડતા પર પાટા સમાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને ડુંગળીને ગરીબોની કસ્તુરી કહેવામાં આવતી હતી. આજકાલ ડુંગળી પણ ગરીબોની થાળીમાંથી છીનવાઈ ગઈ છે. ખાસ કરીને વાત કરીએ રાજ્યના રાજકોટ જિલ્લાની તો અહીં આવેલાં ગોંડલ તાલુકાના ખેડૂતોને ડુંગળીનો પુરતો ભાવ ન મળતા આખરે સાવ મફતના ભાવમાંજ સરકારને ચેક આપવાનો વારો આવ્યો છે. 


રાજકોટના ગોંડલમાં ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે... કેમ કે ડુંગળીના ભાવ ન મળતાં ખેડૂતો હેરાન-પરેશાન થઈ ગયા છે... હાલમાં સોશિયલ મીડિયામાં ખેડૂતની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે... જેમાં જોઈ શકાય છે કે તેણે 166 કિલોગ્રામ ડુંગળી વેચી... પરંતુ ખેડૂતના ભાગમાં માત્ર 10 જ રૂપિયા આવ્યા... જેના પરથી લાગે છે કે ખેડૂત સાથે ક્રૂર મજાક થઈ છે... મહત્વનું છે કે આ વખતે ડુંગળીના કિલોના ભાવે 2થી 4 જ રૂપિયા મળી રહ્યા છે... જેના કારણે ડુંગળી પકવતા ખેડૂતોને આ વર્ષે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે... જગતના તાત તરીકે ઓળખાતો ખેડૂત જાય તો જાય ક્યાં?... તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.