ઝી બ્યૂરો, અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલાં હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે. જેને કારણે આક્ષેપ અને પ્રતિઆક્ષેપોનો દૌર શરૂ થઈ ગયો છે. એક તરફ સત્તાપક્ષ પોતાની સિદ્ધિઓ ગણાવી રહ્યું છે. તો બીજી તરફ વિપક્ષ દ્વારા સત્તાપક્ષની નિષ્ફળતાઓ અને તેમના કામોમાં નિયમ ભંગ અને ગેરરીતિના આક્ષેપ કરી રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલાં ફરી એકવાર ગુજરાતમાં ધુણ્યુ જમીનકૌભાંડનું ભૂત! કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર પર કરવામાં આવ્યો છે જમીન કૌભાંડનો આક્ષેપ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના મણિપુર ગોધાવી ખાતે 122 કરોડનું કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરીને જાણકારી આપતા જણાવ્યુંકે, અમદાવાદની મણીપુર ગોધાવી ખાતે TP 429 ટીપી સ્કીમ ના 236 કરોડ ની મૂળ કિંમત ના સરકાર ના 4 પ્લોટ મા કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 


મણીપુર ગોધાવી ખાતે TP 429 ટીપી સ્કીમ સરકાર ના 86 હજાર ચોરસ મિટરના 4 પ્લોટ સંસ્કારધામ સંસ્થાને સરકારે રાહત અડધી કિંમત મા ફાળવ્યા. સંસ્કારધામ ઓલમ્પિક માટે સ્કિલ ડેવલપમેન્ટ માટેનું કામ કરવા ના હેતુ માટે જમીન ફાળવવામાં આવી. મૂળ કિંમનના અડધી કિંમતે 122 કરોડ રૂપિયામાં જમીન સંસ્કારધામ ને ફાળવવામાં આવી.


આ બે ખાનગી કંપનીઓને જમીન ફાળવાઈ હોવાનો આક્ષેપઃ
1. Bright Bal Gokulam foundation
2. Nutan Nirmata Foundation


અમિત ચાવડાએ જણાવ્યુંકે, સંસ્કારધામને ફાળવેલ જમીન બાદમાં તેને અન્ય બે કંપનીઓ ને સોંપી દીધી છે. બ્રાઇટ બાળ ગોકુલમ ફાઉન્ડેશન નામની પ્રાઇવેટ કંપનીને સંસ્કાર ધામને ફાળવેલ 4 પૈકીના 3 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જ્યારે નૂતન નિર્માંતા ફાઉન્ડેશનને એક પ્લોટ ફાળવમાં આવ્યો છે. સરકારી અડધા કિંમતે મળેલ જમીન અન્ય કોઈને નહિ સોંપવા અંગેના સરકાર ના નિયમો નો અહીં ભંગ થાય છે. સરકાર ની મિલીભગત થી સરકારી જમીન પ્રાઇવેટ કંપનીઓ ને ફાળવવામાં આવી છે. સરકારે આ અંગેની તપાસ કરાવવી જોઈએ. સરકારની જમીન આપવાની નીતિ નો શરત ભગ થયો છે.