ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણના નામે ચાલે છે મસમોટો વેપલો. વિદ્યાર્થીઓ અને વાલીઓ આ વેપલામાં પિસાય છે અને મલાઈ ખાય છે મસમોટી ફી ઉઘરાવતા સ્કૂલ સંચાલકો. આટલી ફી ઓછી પડતી હોય એમ ત્યાં આવા લાલચી સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓના કપડાં અને સ્વેટર ના નામે પણ બેફામ લૂંટ ચલાવીને પોતાના ઘર ભરે છે. લૂંટ પણ કેવી કે જો સીધી રીતે મેળ ના પડે તો હવે મોટાભાગના આવા લાલચુ સ્કૂલ સંચાલકોએ કમાણીને નવો રસ્તો ગોતી કાઢ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  સ્વેટર બાબતે નહીં ચાલે સ્કૂલોની મનમાની! સંચાલકો પર બગડ્યા શિક્ષણ મંત્રી
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતનું આ સ્થળ જેટલું સુંદર છે એટલું જ ખતરનાક, અહીં એકાંત માણવા આવે છે પ્રેમીઓ આ પણ ખાસ વાંચોઃ  જો એ દિવસે કુતરા સામે સસલું ના લડ્યું હોત તો...આજે અમદાવાદ ના હોત! જાણો છો આ કહાની?


કેટલીક સ્કૂલોના સંચાલકો અને કપડાંના વેપારીઓ વચ્ચે મોટું સેટિંગ ચાલે છે. એટલા માટે  જ આવા સ્કૂલ સંચાલકો કેટલીક ફિક્સ કરાયેલી દુકાનેથી જ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ડ્રેસ અને સ્વેટર લેવાની ફરજ પાડે છે. ઝી24કલાકે ચલાવેલી મુહિમ અંતર્ગત અમારા રિપોર્ટરોએ સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરોમાં આ અંગે પડતાલ કરી છે. જેમાં પૂછપરછ દરમિયાન અને સંખ્યાબંધ વાલીઓ સાથે ની વાતચીતમાં આ ઘટસ્ફોટ થયો છેકે, લાલચુ સ્કૂલ સંચાલકો અને કપડાંના વેપારીઓ વચ્ચે મોટું સેટિંગ હોય છે. રૂપિયા કમાવવા માટે હવે સ્કૂલ સંચાલકો એટલી નીચલી પાયરી પર ઉતરી આવ્યાં છેકે શું કહેવું.


 


નહીં કરું રેપ સીન, આ તો મારી બહેન થાય છે : જાણો છો કયા વિલને પાડી હતી ચોખ્ખી ના આ પણ ખાસ વાંચોઃ  એક સમયે હીરોથી વધુ કમાણી, સૌથી મોંઘી કાર.. દિગ્ગજો પણ કરતા આ બાળ કલાકારના વખાણ ​આ પણ ખાસ વાંચોઃ  કેમ ગુજરાતની આ જગ્યાએ કરવામાં આવ્યું રામાયણનું શૂટિંગ? ફરી ધ્યાનથી જોજો દરેક સીન


જાણી જોઈને હલકી ગણવત્તાના બનાવાય છે કપડાંઃ
વળી, સ્કૂલો ચોક્કસ પ્રકારના વેપારી પાસેથી આ ગરમ કપડાં ખરીદવાની ફરજ પાડતી હોવાનું પણ સામે આવ્યું છે. તેમ છતાં વધુ પૈસા ખર્ચવા છતાં પણ તે કપડાંની ગુણવત્તા જાણી જોઈને નબળી રાખવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. જેને કારણે દર વર્ષે અથવા તો એક સિઝનમાં જ ઘણીવાર વાલીઓએ આવા કપડાં બબ્બે વાર ખરીદવા પડે તેવી દશા થાય છે. જેનાથી સ્કૂલ સંચાલકો અને આવા મળતિયા વેપારીઓ પોતાનું પેટ ભરે છે. બીજી તરફ આવા હલકી ગુણવત્તાના કપડાં પહેરવાને લીધી વિદ્યાર્થીઓ બીમાર પડે છે અને તેમની ઠંડી સામે પુરતું રક્ષણ પણ મળતું નથી. આથી રાજ્યના શિક્ષણ વિભાગે વાલીઓ ઈચ્છે તેવા ગરમ પ્રકારના કપડાં વિદ્યાર્થીઓને પહેરાવી શકે તે બાબતે નિર્ણય લીધો છે. આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્કૂલોને ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરવા ફરજ ન પાડવાની તાકિદ કરી છે.


આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતમાં અહીં 7 અજાયબીઓ સાથે છે જંગલ સફારી, એડવેન્ચર, વોટર પાર્ક...બીજું ઘણું બધુ આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતના આ ચમત્કારી મંદિરના દર્શનથી પુરી થાય છે મનોકામના, હાજરાહજુર છે બજરંગબલી
​આ પણ ખાસ વાંચોઃ  1001 શિવલિંગ સાથે ગુજરાતનું છે આ ચમત્કારિક મંદિર, સ્વયં પ્રગટ થયા છે ભૂતનાથ મહાદેવ


શિક્ષણ મંત્રીએ શું કહ્યું?
રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાએ જણાવ્યુંકે, સ્કૂલો ચોક્કસ પ્રકારના ગરમ કપડાં પહેરવાની કે પછી કોઈ ચોક્કસ દુકાનેથી યુનિફોર્મ કે સ્વેટર ખરીદવાની ફરજ પાડે તો પણ સંચાલકો સામે પગલાં લેવાશે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ શાળાઓમાંથી વાલીઓ દ્વારા આ અંગેની ફરિયાદો શિક્ષણ વિભાગને કરવામાં આવી છે.