ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ-2024 યોજાય તે પહેલાં રાજ્ય સરકાર દ્વારા 32 જિલ્લાઓમાં રૂ.45,604 કરોડના સંભવિત રોકાણના આશરે 2600થી વધુ એમઓયુ કરવામાં આવ્યાં છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જાપાન, નેધરલેન્ડ, ડેન્માર્ક, નેપાળ, મોઝામ્બિકા, મોરક્કો એમ 7 દેશ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે અને હજુ અન્ય દેશ સાથે વાટાઘાટો ચાલી રહી છે. જો કે,કેનેડા બાબતે પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, કેનેડા હાલમાં નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 2 નવેમ્બરના કરાયેલા 8 એમઓયુ સહિત અત્યાર સુધીમાં આશરે 31,060 કરોડના રોકાણ માટે 55 એમઓયુ થયાં છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ઇનિંગમાં રૂ. 76,664 કરોડના એમઓયુ થયાં છે.


નવેમ્બરમાં જર્મની, ઇટાલી, ડેનમાર્ક, યુ.એસ.એ, ઓસ્ટ્રેલિયા, યુએઈ, સાઉથ કોરિયા અને વિયતનામમાં રોડ-શો યોજાશે. રાજ્ય કક્ષાએથી કરાયેલા એમઓયુથી 84 હજારથી વધુ રોજગાર ઉત્પન્ન થશે. નવેમ્બરમાં સુરત ખાતે ટેક્સટાઇલ સમિટ અમદાવાદમાં એક્સપોર્ટર કોન્ફરન્સનું આયોજન કરાશે.