ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત સરકારના સહકાર વિભાગે હાલ સપાટો બોલાવ્યો છે. ઘણી સહકારી સંસ્થાઓ માત્ર કાગળ પર જ ચાલતી હોય છે. જોકે, વાસ્તવિક રીતે તેનું કોઈ કામ હોતું નથી. છેલ્લાં 10 વર્ષથી કોઈ કામગીરી ન કરતી હોય તેવી 506 સહકારી મંડળી રાજ્ય સરકારે રદ કરી દીધી છે. સહકાર વિભાગે બિનકાર્યરત 6116 મંડળીની તપાસ કરી અંતે આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છેકે, ધિરાણ, બિયારણ સહિતની વિવિધ પ્રવૃત્તિ કરી 75,967 મંડળીઓ હાલ ગુજરાતમાં કાર્યરત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

704 મંડળીમાં લોન ચાલુ હોવાથી ફડચામાં નાખીઃ
રાજ્યના સહકાર વિભાગે બિનકાર્યરત છે હજાર મંડળી સાથે ચર્ચા કર્યા બાદ મંડળીઓને ફરી કાર્યરત કરવામાં આવી છે. આ પૈકી 704 મંડળીઓ હતી કે, જેમની પર લોન હોય અથવા તો તેમણે લોન આપી હોય આવા સંજોગોમાં તેને સીધી બંધ કરી શકાય નહીં એટલે તેમને ફડચામાં નાખવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.


મહત્ત્વનું છેકે, હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ 75,967 સહકારીઓ છે. આ સહકારી 463 મંડળીઓમાંથી કેટલી કાર્યરત છે એવી અને કેટલી બિનકાર્યરત છે તેની તપાસ રાજ્યના સહકાર વિભાગે હાથ ધરી હતી. આ તપાસમાં 6116 બિન કાર્યરત જણાઇ હતી. જેના પગલે 506 સહકારી મંડળીઓને રદ કરી નાખવાનો રાજ્યના સહકાર વિભાગે નિર્ણય લીધો છે. આ મુદ્દે સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માએ જણાવ્યુંકે, છેલ્લાં 10 વર્ષથી માત્ર કાગળ પર ચાલતી સહકારી મંડળીઓને રદ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.