ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રેમ વિશે એમ કહેવાય છેકે, દરિયાના મોજા કંઈ રેતી પૂછે કે તને ભિંજાવું ગમશે કે કેમ? એમ પૂછીને ના થાય પ્રેમ...પ્રેમ તો બસ પ્રેમ હોય છે અને એ બસ થઈ જાય છે. પ્રેમ માટે ની કોઈ ઉંમર પણ નથી હોતી, કે પ્રેમનો કોઈ ધર્મ કે મજહબ પણ નથી હોતાં. ત્યારે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી એક અનોખી પ્રેમ કહાની. 75 ની ઉંમરે પહોંચેલાં એક ડોસા અને ડોશીને પ્રેમ કહાની. જેમાં આખા ગામની સાથો-સાથ એ વૃદ્ધ અને વૃદ્ધાની ત્રણ પેઢીઓ પણ જાનમાં નાચી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે ક્યારેય નહીં કરી હોય એવા લગ્નની કલ્પના જેવા લગ્નનું સાક્ષી બન્યું સાબરકાંઠા જિલ્લાનું નવાગામ. સાબરકાંઠા જિલ્લામાં એક અનોખા લગ્નનની વાત સામે આવી. જેમાં 75 વર્ષના વર અને 73 વર્ષની કન્યા લગ્નગ્રંથિથી જોડાયા છે. એટલું જ નહીં તેમના આ લગ્નમાં તેમના દીકરા-દીકરી તો ખરા પણ પૌત્ર અને પૌત્રીઓ પણ મન મૂકીને નાચ્યા. 


વિજયનગર તાલુકાના નવાગામમાં 75 વર્ષના વર અને 73 વર્ષની કન્યાના ધામધૂમથી લગ્ન યોજાયા. અને તમને નવાઈ લાગશે કે આ લગ્નમાં તેમના દીકરા દીકરીઓ અને પૌત્ર પૌત્રીઓ સહિત 18 સભ્યો મન મૂકીને નાચ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે. પણ સાબરકાંઠા જિલ્લાના ગરાસીયા સમાજમાં આટલી ઉંમરે લગ્ન કરવા એ કોઈ નવાઈની વાત નથી.


વર્ષોથી લીવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા ડોસો-ડોશીઃ
આજે યોજાયેલા નગજીભાઈ મંગળાજી રોજડ અને તેમની પત્ની વેચાતી બહેન અત્યાર સુધી લીવ ઇન રિલેશનશિપમાં જ રહેતા હતા. પરંતુ સમાજના રિવાજો મુજબ વિધિવત રીતે લગ્ન કર્યા ન હોય અને આવા દંપતીમાંથી જ્યારે કોઈ એકનું અવસાન થાય ત્યારે મરણોત્તર વિધિ નથી થઈ શકતી. ઉત્તર ક્રિયા માટે કાયદેસર લગ્ન કરેલા હોવા જોઈએ. ત્યારે અત્યાર સુધી લીવ ઇન રિલેશનમાં રહેલા આ દંપતીએ જીવનની આથમથી ઉંમરે લગ્ન કરી સમાજના રીતી રિવાજોને જીવંત રાખ્યા હતા. અને જીવનની સંધ્યાએ યોજાયેલા આ દંપતીના લગનમાં આખું ગામ ઉમટ્યુ હતું....ઢોલ નગારા સાથે  મંગળ ગીતો ગવાયા હતા. અને વાજતે ગાજતે સંતાનોએ માતા-પિતાના આ લગનને વધાવ્યા હતા.