Surat Diamond Bourse/ ચેતન પટેલ, સુરતઃ પ્રધાનમંત્રી મોદી એક બટન દબાવશે અને એક મિનિટમાં સુરતની સાથોસાથ બદલાઈ જશે ગુજરાતની કિસ્મત. ગુજરાતનું ભાવિ ઉજવળ બની જશે. આજનો દિવસ સુરતવાસીઓ અને દરેક ગુજરાતી માટે ખુબ જ મહત્ત્વનો સાબિત થશે. પ્રધાનમંત્રી મોદી આજે સુરતના મહેમાન બની રહ્યાં છે. ત્યારે તેમના સ્વાગત માટે લાંબા સમયથી સુરતીલાલાઓએ વિવિધ તૈયારીઓ કરીને રાખી છે. એટલું જ નહીં સુરતમાં ભવ્ય રોડ઼ શો યોજાશે. અને અલગ અલગ પોઈન્ટ પર પીએમ મોદીનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવશે. ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ છે. જે હીરાનું ખરીદ વેચાણ કરનારાઓને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે. અહીં રફ હીરા, કટ અને પોલિશ્ડ હીરા, ડાયમંડ જ્વેલરી તેમજ ગોલ્ડ-સિલ્વર, પ્લેટિનમની જ્વેલરીનું પણ ખરીદ-વેચાણ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રીના હસ્તે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલાં જ સુરતને વધુ એક મોટી ખુશ ખબર મળી. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજજો આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે. સૌથી પહેલાં સુરતથી હોંગકોંગ અને દુબઈની ફ્લાઈટ શરૂ થશે. આ નિર્ણયથી સુરતના ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગકારોને સૌથી મોટો લાભ મળશે. દુનિયાભરના વેપારીઓ મુંબઈ કે દિલ્લીની જગ્યાએ સીધા સુરત લેન્ડ થઈ શકશે. 


પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે આ નિર્ણયથી સુરતને કનેક્ટિવિટી અને વેપારમાં મોટી મદદ મળશે. સાથે જ લોકો સુરતની આગતાસ્વાગતાને પણ માણી શકશે. ડાયમંડ બુર્સ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુરત માટે ગેમ ચેન્જર સાબિત થશે. તેનાથી સુરતના વિકાસને નવી પાંખો મળશે. ટૂંકા સમયમાં સુરત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનશે, તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.


સુરતને એક સાથે બે મોટી ભેટ મળવા જઈ રહી છે, જે ડાયમંડ નગરીની ચમક અનેક ગણી વધારી દેશે. ડાયમંડ બુર્સથી જ્યાં સુરત ગ્લોબલ સેન્ટર બની જશે, ત્યાં સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળતાં ડાયમંડની સાથે ટેક્સટાઈલના વૈશ્વિક નકશામાં પણ સુરતનું નામ અંકાઈ જશે. શહેર વિકાસની નવી ઉંચાઈ સર કરશે. શું છે આ માટેની વ્યવસ્થા?


દુનિયાભરમાં જે હીરાનું વેચાણ થાય છે, તેમાંથી 70 ટકાથી વધુ હીરાનું પોલિશિંગ સુરતમાં થાય છે.. આ જ બાબતને કારણે સુરતને હીરાનગરીની ઓળખ મળી છે. જો કે હીરાનગરીનો ચળકાટ હવે વધવા જઈ રહ્યો છે, તેનું કારણ છે ડાયમંડ બુર્સ અને ઈન્ટરનેશનલ એરપોર્ટ. આ બંને સુવિધાઓ સુરતને રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનાવશે. 


ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ છે. જે હીરાનું ખરીદ વેચાણ કરનારાઓને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે. અહીં રફ હીરા, કટ અને પોલિશ્ડ હીરા, ડાયમંડ જ્વેલરી તેમજ ગોલ્ડ-સિલ્વર, પ્લેટિનમની જ્વેલરીનું પણ ખરીદ-વેચાણ થશે. જેને જોતાં દુનિયાભરમાંતી સુરત આવતાં વેપારીઓની સંખ્યામાં ઉછાળો આવશે. અહીં દોઢ લાખ લોકોને રોજગારી મળશે. 35 એકર જમીનમાં તૈયાર કરાયેલું ડાયમંડ બુર્સ ઈમારતોનું સ્ટેટ ઓફ ધ આર્ટ નેટવર્ક છે. બુર્સના પરિસરમાં પ્રવેશતાં જ એક સ્માર્ટ સિટીમાં પ્રવેશ્યા હોવાનો અહેસાસ થશે. જ્યાં ટેક્નોલોજી અને આર્કિટેક્ચરનો અદભૂત સમન્વય કરાયો છે. 


વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ ઈમારતને તૈયાર કરવા પાછળ 3400 કરોડનો ખર્ચ કરાયો છે. ઈમારતોના નિર્માણ પાછળ 5 લાખ 40 હજાર મેટ્રિક ટન લોખંડના સળીયા અને 5 લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ કરાયો છે. 35.54 એકરમાં 4500થી વધુ ઓફિસો આવેલી છે. 67 લાખ ચોરસફૂટના બાંધકામમાં 300 ચોરસ ફૂટથી લઈને એક લાખ ચોરસ ફૂટ સુધીના એરિયાની ઓફિસો છે. જેની કુલ ક્ષમતા 67 હજાર વેપારીઓ, કારીગરો અને મુલાકાતીઓને સમાવવાની છે. ટાવરોમાં 11.25 લાખ ચોરસ ફૂટ એલિવેશન ગ્લાસનો ઉપયોગ કરાયો છે. ઈમારતોના ગ્રાઉન્ડ ફલોર પર બેંક, રેસ્ટોરન્ટ અને ડાયમંડ લેબ સહિતની સુવિધાઓ છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની પણ અહીં સુવિધા છે. 


બુર્સનો દરેક ટાવર એકબીજા સાથે જોડાયેલો છે. કાચનું એલિવેશન ધરાવતા બે ટાવર વચ્ચે 6 હજાર ચોરસ મીટરનો બગીચો છે. જેનાથી સમગ્ર પરિસરની રોનક વધી જાય છે. 5 એન્ટ્રી, 5 એક્ઝિટ અને 7 પેડેસ્ટ્રિયન ગેટ છે.  યુટિલિટી સર્વિસ માટેની ઈમારત જ અલગ છે. જ્યાંથી બિલ્ડીંગ મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી સમગ્ર બુર્સનું સંચાલન થશે. ઈમારતોની એક્સેસ કંટ્રોલ સિસ્ટમ ટચ લેસ અને કાર્ડ લેસ છે. બિલ્ડિંગમાં પ્રવેશ માટે હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ છે, જ્યાં કાર સ્કેનર્સની મદદથી દરેક વાહનનું સ્કેનિંગ થશે.