ગુજરાતની આ સુંદર જગ્યા સમયાંતરે લે છે કોઈકનો ભોગ! અહીં એકાંત માણવા આવે છે પ્રેમી પંખીડા
પ્રેમી પંખીડાઓ હંમેશા એવા સ્થળની શોધમાં રહેતા હોય છે જ્યાં બીજું કોઈ ના હોય. એવી જગ્યા જ્યાં એકએકને મળવાનો, નજીકથી મળવાનો અને આલિંગન કરવાનો મોકો મળે. એવામાં ઘણાં પ્રેમી પંખીડા પહોંચી જાય છે એક ખુબ જ સુંદર પણ ખતરનાક સ્થળે. અમદાવાદ અને ગાંધીનગરની નજીક આવેલું છે આ સ્થળ.
ઝી બ્યૂરો અમદાવાદઃ ગુજરાતીઓ હરવા ફરવાના ખુશ શોખીન હોય છે. એમાંય વીકમાં ફરવાની તો મજા જ કંઈક ઔર હોય છે. હરવા ફરવાની વાત આવે ત્યારે પ્રેમી પંખિડા કઈ રીતે એમાંથી બાદ રહી શકે છે. પણ પ્રેમી પંખિડા જરા અલગ રીતે ફરતા હોય છે. તેમને એકાંત જોઈતો હોય છે. એકાંતની શોધમાં તેઓ એવી એવી જગ્યાએ પહોંચી જાય છે કે વાત જ ન પૂછો. એવી જ એક જગ્યા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની નજીક આવેલી છે. આ જગ્યા આમ તો એક રમણીય સ્થળ છે. પણ એ સ્થળ અનેક રહસ્યોથી ભરેલું પણ છે.
આ પણ ખાસ વાંચોઃ અમદાવાદનો કિલ્લો સવારે બનતો અને રાત્રે તૂટી જતો, બાદશાહ સામે બાબા કાંચની બોટલમાં ગયા
આ પણ ખાસ વાંચોઃ એવી ઈમારત જેની સામે બધા એન્જિનિયર છે ફેલ, કેમ એક ઝૂલે તો ઝૂલે છે બીજો મિનારો?
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતના કયા રાજાના રાજમાં લેવું પડતું સાઈકલ માટે લાઈસન્સ? કયા 14 નિયમો હતા ફરજિયાત?
અહીં ધોળે દહાડે પણ મોટે ભાગે સાવ સુમસામ માહોલ હોય છે. સાંજ પડતા તો અહીં રોકાવવું ખતરાથી ખાલી નથી. જોકે, તેમ છતાં પ્રેમી પંખીડાઓ અહીં પોતાના પાર્ટનરને લઈને એકાંત માણવા આવતા હોય છે. આ જગ્યાનું નામ છે ઝાંઝરી. અહીં તમને એકાંત, નિરવ શાંતિ અને કુદરતના સાનિધ્યનો અનેરો નજારો માણવા મળશે. અમદાવાદથી આશરે 80 કિલોમીટરના અંતરે આવેલો છે આ ઝાંઝરી વોટર ફોલ. ખાસ કરીને પ્રાઈવસી શોધતા લવ બર્ડ્સ, ન્યૂલી મેરીડ કપલ્સ અને ફ્રેન્ડ્સ ગ્રૂપ માટે આ પ્લેસ સ્પેશિયલ છે.
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતના આ ગામમાં કુતરા પણ છે કરોડપતિ! અહીં કુતરાઓના નામે છે કરોડોની રોડ ટચ જમીન
આ પણ ખાસ વાંચોઃ સોનાની દિવાલો, પર્સનલ પાર્લામેન્ટ, એરપોર્ટ ખોલે તો નવાઈ નહીં! ગુજરાતનું અનોખું ગામ
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતના આ ગામમાં કોઈ ઘરમાં નથી બનતું જમવાનું, કેમ એક પણ ઘરે નથી સળગતો ચૂલો?
ઝાંઝરી ધોધએ ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા બાયડ તાલુકાના ડાભા ગામની પાસે વાત્રક નદીના કિનારે આવેલો છે. અમદાવાદથી ગાંધીનગર જિલ્લાના મોટા ચિલોડામાં થઈને ત્યાંથી દહેગામથી પસાર થઈને બાયડ જવાના રસ્તે આ વોટર ફોલ સુધી પહોંચી શકાય છે. પાર્કિંગ પ્લેસથી વોટર ફોલ સુધીનું અંતર આશરે બે થી અઢી કિલોમીટરનું છે. ત્યાં સુધી તમે ચાલીને પણ જઈ શકો છો.
ઉંટ સવારી કરીને પથ્થરો અને જંગલની વચ્ચેથી ઝાંઝરીના ઝરણાં અને ધોધ સુધી પહોંચવાની મજા જ કંઈક અલગ છે. તમે કોઈપણ સિઝનમાં વહેલી સવારે આ સ્થળની મુલાકાત લઈ શકો છો. જોકે, ચોમાસામાં અને દિવાળી આસપાસ મોટી સંખ્યામાં લોકો અહીં હરવા ફરવા આવતા હોય છે. જોકે, ઝાંઝરી વોટર ફોલ જેટલો મનમોહક લાગે છે તેટલો જ ભયાનક પણ કહેવાય છે. આ સુંદર પાણીના ઝરણાં અનેક લોકોનો ભોગ પણ લઈ ચૂક્યાં છે. તેથી અહીં આવતાં સહેલાણીઓને ખાસ સલાહ છેકે, કોઈએ અહીં વહેતાં ઝરણાંમાં કે ધોધની નીચે ન્હાવાનો પ્રયાસ કરવો નહીં. આમ તો શહેરથી દૂર અને જંગલની વચ્ચે આવેલી આ એક અવાવરું જગ્યા છે. જ્યાં તમને એકદમ નીરવ શાંતિ જોવા મળશે.
આ પણ ખાસ વાંચોઃ Uk, US, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા વાળા પણ બે હાથે ખાય છે અમદાવાદના આ નાસ્તા
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતમાં અહીં 7 અજાયબીઓ સાથે છે જંગલ સફારી, એડવેન્ચર, વોટર પાર્ક...બીજું ઘણું બધુ
પરંતુ અહીંની એક વાત બધા નથી જાણતા. સ્થાનીકોની માનીએ તો અહીંની ઝીલ એટલેકે, અહીં જે ખુબસુરત ઝરણાં આવેલાં છે તે દર વર્ષે કોઈકને કોઈકનો ભોગ અચુક લે છે. અહીંની સુંદરતા જોઈને તમે મોહિત થઈ જાઓ છો. વધારે ને વધારે તેની નજીક ખેંચાઓ છો આજકાલના સેલ્ફી કલ્ચરમાં લોકો સેલ્ફી લેવાની લ્હાયમાં આ જીલની વધુને વધુ નજીક પહોંચે છે અને ખતરાને આમંત્રણ આપે છે. એવું કહેવાય છેકે, અહીંની આ ઝીલ અમુક સમયાંતરે જવાનીયાઓનો ભોગ લેતી આવી છે. અત્યાર સુધી અનેક લોકો આ જીલમાં પડીને પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.
એ જ કારણ છેકે, સ્થાનિકો ક્યારેય આ જીલની નજીક આવતા નથી. તેઓ બને ત્યાં સુધી એની નજીક જવાનું ટાળે છે. પરંતુ એકાંત શોધતા કપલીયાઓ અહીં આવી જાય છે અને તેઓ આ વાતથી અજાણ પોતાની મસ્તીમાં મસ્ત હોય છે. તેથી આવી જગ્યાએ જવાનું થાય તો પોતાના જીવની સેફ્ટી અચુક રાખવી. કોઈપણ પ્રકારે જોખમ લેવાનો પ્રયાસ ન કરવો. જો તમે મિત્રો કે ફેમીલી સાથે ગયા હોવ તો પણ તમારા સાથીદાર તમારી સાથે આવનારનું ધ્યાન રાખવું. કારણકે. આસપાસ જંગલથી ગેરાયેલી આ જીલ જેટલી સુંદર છે એટલી ખતરનાક પણ છે એવું સ્થાનીકોનું જ કહેવું છે.
વાત્રક નદીમાંથી પડતો ધોધ સહેલાણીના આકર્ષણનું કેન્દ્ર છે. આ સ્થળ પાસે જ ગંગામાતાનું મંદિર પણ છે કે જયાં ભુતકાળમાં 24 કલાક શિવજીનો અભિષેક એક ઝરણા દ્રારા થતો હતો તેમ કહેવામાં આવે છે. વાત્રક નદી પર આવેલા આ ધોધની મજા માણવા માટે અને નિહારવા માટે અમદાવાદ,ગાંધીનગર અને મહેસાણાથી અનેક પ્રવાસીઓ અહીં આવતા હોય છે. માત્ર દોઢ થી બે કલાકમાં તમે અમદાવાદથી ઝાંઝરી પહોંચી શકો છો. ખાસ કરીને તમે વીક એન્ડ પિકનિક માટે આ સ્થળની પસંદગી કરી શકો છો. જોકે, અહીં આસપાસ કોઈ ખાસ વ્યવસ્થા ન હોવાથી તમારે ઘરેથી ભોજન કે નાસ્તાની સગવડ કરીને આવવું પડશે. ઝાંઝરી ધોધથી અંદાજે 15 કિલો મીટરના અંતરે ઉંટળીયા મહાદેવનું પ્રાચીન મંદિર પણ આવેલું છે. તો તમે આ ટ્રીપ દરમિયાન આ ધાર્મિક સ્થળની મુલાકાત લઈને મહાદેવના દર્શનનો લ્હાવો પણ લઈ શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
આ પણ ખાસ વાંચોઃ IPS બનવું મુશ્કેલ નથી, મુશ્કેલ છે હસમુખ પટેલ બનવું, હજારો યુવાનોના એમ જ નથી રોલ મોડલ
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતના આ ચમત્કારી મંદિરના દર્શનથી પુરી થાય છે મનોકામના, હાજરાહજુર છે બજરંગબલી
આ પણ ખાસ વાંચોઃ 1001 શિવલિંગ સાથે ગુજરાતનું છે આ ચમત્કારિક મંદિર, સ્વયં પ્રગટ થયા છે ભૂતનાથ મહાદેવ