અમરેલીમાં ચાલુ પરીક્ષામાં ધોરણ 9ની છાત્રા ઢળી પડી, મોત થઈ જતાં પરિવારમાં હડકંપ
છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યાં છે. એમાંય નવરાત્રિ દરમિયાન તો ગરબામાં ઢળી પડ્યા હોય અને મોતને ભેટ્યા હોય એવા ઘણાં કિસ્સા પણ જોડાય. જોકે, હવે નાની ઉંમર પણ હાર્ટ એટેક આવી રહ્યાં છે. એક સ્કૂલની વિદ્યાર્થિની ક્લાસમાં અચાનક ઢળી પડી..સીસીટીવી સામે આવ્યાં...
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં હાર્ટએટેકના કેસો અટકી રહ્યાં નથી. ગુજરાતમાં હાર્ટ એટેક (heart attack)ના કેસમાં થઇ રહેલો સતત વધારો ચિંતાનો વિષય બન્યા છે. ડોક્ટરોના મતે ગત વર્ષની સરખામણીએ હાર્ટ એટેકના કેસમાં અમદાવાદમાં 30 ટકા જ્યારે ગુજરાતમાં 28 ટકાનો વધારો થયો છે. ગત રોજ એક 9 વર્ષની બાળકીના મોત બાદ આજે અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યાસંકુલમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન આજે ધોરણ-9ની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
કઈ રીતે થયું વિદ્યાર્થીનીનું મોત?
અમરેલીમાં પરીક્ષાનું પેપર લખતા વિદ્યાર્થિનીનું મૃત્યુ
ધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યું
વિદ્યાર્થિનીને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ
મૃતદેહના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થશે ખુલાસો
વિદ્યાર્થિનીના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ
ઘરેથી દીકરી પરીક્ષા માટે આવી હતી. ચાલુ પરીક્ષાએ જ વિદ્યાર્થિની ઢળી પડતા શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ મૃત જાહેર કરી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં હાર્ટ-એટેકના બનાવોમાં વધારો થયો છે. જો કે, અમરેલીની વિદ્યાર્થિનીના મૃત્યુના કારણને લઈ તબીબોનો મત એવો છે કે, પીએમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ કહી શકાશે. જોકે, આ ઘટનાને પગલે ફફડાટ વ્યાપી ગયો છે.
છેલ્લાં કેટલાંક સમયથી યુવાનોને હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે. ચાલતા ચાલતા હોય બાઈક ચલાવતા કે ઊંઘમાં જ યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતા માત્ર 25 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અંદાજે 1 કલાક જેટલો સમય તબીબોએ યુવકને બચાવવા લગાવ્યો હતો. જોકે તેને બચાવી શક્યા ન હતા. અંતે યુવકે દમ તોડી દીધો હતો. ગઈકાલે એક 9 વર્ષની બાળકીનું પણ હાર્ટએટેકથી મોત થયું હતું.
ગુજરાતમાં કેટલાંક વખતથી હાર્ટ એટેકના બનાવો વધ્યા જ છે. નવરાત્રી દરમ્યાન 766 લોકોને હૃદયરોગની તકલીફ થઇ હતી તેમાંથી 36ના મૃત્યુ નિપજ્યા હતાં. આ તમામ કેસોમાં 108 એમ્બ્યુલન્સને ઇમરજન્સી કોલ મળ્યા હતાં. સૌરાષ્ટ્રમાં 16 દક્ષિણ ગુજરાતમાં 15 તથા ઉત્તર-મધ્ય ગુજરાતમાં બે-બે વ્યકિતના મોત થયા હતાં. રાજ્યમાં 766માંથી સૌથી વધુ 201 હાર્ટએટેક કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા હતાં. આમ હાર્ટએટેક હવે સતત સીરિયસ બનતો જાય છે. સરકારે આ મામલે એડવાન્સમાં પગલાં ભરવાની અને આ મામલે ગાઈડલાઈન જાહેર કરવાની જરૂર છે.