ગુજરાતમાં જો આ બે નેતાઓ સામ સામે આવ્યાં તો ફરી થશે બે દાયકા જૂના ઈતિહાસનું પુનરાવર્તન?
Loksabha Election 2024: રાજકોટ લોકસભા ચૂંટણીમાં જામી શકે છે પાટીદાર વિરુદ્ધ પાટીદાર નેતા વચ્ચે જંગ. સવાલ એ થાય છેકે, જે ભાજપ અને કોંગ્રેસના આ બે દિગ્ગજ નેતાઓ વર્ષો બાદ ફરી સામ સામે આવશે તો શું થશે? જાણો 22 વર્ષ પહેલાં ગુજરાતની રાજનીતિમાં આ બે નેતાઓ વચ્ચે શું થયું હતું...
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થયા બાદ ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા અને ગુજરાતમાં ભડકો થયો. સૌથી ચર્ચામાં રહી રાજકોટની બેઠક. રાજકોટની બેઠક પર બે ટર્મના સાંસદનું પત્તુ કાપીને ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી અને બસ ત્યારથી શરૂ થઈ ગઈ ભવાઈ...એક કાર્યક્રમમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપીને બળતામાં ઘી હોમ્યું. ત્યાર બાદ ઢગલાબંધ બાર રૂપાલાએ માફી માંગી પણ હવે મામલો શાંત પડી રહ્યો છે. એવામાં ક્ષત્રિય સમાજ હાલ રૂપાલાને હટાવવાની માંગ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યો છે. આ સ્થિતિની વચ્ચે કોંગ્રેસ મેળવવા માંગે છે આ તકનો લાભ. આ તકનો લાભ લેવા માટે કોંગ્રેસે ઘડી કાઢી છે ખાસ રણનીતિ.
જેના ભાગરૂપે કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલાની સામે પોતાના સૌથી મજબુત નેતા મેદાનમાં ઉતારવાની તૈયારીઓ કરી લીધી છે. સૂત્રોની માનીએ તો કોંગ્રેસ દ્વારા રાજકોટ લોકસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની સામે પૂર્વ વિપક્ષી નેતા અને પાટિદાર દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને ચૂંટણી લડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
- રાજકોટમાં લોકસભાની ચૂંટણીને લઈ મોટા સમાચાર
- પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મનાવશે કોંગ્રેસ
- રાજકોટ શહેર કોંગ્રેસના નેતાઓ ધાનાણીને મનાવશે
- પરેશ ધાનાણીને રાજકોટથી ચૂંટણી લડવા મનાવવામાં આવશે
- પરશોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડવા કરશે મનામણાં
કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નક્કી કરાયું નામઃ કોંગ્રેસ CEC બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે પરેશ ધાનાણીનું નામ. રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીના નામની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. એક વાત તો અહીં નક્કી છેકે, હવે રાજકોટની બેઠક પર ફરી ઈતિહાસ દહોરાશે. રાજકોટ બેઠક પર પરેશ ધાનાણી ચૂંટણી લડશે એવું હવે પ્રબળ માનવામાં આવી રહ્યું છે. આ અંગે પરેશ ધાનાણીને પણ પક્ષ દ્વારા મનાવી લેવાયા હોવાની પણ ચર્ચા છે.
કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ઉતારશે
ભાજપને હેટ્રીક મારતો રોકવા માટે કોંગ્રેસ પણ મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે. ભાજપે પોતાના બે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયાને પોરબંદર અને પરસોત્તમ રૂપાલાને રાજકોટથી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેમાં પોરબંદરમાં કોંગ્રેસે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને ટિકીટ આપી છે. હવે રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસ લેઉવા પાટીદારને ટિકીટ આપી શકે છે. જે બેઠક પર હવે સૌ કોઈની નજર છે.
ભાજપે 22 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી
હવે લોકસભાની ચૂંટણીના કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે. જેમાં તમામ પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી શરૂ કરવામાં આવી છે. ભાજપે 22 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે તો કોંગ્રેસે માત્ર 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બાકી રહેલા ઉમેદવારોની યાદી ઉપર બંને પાર્ટીઓમાં મંથન ચાલી રહ્યું છે. ત્યાં રાજકોટ બેઠક પર કોંગ્રેસ પાટીદાર નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી શકે છે.
રાજકોટ બેઠક પર જામશે પાટીદાર વિરુદ્ધ પાટીદારનો જંગઃ
આ સાથે જ રાજકોટ બેઠક પર પાટીદાર વિરુદ્ધ પાટીદારની જંગ થઈ શકે છે. જેમાં ભાજપે કડવા પાટીદાર સમાજમાંથી આવતાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યાં કોંગ્રેસ તરફથી અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષી નેતા તેમજ લેઉવા પાટીદાર પરેશ ધાનાણીને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે.
ઈતિહાસનું પુનરાવર્તન થશે?
જો આવું થશે તો 22 વર્ષ બાદ બંને નેતાઓ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. અગાઉ વર્ષ-2002માં પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલાને 16 હજારથી વધારે મતથી હરાવ્યા હતા. જ્યારે હવે બંને નેતાઓલોકસભાની ચૂંટણીમાં એકબીજાની સામસામે આવી રહ્યા છે. જેના કારણે સ્થાનિકોમાં પણ મત અંગે વિભાજન જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છેકે, 22 વર્ષ પહેલાં ગુજરાતની અમરેલી વિધાનસભા બેઠક પર લડાયો હતો બે પાટીદાર નેતાઓ વચ્ચે જબરદસ્ત જંગ. ફરી એકવાર આ જંગના વાગી રહ્યાં છે. નગારા. ફરી એકવાર આ બે નેતાઓ આવી શકે છે સામસામે. ફરી એકવાર સામસામે આવી શકે છે આ બે દિગ્ગજ નેતાઓ.
પરેશ ધાનાણી ગૃહમાં સૌથી યુવા ધારાસભ્ય હતા
અહીં વાત થઈ રહી છે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલાની. 22 વર્ષ પહેલાં પરેશ ધાનાણીએ અમરેલી વિધાનસભા બેઠક પર પરસોત્તમ રૂપાલાને વિધાનસભા ચૂંટણીમાં હરાવ્યા હતાં. તે સમયે પરેશ ધાનાણી ગૃહમાં સૌથી યુવા ધારાસભ્ય તરીકે બિરાજમાન થયા હતા. હવે ફરી એકવાર આ જંગ છેડાય તેવા એંધાણ જણાઈ રહ્યાં છે. પણ સવાલ એ થાય છેકે, શું આ વખતે ફરી ઈતિહાસનું પુનરાવર્તન થશે? શું નારાજ થયેલો ક્ષત્રિએ સમાજ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસનું ખાતુ ખોલાવી શકે છે?
શું છે બેઠકનું જાતિગત ગણિત?
રાજકોટ બેઠક ઉપર લેઉવા પટેલ સમાજના અંદાજે ચાર લાખ અને કડવા પટેલ સમાજના એક લાખ જેટલા મત છે. ભાજપના પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. કોંગ્રેસ અહીંયા જ્ઞાતિવાદી સમીકરણો અંકે કરવા માટે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી રહ્યું છે.