અમદાવાદના ફ્લેટમાં ભીષણ આગથી નાસભાગ, એક બાળકીનું મોત, 30 લોકોનું રેસ્ક્યુ કરાયુ
Ahmedabad Fire: ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ ઓલવવાની સાથે સાથે બચાવ કામગીરી પણ શરૂ કરી દીધી હતી. સમય સતર્કતા રાખીને ફાયરની ટીમે 30 લોકોનું સલામત રેસ્ક્યુ કર્યું. જોકે, આ ઘટનામાં એક માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે.
Ahmedabad Fire/ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદમાં વહેલી સવારે રહેણાંક વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ. અમદાવાદના દાણીલીમડાના પટેલ વાસ નજીકની બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના સામે આવી. સવારે 6 વાગેની આસપાસ આગ લાગવાની ઘટના બની. બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા મીટરરૂમમાં શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ ઓલવવાની સાથે સાથે બચાવ કામગીરી પણ શરૂ કરી દીધી હતી. સમય સતર્કતા રાખીને ફાયરની ટીમે 30 લોકોનું સલામત રેસ્ક્યુ કર્યું. જોકે, આ ઘટનામાં એક માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે.
જ્યારે ગંભીર રીતે દાઝેલાં 17 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે. રાહતની વાત એ છેકે, હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે. આગના કારણે બાળકો સહિત અનેક વડીલો પણ ફલેટમાં ફસાયા હતા. સદનસીબે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે. અસરગ્રસ્ત લોકોને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનામાં મોટી વાત એ છે કે, બિલ્ડિંગ સુધી પહોંચવાના રસ્તા પર દબાણ હોવાના કારણે ફાયર વિભાગની ગાડીઓને ઘટના સ્થળે પહોંચવામાં વાર લાગી. આડેધડ બાંધકામના કારણે ઈમરજન્સીની સ્થિતિમાં કોઈ વાહનને ત્યાં સુધી પહોંચડવાનો રસ્તો જ નહોતો રહ્યો. ઘટના સ્થળે પહોંચવા માટે માત્ર 15 ફૂટનો સાંકડો રસ્તો છે. જ્યાં વાહનો પાર્ક કરેલા હતા. સ્થાનિકોએ પણ આડેધડ થતા દબાણ સામે રોષ વ્યક્ત કર્યો.
દાણીલીમડાના પટેલ આવાસમાં લાગેલી આગ AMC ની કામગીરી ઉપર સવાલો ઉભા કર્યાઃ
આડેધર બાંધકામના કારણે ઇમરજન્સી વાહનો માટે રસ્તો જ ન બચ્યો
8 લોકોને LG હોસ્પીટલ લઇ જવામાં આવ્યા
એક 21 દિવસીય બાળકીનું મોત નીપજ્યું
એક પણ જનપ્રતિનિધિ ઘટના સ્થળે ન પહોંચી શક્યા
ઘટના સ્થળે પહોંચવા માત્ર 15 ફૂટ સાંકળો રોડ
15 ફૂટ રોડ ઉપર વાહનો પાર્ક