Chief Minister of Gujarat: ગુજરાતના સીએમ એટલે ભગવાનના માણસ, મૃદુ અને સંવદેનશીલ સીએમનો જેમના નામે ટેગ લાગેલો છે એમની નિખાલસતા પણ એવી છે કે સામાન્ય માણસને પણ એ કોમનમેન લાગે, ભૂપેન્દ્ર ભાઈ પટેલની સાદગી જ એવી છે કે એ કોઈ પણ સાથે ભળી જાય, દરેકને પોતાના માણસ લાગે.. એવું લાગે જ નહીં કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલને લોકો ભોળા માણસ ગણે છે પણ હવે તેમની સરકાર પર પક્કડ જામતી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાની કીટલી પર બધા સાથે ચા પીવા બેસી જાય છે મુખ્યમંત્રી
તમે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ચાની કીટલી કે બાંકડે બેસીને બધાની સાથે ચા પીતા જોયા હશે, સીએમ માટે તો એમ પણ કહેવાય છે કે તેઓ પાનના પણ ઘણા શોખીન છે. આજે ભલે તેઓ ગુજરાતના સર્વે સર્વા હોવાથી જાહેરમાં નીકળી શકતા નથી પણ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જે કામ થયા છે એ કામો ગુજરાતના કોઈ મુખ્યમંત્રીના શાસનમાં થયા નથી. મોદી એમ જ ભૂપેન્દ્ર ભાઈ પટેલ પર આંધળો વિશ્વાસ મૂકતા નથી. તેઓ સારી રીતે જાણે છે કે ભૂપેન્દ્ર ભાઈ ઓછું કામ કરશે પણ ક્યારેય ખોટું કામ તો નહીં કરે એટલે જ એમનો ભાજપમાં દબદબો વધ્યો છે. 


એક ભાઈ બંગલે આવ્યાં તો કહેતા હતા કે સાહેબ તમારે તો મજા મજા છે
મારા ઘરે થોડા દિવસો પહેલાં એક ભાઈ બંગલે આવ્યા, એમને આવતાં પહેલાં અમારા ઘરની બહાર બગીચો, હિંચકો જોયો.... ઘરમાં આવીને સીધા બોલવા લાગ્યા કે ભાઈ તમારે તો મજા મજા છે. મેં એને તો ના કહ્યું પણ  તમે તો જુઓ આ કુદરત પણ કેવું બેલેન્સ કરે છે, હવે બધુ જ છે પણ આ બધું ભોગવવાનો ટાઈમ નથી. સવારથી નીકળીએ અને મોડી રાતે ઘરે પહોંચીએ છીએ, એ બંગલાની લોન અને એ હિંચકે બેસવાનું સુખ તો જોઈએ...દ્રષ્ટી તો તમે જુઓ પણ પેલા ભાઈને પણ એને મજા આવી ગઈ, ખરેખર જોડે ફરે તો ખબર ફરે, એક દિવસ સાથે રહે તો બીજા દિવસે કહે કે તમે નીકળો હું આગળના કાર્યક્રમમાં તમારી સાથે પહોંચું છું. મુખ્યમંત્રીએ કહ્યુંકે, ગાડી-બંગલો હોય એટલે મજા મજા હોય એવું નથી હોતું, તમારી પાસે ટાઈમ તો હોવો જોઈએ ને બધુ ભોગવવા માટે...


જોડે કશું લઈ જવાનું નથી, લોકો કેમ પૈસા પાછળ દોટ મુકે છે?
ઘણીવાર ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતાના ભાષણોમાં સાદગી સભર જીવનની વાત કરતા જોવા મળે છે. થોડા સમય પહેલાંના એક કાર્યક્રમમાં પણ તેમણે કહેલી વાતોનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાદી જીવનશૈલીથી જીવવાની વાત કરતા નજરે પડે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે એમાં એવું કંઈક કહેતા નજરે પડે છેકે, આપણે કેટલું ખાવાનું હોય, માણસ કેટલું ખાઈ શકે? તો પછી હાય પૈસો હાય પૈસો કરીને લોકો કેમ પૈસા પાછળ દોટ મુકે છે? જોડે કશું જ લઈ જવાનું નથી, તો પછી હાય હાય શેની છે? 


એક દિવસ મારી જોડે આવજો તો તમને ખબર પડશે કે મારે કેવી મજા હોય છેઃ
આપણે બધાએ આપણાં સારા કર્મો કરવાના છે, એનો પ્રયાસ કરવો જોઈએ. બાકી તો બધુ જ અહીં મુકીને જવાનું છે, આપણી સાથે કંઈજ જવાનું નથી. તમને લાગતું હશે કે, મુખ્યમંત્રી સાહેબને તો જલસા છે, ગાડી, બંગલો અને બધી મજા મજા છે. પણ એવું કંઈ જ નથી. એક દિવસ તમે મારી સાથે આવશો તો તમને ખબર પડી જશે કે, કેવી દશા થાય છે. બીજા દિવસ તમે સામેથી જ રસ્તો બદલી નાંખશો. ભગવાન કઈ રીતે બેલેન્સ કરે છે એ જ જોવા જેવું છે. જેની પાસે નથી એને મેળવવાની લાલસા જગાવે છે અને જેની પાસે છે એને ભોગવવા માટે સમય જ નથી આપતા. 


મારી પણ ભાજપમાં લોટરી લાગી છે, તમે સારું કામ કરશો તો તમને પણ તક મળશેઃ
ક્યારેય પોતાના પદ-પ્રતિષ્ઠાનું અભિમાન પણ ના કરવું જોઈએ. રહી વાત મારા મુખ્યમંત્રી બનવાની અને આ પદ ક્યાં સુધી રહેશે તેની તો આતો ભાજપ છે સારું કામ કરશો તો તમને પણ સારી તક મળી શકે છે. મારા જેવા માણસની પણ લોટરી લાગી છે, મને સપને પણ ખ્યાલ નહોતો કે હું મુખ્યમંત્રી બનીશ. તમે પણ સારું કામ કરતા રહો તમને પણ તમારી મહેનતનું ફળ મળશે એવું મુખ્યમંત્રી એક કાર્યક્રમમાં પોતાના પક્ષના કાર્યકરોને કહેતો વીડિયો પણ અગાઉ વાયરલ થયો હતો.