• રાજકોટમાં સ્વસ્થ બાળકને બીમાર બતાવી પૈસા કમાવાનું મસમોટું કારસ્તાન સામે આવ્યું છે

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    રાજકોટમાં સામે આવ્યું આયુષ્માન કાર્ડનો ભરપૂર ગેરલાભ ઉઠાવવાનું ગુજરાતનું સૌથી મોટું ષડયંત્ર

  • રાક્ષસ જેવા ડોક્ટર સ્વસ્થ નવજાતને ભયાનક યાતના આપી શરીરમાં ભોંકી રાખતો ઢગલો નળીઓ અને સિરિન્જ

  • સ્વસ્થ નવજાત શીશુના શરીરમાં કારણ વિના નળીઓ અને સિરિન્જ ભોંકીને આઈસીયુમાં મુકી રાખતો હતો રાજકોટનો ડોક્ટર

  • દર્દી જેને ભગવાન માને છે એ ડોક્ટર પૈસાનો પુજારી નીકળ્યો, સંખ્યાબંધ બાળકોને આપી યાતના

  • તંદુરસ્ત નવજાતને ગંભીર બીમારી બતાવીને રાજકોટના ડોક્ટરે માત્ર 8 મહિનામાં અઢી કરોડ રૂપિયા પડાવ્યા

  • રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ પર નિહિત બેબીકેર હોસ્પિટલમાં 3 વર્ષથી સ્વસ્થ બાળકોને આઈસીયુમાં રાખી કરોડો રૂપિયાની કાળી કમાણી કરી


ઝી બ્યૂરો, અમદાવાદઃ ડોક્ટરને આપણે ભગવાનનું રૂપ માનીએ છીએ. ભગવાન બાદ ધરતી પર જો લોકો સૌથી વધુ કોઈની પર ભરોસો મુકતા હોય તો એ છે ડોક્ટર. પણ જ્યારે રક્ષક જ ભક્ષક બની ત્યારે શું કરવું. રાજકોટનાં તબીબી વ્યવસાયને લાંચ્છન લગાડે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક ડોક્ટર રીતસર રાક્ષસ બની ગયો હોય એવી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ખોટી રીતે સરકારી યોજના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કમાવવા માટે આ ડોક્ટર નવા તાજા જન્મેલા બાળકો એટલેકે, નવજાત શીશુઓને ભયાનક યાતનાઓ આપી આપીને પોતાની હોસ્પિટલના આઈસીયુમાં ઘોંધી રાખતો હતો. બાળકને ગંભીર બીમારી હોવાનું બહાનું કાઢીને આ ડોક્ટર સરકારી યોજનામાંથી કરોડો રૂપિયાની કમાણી કરતો હતો.


અનેક બીમારીઓમાં થાય છે આયુષ્માન કાર્ડનો ઉપયોગઃ
સૌથી પહેલાં એ જાણી લઈએ કે કઈ રીતે કરવામાં આવ્યું આ કૌભાંડ. તો અનેક બીમારીઓમાં થાય છે આ સરકારી કાર્ડનો ઉપયોગ. ખાસ કરીને આયુષ્માન યોજના હેઠળ અનેક પ્રકારની બીમારીઓ આવરી લેવાઈ છે. આ પૈકી નવજાત બાળકોને કમળો, ઈન્ફેક્શન, ગેસ, ન્યુમોનિયા જેવા રોગ થાય અને એનઆઈસીયુમાં રાખવા પડે તો તેની પણ જોગવાઈ છે. આ કારણે નવજાતની સારવારનો ખર્ચ પરિવારની માથે આવતો નથી.


કમ્પ્યૂટર ઓપરેટરે જ કર્યો રાક્ષસ જેવા ડોક્ટરની કરતૂતનો ભાંડાફોડઃ
નિહિત બેબીકેરમાં ફરજ બજાવતા કમ્પ્યૂટર ઓપરેટર રવિ સોલંકીને ડો.મશરુ વિવિધ રિપોર્ટ મોકલતો હતો. તે રિપોર્ટમાં શું ફેરફાર કરવા તેની મોબાઈલ ફોન પર સૂચના આપીને બાદમાં તેની પ્રિન્ટ કાઢવાનું કહેતો હતો. એવુ પણ સામે આવ્યું છેકે, તેની પાસે અનેક રિપોર્ટમાં ફેરફાર કરાવાયા હતા. તેને મેડિકલનું જ્ઞાન ન હોવાથી જેમ ડોક્ટર કહેતા તેમ કરતો હતો. જોકે ગુનાહિત કામ હોવાની જાણ થતા તેણે નોકરી છોડી હતી.


આયુષ્માન યોજનામાંથી રૂપિયા પડાવવા રાજકોટનો ડોક્ટર બાળકોને બનાવતો હતો ટાર્ગેટઃ
રાજકોટની બેબી કેર હૉસ્પિટલના ડૉ. હિરેશ મશરૂની કરતૂતનો ખુલાસો થયો છે. જે સાંભળીને તમે ચોંકી જશે. કમાણી કરવાની લ્હાય ડૉક્ટરે નિયમો, સંવેદના નેવે મુકી દીધા અને સાવ સાજા નરવા બાળકના રિપોર્ટ સાથે ચેડાં કરી તેને બીમાર બતાવ્યો..એટલું જ નહીં તેની સારવાર કરી 8 મહિનામાં અઢી કરોડ વસૂલ્યા છે..આ સાથે જ આયુષ્માન કાર્ડથી અનેક બાળકોની જરૂર ન હોવા છતાં કે જરૂર ન હોય તેવી સારવાર કર્યાનો ખુલાસો થયો છે. હાલ આ ડૉક્ટર અને કમ્પાઉન્ડર વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે..જેના પરથી સાબિત થઈ રહ્યું છે કે, ડૉક્ટર ખુદ દર્દીના રિપોર્ટમાં ફેરફાર કરાવતા હતા. જો આ ઘટનાની ઉંડાણથી તપાસ કરવામાં આવે તો અનેક મોટા ખુલાસા થઈ શકે છે.


તબીબ નવજાત બાળકોના શરીરમાં ભોંકી રાખતો હતો નળીઓ અને ઈન્જેક્શનની સિરિન્જઃ
આયુષ્માન યોજના હેઠળ વધારે રૂપિયા મળે તે માટે સ્વસ્થ અને તંદુરસ્ત નવજાતના શરીરમાં છ-છ દિવસ નળીઓ અને સિરિન્જ ભોંકાવી રાખી કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા એક તબીબનાં કાળા કરતૂતો બહાર આવ્યાં છે. નવજાતને કોઈપણ પ્રકારની બીમારી ન હોવા છતાં સાચા રિપોર્ટમાં છેડછાડ કરી તેમાં નવજાતને ગંભીર બીમારી છે તેવા નકલી રિપોર્ટ તૈયાર કરાવાતા હોવાનું કારસ્તાન તપાસમાં બહાર આવ્યું છે.


આઠ જ મહિનામાં બાળકોને યાતનાઓ આપી ડોક્ટરો કરી કરોડોની કમાણીઃ
ડો.મશરુએ અત્યાર સુધીમાં કેટલા દર્દીઓની સારવાર આયુષ્માન કાર્ડના લાભાર્થી તરીકે કરી છે તેની વિગતો મેળવવા પ્રયત્ન કરાયો હતો. જુલાઈ 2023થી અત્યાર સુધીમાં 523 દર્દીની સારવાર કરી છે અને 2.53 કરોડ રૂપિયા મેળવી લીધા છે. ડો. મશરુનું કારસ્તાન ચાર વર્ષથી ચાલી રહ્યું છે. જેનો આંક મેળવવામાં આવે તેમજ લેબ રિપોર્ટની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવશે.