કિંજલ દવેને 1 લાખમાં પડી 4 બંગડી! ચાર ચાર બંગડીવાળી ગાડી...શું ગીતના વિવાદમાં જેલ જશે લાડી?
Kinjal Dave Case: કોર્ટના પ્રતિબંધ છતાં ચાર ચાર બંગડી ગીત ગાતાં લાડી ભરાઈ ગઈ! કોર્ટના આદેશથી 7 દિવસમાં ભરવો પડશે રૂપિયા એક લાખનો દંડ. જો સાત દિવસમાં પૈસા નહીં ફરે તો જવું પડશે જેલમાં. કોર્ટે સબક શીખવાડવા કર્યો આ આદેશ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ હંમેશા પોતાના ગીતો અને અનોખા અંદાજને કારણે ચર્ચામાં રહેતી લોકગાયિકા કિંજલ દવે ફરી ચર્ચામાં આવી છે. આવખતે ચર્ચામાં આવવાનું કારણ પણ તેનું ચાર ચાર બંગડીવાળી ગાડી વાળું ગીત જ છે. ગીતના કોપીરાઈટ વિવાદ બાદ કોર્ટે કિંજલ દવેને આ ગીત ન ગાવા માટે આદેશ કર્યો હતો. જોકે, તેમ છતાં તેણે જાહેર કાર્યક્રમમાં આ ગીત ગાતા વિવાદ વકર્યો છે. જેમાં કોર્ટે સબક શીખવાડવા માટે ગાયિકા કિંજલ દવેને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે.
ચાર-ચાર બંગડીવાળી ગાડી ગીતના કોપીરાઈટ વિવાદમાં ગુજરાતી ગાયિકા કિંજલ દવેને આ ગીત કોઇપણ રીતે લાઇવ, પબ્લીક ડોમેઈન કે સોશ્યલ મીડિયામાં ગાવા પર સિવિલ કોર્ટે અગાઉ સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવાયો હોવાછતાં આ વખતની નવરાત્રિમાં કિંજલ દવે આ ગીત ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા સહિતના લાઇવ પરફોર્મન્સ અને યુ ટયુબ તેમ જ પબ્લિક ડોમેઇનમાં ગાતાં તેની વિરૂધ્ધ અદાલતી હુકમના તિરસ્કારની બદલ વાદી રેડ રીબન એન્ટરટેઇમેન્ટ પ્રા.લિ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી. જેમાં કોર્ટે કિંજલ દવેને સબક સમાન એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે. અદાલતી તિરસ્કારના કૃત્યની કોર્ટે ગંભીર નોંધ લીધી છે. કિંજલ દવેના બચાવને કોર્ટે ફગાવ્યો, માફી માંગવી પડી પણ કોર્ટે કિંજલની ખાલી માફી ના સ્વીકારી, હવે દંડની રકમ ભરવી પડશે.
ઉલ્લેખનીય છેકે, આ મામલામાં અદાલતી તિરસ્કારના કૃત્યની કોર્ટે ગંભીર નોંધ લીધી કિંજલ દવેના બચાવને કોર્ટે ફગાવ્યો, માફી માંગવી પડી સીટી સિવિલ જજ ભાવેશ દવે, કે. અવાશીયાએ સમગ્ર મામલાની ગંભીર નોંધ લઈ કિંજલ દવેના આ કૃત્યને અદાલતી તિરસ્કાર સમાન ગણાવ્યું હતું અને તેને એક લાખ રૂપિયાનો દંડ સાત દિવસમાં વાદીને - ચૂકવી આપવા ફરમાન કર્યું હતું. જો સાત - દિવસમાં દંડની રકમ નહી ભરે તો કિંજલ દવેને એક સપ્તાહની સાદી કેદ ભોગવવા - પણ કોર્ટે સૂકમમાં ઠરાવ્યું હતું.
મૂળ વાદી રેડ રીબન એન્ટરટેઇનમેન્ટપ્રા.લિતરફથી સિવિલ પ્રોસીજર કોડ-૧૯૦૮ની કલમ- ૧૫૧ની રૂલ-૩૯(૨-એ) અન્વયે અરજી કરી કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈ 5 વાદી કોપીરાઈટ હક્કો ધરાવે છે અને આ વા. ગીતના શબ્દો, ગીત અને તેના ગાવા- નો વગાડવા પર તેમનો અધિકાર છે તેમછતાં -૧ | કિંજલ દવેએ તેમના આ અધિકાર પરંતરાપ મારી ગીત અને શબ્દોની ઉઠાંતરી કરી આ વાદીને શકે તેવું નુકસાન થયું છે.
આ કેસમાં ગત તા.૧-૧૦- ૨૦૨૨ના રોજ સિવિલ કોર્ટે કિંજલ દવેને -માં ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત કોઈપણ પર પ્લેટકોમ પર ગાવા પર સ્પષ્ટ પ્રતિબંધ તેમાં ફરમાવી દીધો હતો. સિવિલ કોર્ટના આ આ હુકમ છતાં કિંજલ દવેએ અદાલતના ૩૯ હુકમની ધરાર અવગણના કરી આ વખતની નવરાત્રિમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા ક. સહિતના દેશોમાં લાઈવ પરફોર્મન્સ, યુ 1) ટયુબ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગીત ગાઈને કોર્ટનો તિરસ્કાર કર્યો છે. પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે જણાવ્યું હતું કે, સિવિલ કોર્ટના હુકમ સામે કિંજલ થાય કે, રો ગીત બજરમા કરત કર્યું છે.
હાઇકોર્ટે સિવિલ કોર્ટના હુકમમાં કાઈ દરમ્યાનગીરી કરી નથી, તેથી સિવિલ કોર્ટનો હુકમ આજે પણ અસ્તિત્વમાં છે. ખુદ કિંજલ દવેએ તેની ઉલટતપાસમાં કબૂલ્યું છે કે, તેણે ૨૦૨૩ની નવરાત્રિમાં આ ગીત ૨૦થી ૨૫ વખત ગાયુ છે. આમ, પ્રતિવાદીની કબૂલાત પરથી સ્પષ્ટ છે કે, તેને કોર્ટના હુકમની જાણ હતી, છતાં ઇરાદાપૂર્વક ૨૦થી ૨૫ વખત આ ગીત ગાયુ છે. કિંજલ દવેએ એવો બચાવ કર્યો કે, તેણે આ ગીત ભારતની બહાર ગાયુ છે, તેથી કોર્ટનો પ્રતિબંધ તેવા કિસ્સામાં લાગુ ના પડે. કોર્ટે તેના આ બચાવને ફગાવતાં પ્રતિવાદી તરફથી બિનશરતી માફી મંગાઇ હતી. કોર્ટે જણાવ્યું માત્ર માફી માંગવી પૂરતી નથી પરંતુ જાણીબુઝીને કરાયેલા અદાલતી તિરસ્કારના આ કૃત્ય બદલ શિક્ષા થવી રૂપિયાનો દંડ ફટકાર્યો હતો ૨ અને તે દિવસમાં વાદીને ચૂકવી આપવા કરમાન કર્યું હતુ. છે.