Haunted Places of Gujarat: અમદાવાદ આમ તો ગુજરાતનું સૌથી ફેમસ અને મોટું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલા આ શહેરને એક જમાનામાં કર્ણાવતીના નામથી ઓળખવામાં આવતું હતું. અમદાવાદની ગણતરી ભારતના વિકસિત શહેરોમાં થાય છે. અહીં સાબરમતી આશ્રમ, જામા મસ્જિદ, સરખેજ રોજા, ત્રણ દરવાજા, નળ સરોવર પક્ષી વિહાર વગેરે પ્રવાસન સ્થળોમાં આવે છે. પરંતુ આ સિવાય પણ અમદાવાદમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં ભૂલેચૂકે કોઈ જવા માંગતું નથી. જાણો આવી જ કેટલીક જગ્યાઓ વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિગ્નેચર ફાર્મ-
આ જગ્યાએ એવા જ લોકો આવે છે જે કઠણ કાળજાના છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં અજીબ ઘટનાઓ ઘટે છે. આ સ્થળ સામાન્ય રીતે પોતાની અસમાન્ય ઘટનાઓને લઈને વધુ ચર્ચામાં રહે છે. આ જગ્યા ત્યારે વધુ પ્રખ્યાત બની જ્યારે ત્યાં કેટલાક યુવકોનું એક ગ્રુપ સાંજે ફરવા માટે આવ્યું હતું. એવું કહેવાય છે કે અહીં કોઈ અદ્રશ્ય શક્તિએ તેમને પોતાનો ભોગ બનાવી લીધા. ત્યારબાદથી લોકો અહીં આવતા ડરે છે. લોકોનું માનવું છે કે અહીં સાંજના સમયે અજીબોગરીબ ઘટનાઓ ઘટે છે. 


ચાંદખેડાનું ભૂતિયા ઝાડ-
અમદાવાદના વ્યસ્ત ચાંદખેડા વિસ્તારમાં આ એક જૂનું ઝાડ છે. અહીંથી લોકોની અવરજવર થતી રહે છે. એવું કહેવાય છે કે આ ઝાડ પર ભૂતનો સાયો છે. જો કોઈ રાતના સમયે તેની આજુબાજુ ફરકે તો આત્મા તે વ્યક્તિને સપનામાં આવવા લાગે છે અને આ રીતે માણસ પાગલ થઈ જાય છે. જોવામાં પણ આ ઝાડ  ખુબ બીહામણુ છે. 


બગોદરા, અમદાવાદ-રાજકોટ રોડ-
બગોદરાનું નામ તો તમે સાંભળ્યું જ હશે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 47 પર આવેલું એક નાનકડું શહેર છે. તમે જ્યારે પણ અમદાવાદથી રાજકોટ જશો ત્યારે તમને આ જગ્યા જોવા મળશે. એવું કહેવાય છે કે આ હાઈવેના રસ્તા અહીં થનારી દુર્ઘટનાઓને કારણે ખતરનાક છે. જે લોકો રાતના સમયે અહીં ડ્રાઈવ કરે છે તેમનું કહેવું છે કે અહીં અજીબોગરીબ અવાજ સંભળાય છે. આ અવાજો વાહન ચાલકોનું ધ્યાન ભટકાડે છે. આ પ્રકારે અનેક દુર્ઘટનાઓ થાય છે. તેમનું કહેવું છે કે અહીં રસ્તા પર રહસ્યમયી મહિલાઓ અને ભીખારીઓ પર ધ્યાન ન આપવું. 


ધ ડુમ્મસ બીચ-
ગુજરાતના ડુમ્મસ બીચ વિશે કોણ નથી જાણતું. તે અરબ સાગરના કિનારે છે. અહીં કાળી રેતીનું રહસ્ય અને ભૂતિયા કહાની સમગ્ર શહેરમાં વિખ્યાત છે. એવું માનવામાં આવે છે કે દરિયા કિનારે એક હિન્દુ સ્મશાનસ્થળ હતું. જ્યાં ભૂતિયા આત્માઓ ભટકતી રહે છે. સાંજ પડતા ત્યાં જવાની કોઈ હિંમત કરતું નથી. એવું પણ કહેવાય છે કે જે પણ આ બીચ પર સાંજ પછી આવે છે તે ગાયબ થઈ જાય છે. 


અવધ મહેલ-
ગુજરાતના રાજકોટમાં સ્થિત આ અવધ મહેલ પ્રાચીન અને એક મોટો મહેલ છે. સ્થાનિક લોકોનું માનવું છે કે અહીં એક છોકરી સાથે ખોટુંકામ થયું હતું. ત્યારબાદ તેને મારી નાખવામાં આવી. મારી નાખ્યા બાદ તેને અહીં દફનાવવામાં આવી હતી. આ ઘટના બાદ કહેવાય છે કે આ છોકરીનો આત્મા અહીં ઘૂમે છે. સાંજ પડતા જ હવેલીથી બૂમો સંભળાય છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી કે તેની પુષ્ટિ કરતું નથી.)