નરાધમ બન્યો પડોશી! માસૂમ ફૂલ જેવી 12 વર્ષની કિશોરીને પતાવી દીધી, 14 વર્ષથી હતો જેલમાં
જામનગર શહેરમાં ગુન્હેગારોને તો જાણે પોલીસનો કોઈ ડર જ ના રહ્યો તેમ હત્યાના બનાવો સામે આવી રહ્યા છે એક સપ્તાહ પૂર્વેની જ વાત છે કે બેડી વિસ્તારમાં સમી સાંજે એડવોકેટ હારુન પલેજાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી અને સાયચા ગેંગ સહિતના 15 ઈસમો વકીલને મોતને ઘાટ ઉતારીને ચાલ્યા ગયા
ઝી બ્યૂરો, અમદાવાદઃ જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં 12 વર્ષની કિશોરીની તેના પાડોશમાં જ રહેતા એક શખ્સે હત્યા નીપજાવતા ભારે ચકચારમાંથી જવા પામી છે. જ્યારે પાડોશી આરોપીએ કિશોરીની હત્યા નીપજાવી ફરાર થઈ જતા પોલીસે આરોપીને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે જામનગર શહેરમાં એક સપ્તાહમાં જ હત્યાની બે ઘટનાના પગલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને પણ સવાલો ઊભા થયા છે.
કમકમાટીભરી હત્યાની ઘટનાઃ
જામનગર શહેરમાં ગુન્હેગારોને તો જાણે પોલીસનો કોઈ ડર જ ના રહ્યો તેમ હત્યાના બનાવો સામે આવી રહ્યા છે એક સપ્તાહ પૂર્વેની જ વાત છે કે બેડી વિસ્તારમાં સમી સાંજે એડવોકેટ હારુન પલેજાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી અને સાયચા ગેંગ સહિતના 15 ઈસમો વકીલને મોતને ઘાટ ઉતારીને ચાલ્યા ગયાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી છે ત્યાં જ આજે બીજી ચર્ચાસ્પદ કહી શકાય તેવી હત્યાની ઘટનામાં એક બાળકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા પોલીસ દોડતી થઇ છે
કઈ રીતે સામે આવી હત્યાની વાતઃ
આ ઘટનામાં મળતી વિગતો મુજબ જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં વસવાટ કરતા એક પરીવારની 12 વર્ષની માસુમ દીકરી દ્રષ્ટિ કારાવદરા નામની બાળકીની હત્યા તેની આસપાસમાં વસવાટ કરતા કોઈ વ્યક્તિએ કોઈપણ કારણોસર આ હત્યા નિપજાવ્યાની શંકાને આધારે પોલીસે તપાસ શરુ કરી છે.જો કે ઉપરાછાપરી હુમલા અને હત્યાના સરાજાહેર બનાવો જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિની ચાળી ખાઈ રહ્યા હોય તેમ લાગે છે.
કોણે કરી કિશોરીની હત્યાઃ
હત્યા નીપજાવનાર લાલજી પંડ્યા અને મૃતક બાળકી દ્રષ્ટિના પિતા રાજેશભાઈ કારાવદરા સાથે ટ્રક ડ્રાઈવિંગ કરતા હતા. રાજેશભાઈના ઘરની બાજુમાં જ આરોપી લાલજીએ પણ ભાડે મકાન રાખ્યું હતું અને મૃતકના ઘર પરિવાર સાથે જ આરોપીની ઉઠક બેઠક જમવા સહિતની રહેતી હતી. આરોપીએ થોડા વર્ષો પૂર્વે તેની પત્નીની પણ હત્યા નીપજાવી હતી અને 14 વર્ષ બાદ જેલમાંથી મુક્ત થયેલ હોવાનો અમારી પ્રાથમિક તપાસમાં સામે આવે છે. અને થોડો માનસિક ટાઈપનો આ હત્યારો મૃતક દ્રષ્ટિને પણ પોતાની દીકરી જ માનતો હતો જો કે હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી તે હજુ સ્પષ્ટ નથી અમારી અલગ અલગ ટીમો અલગ અલગ દિશાઓમાં આરોપીને શોધવા માટે કામે લાગી છે.