પત્નીએ જ બનાવી પતિની ફેક આઈડી! પછી કર્યા ગંદા-ગંદા મેસેજ, જાણો આગળ શું થયું

જમાનો જેમ જેમ હાઈટેક થઈ રહ્યો છે જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ તેના ઘેરફાયદા પણ ઘણાં છે. એમાંય આ સોશ્યિલ મીડિયાએ તો રોશણ વાળ્યું છે. આ કિસ્સો જાણીને મગજ ચકરાઈ જશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ પતિ અને પત્ની વચ્ચે તો 7 જનમનો સંબંધ હોય છે. લગ્ન સમયે સપ્તપદીના ફેરા સમયે દરેક કપલ આ વચન લેતું હોય છે. હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળતાં દરેક એમ જ કહી રહ્યું છે કે એક પત્ની આટલી હદે જઈ શકે. પતિ સાથે અણબનાવને કારણે પત્નીએ સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડી બનાવી પતિ વિરૃધ્ધ પોસ્ટ મુકી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી. હવે આ ફરિયાદ પોલીસ તો કાર્યવાહી કરશે પણ પત્ની ભરાઈ ગઈ છે.
આ કેસની વિગતો એવી છે કે રાજકોટમાં ૮૦ ફુટના રોડ પર રહેતા અને વેલ્ડીંગ કંપનીમાં એક યુવાન નોકરી કરે છે. તા.ર૦ જૂલાઈના રોજ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અજાણી આઈડીમાંથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે રિકવેસ્ટ તેમને સ્વીકારી ન હતી. એ સમયે એમની સામે સોશિયલ મીડિયાની પોસ્ટમાં ખરાબ લખાણ લખાયું હતું. આમ છતાં સોશિયલ મીડિયાની આ વાસ્તવિકતાને સ્વીકારી લીધી હતી. તેઓ જાણતા હતા કે સોશિયલ મીડિયાના ફાયદા સાથે ગેરફાયદા પણ છે. જો તેઓ આ બાબતે ખુલાસા કરવા જાય તો તેમની પણ બદનામી થશે. આમ તેઓએ આ બાબતને અવગણતાં ગત સપ્ટેમ્બર માસમાં એ જ આઈડીથી એમના વિરુદ્ધમાં ફરી ખરાબ લખાણ લખાયું હતું. આથી કંટાળીને તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ૭ સપ્ટેમ્બરના રોજ તેના મોટાબાપુના પુત્રએ ફોન કરીને જણાવ્યું હતું કે, એક મહિલાની ફેસબુક આઈડી પરથી તેમના વિશે ખરાબ લખાણ સાથેની પોસ્ટ મુકવામાં આવી છે. જેથી તેઓ ચોંકી ગયા હતા. એક સામાન્ય વ્યક્તિની કોઈ બદનામી શા માટે કરે આમ છતાં તેઓએ આ બાબતને અવગણી હતી. જેના ૬ દિવસ બાદ એ જ ફેસબુક એકાઉન્ટમાં ફરીથી તેજ મહિલાની આઈડી પરથી યુવકને ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. એ સમજી ગયો હતો કે આ એક ફેક આઈડી છે. એથી એમને ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી ન હતી પરંતુ આ આઈડી પરથી તેના એકાઉન્ટના મેસેન્જરમાં અભદ્ર શબ્દોમાં મેસેજ કરાયા હતા.
આખરે કંટાળીને તેણે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી આપતા તપાસના અંતે આરોપી તરીકે એક મહિલાનું નામ ખુલ્યું હતું. જેના વિરૃધ્ધ ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ ફરિયાદમાં બહાર આવ્યું છે કે, આરોપી મહિલા ફરિયાદીની પત્ની જ છે. બંને વચ્ચે અણબનાવ ચાલે છે. જેથી આરોપી મહિલાએ પતિ વિરૃધ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ પણ નોંધાવી છે. હાલમાં કોર્ટમાં છૂટાછેડાનો કેસ પણ ચાલી રહ્યો છે. એને પતિને બદનામ કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.