આજે વર્લ્ડ હિયરિંગ ડેઃ ગુજરાતમાં કોરોના બાદ બદલાઈ ગઈ છે સ્થિતિ. સતત વધી રહ્યાં છે બહેરાશના કેસ. નાની ઉંમરે પણ લોકોને થઈ રહી છે કાનની તકલીફ. ત્યારે એ સમજીએ કે કોરોના બાદ કેમ એવું થઈ રહ્યું છે. સાથે જ મોબાઈલ- હોડફોનનો વધુ પડતો ઉપયોગ ટળવા નિષ્ણાતો કેમ આપી રહ્યાં છે સલાહ એ પણ જાણીએ. વિશ્વ શ્રવણ દિવસની ત્રીજી માર્ચે ઉજવણી કરાશે, રાજ્યભરમાં વિવિધ જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાશે, ઇએનટી વિભાગના તબીબોના કહેવા પ્રમાણે કુલ વસ્તીના ૧૫% લોકો એક અથવા તો બીજા પ્રકારે બહેરાશની બીમારીથી પીડાઈ રહ્યા છે. કોરોના મહામારી પછી યુવાનોમાં ભાગ્યે જ જોવા મળતી એક કાને બહેરાશ અચાનક જ વધી છે, કોવિડ પહેલા આવા કેસ છ મહિને એકાદ આવતા હતા, જોકે હવે મહિને ૧૫ થી ૨૦ કેસ નોંધાઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોલા સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના જણાવ્યા મુજબ, યુવાનોમાં એક કાને બહેરાશના મહિને ૧૫ થી ૨૦ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, જે અગાઉ આટલી મોટી સંખ્યામાં ક્યારેય જોવા મળ્યા નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના મત અનુસાર, બહેરાશ અંગે લોકોએ પોતાનું માઇન્ડસેટ બદલવાની જરૂર છે, જોઈ ન શકાતી આ વિકલાંગતાને મજાકના પાત્ર તરીકે ન લેવી જોઈએ.


શું કહે છે નિષ્ણાતો?
મોબાઈલ ફોન ઉપર સતત વ્યસ્ત રહેવું, હેડોન વગેરે ઊંચા આવજે સાંભળવાની ટેવ પણ બહેરાશની સમસ્યા નોતરી શકે છે, કોરોનામાં વર્ક ફ્રોમ હોમ, હેડફોનનો વધુ પડતો વપરાશ જેવી બાબતો બહેરાશના વધુ કેસ માટે કારણભૂત મનાય છે, તબીબોના મતે સિવિયર કોવીડ થયો હોય તે લોકોને થોમબોસીસ એટલે કે લોહીનો ગંઠાવ થાય છે, જે શરીરના કોઈપણ અંગ સુધી પહોંચીને ત્યાં રક્ત પ્રવાહની કામગીરીમાં અવરોધરૂપ બને છે, જો કાનને અસર કરે તો શ્રવણ શક્તિ નબળી પડવાનું પણ સામે આવ્યું છે.