રાજેન્દ્ર ઠક્કર, કચ્છઃ વર્ષો બાદ સાત સમુંદર પાર અમેરિકાથી ગુજરાતના એમાંય આપણાં કચ્છના હસ્તકળાના બેનમૂન નમૂનાઓને પરત લાવવામાં આવ્યાં. આ ભગીરથ કાર્ય કરવામાં શ્રુજનને સફળતા મળી. 1969માં જ્યારે કચ્છમાં દુષ્કાળ પડયો શ્રુજનના સંસ્થાપક ગામડાંઓની ભરતકામ કરતી બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું. લોસ એન્જલસ, અમેરિકાથી કચ્છના પ્રવાસે આવેલા દંપતી વિકી અને રિચર્ડ એલસન કચ્છના બન્ની-પચ્છમના ગામડાંઓ જતા. તેમણે 55 વર્ષમાં કચ્છની 20થી પણ વધુ મુલાકાતો દરમ્યાન ભરતકામ કરતી બહેનો પાસેથી વિવિધ નમૂનાઓ ખરીદીને સંગ્રહ કર્યા. વિકી એલસને ડોવરીઝ ફ્રોમ કચ્છ જેવું અતિ મહત્ત્વનું પુસ્તક પણ લખ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રુજન એલ.એલ.ડી.સી.ના સી.ઇ.ઓ. અને એમડી અમીબેન શ્રોફ વિશ્વના વિવિધ મ્યુઝિયમોની મુલાકાત લીધી હતી. દરમ્યાન વિકીને લોસ એન્જલસ ખાતે મળ્યા હતાં. અલભ્ય સંગ્રહ 100 કરતાં પણ વધારે પરંપરાગત ભરતકામના વર્ષો જૂના કલેક્શનને પરત કચ્છ લાવ્યા હતાં. અમેરિકાથી વર્ષો બાદ કચ્છી હસ્તકળાના બેનમૂન નમૂનાઓ કચ્છ પરત લાવવામાં શ્રુજનને સફળતા મળી હતી. 


ઇ.સ. 1969માં જ્યારે કચ્છમાં દુષ્કાળ પડયો ત્યારે એક તરફ શ્રુજનના સંસ્થાપક ચંદાબેન શ્રોફ (કાકી) કચ્છનાં ગામડાંઓની ભરતકામ કરતી બહેનોને પ્રોત્સાહન આપીને તેઓ પગભર થાય અને રોજગારી મેળવે તેવો પ્રયત્ન કરી રહ્યા હતા તે જ સમયગાળામાં લોસ એન્જલસ, અમેરિકાથી કચ્છના પ્રવાસે આવેલા દંપતી વિકી અને રિચર્ડ એલસન કચ્છમાં હનીમૂન કરવા આવ્યા હતા.


કચ્છના બન્ની-પચ્છમના ગામડાંઓ ખુંદી રહ્યા હતા અને ત્યાંની ગ્રામીણ બહેનો દ્વારા કરાતાં કચ્છી ભરતકામના પ્રેમમાં પડયા હતા. તેમણે 55 વર્ષમાં કચ્છની 20થી પણ વધુ મુલાકાતો દરમ્યાન ભરતકામ કરતી બહેનો પાસેથી વિવિધ નમૂનાઓ ખરીદીને સંગ્રહ કર્યા હતા. સાથેસાથે સમાજના રીત-રિવાજ મુજબ આણામાં અપાતા ભરત ભરેલા વસ્ત્રોની વિગતો મેળવીને વિકી એલસને "ડોવરીઝ ફ્રોમ કચ્છ " જેવું અતિ મહત્ત્વનું પુસ્તક પણ લખ્યું. 


શ્રુજન એલ.એલ.ડી.સી.ના સી.ઇ.ઓ. અને મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ વિશ્વના વિવિધ મ્યુઝિયમોની મુલાકાત સમયે વિકીને લોસ એન્જલસ ખાતે મળ્યા હતા અને તેમનો આ અલભ્ય સંગ્રહ જોઈ અભિભૂત થયા હતા અને તે દિવસથી જ આ ખજાનો કચ્છ પરત કેમ લાવી શકાય તે માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. જેમાં આખરે તેઓ સફળ થયા અને લગભગ 100 કરતાં પણ વધારે પરંપરાગત ભરતકામના વર્ષો જૂના કલેક્શનને એલ.એલ.ડી.સી.ની દુનિયામાં બહુ ઓછી હોય તેવી આધુનિક આર્કાઈવમાં કન્ઝર્વેશનના નોમ્સ મુજબ વિશેષ રીતે સાચવવા મૂકી દેવાયા છે, જે સમય સમયે એલ.એલ.ડી.સી. ક્રાફ્ટ મ્યુઝિયમની વિવિધ ગેલેરીઓમાં પ્રદર્શિત કરાશે. 


વિકી એલસને પણ પોતાનો આ વર્ષોથી કેટકેટલીય મહેનત અને પરિશ્રમથી ઉત્સાહભેર સંગ્રહિત કરાયેલો અમૂલ્ય ખજાનો યોગ્ય સ્થાને મુકાયો છે તેની ખુશી અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે કચ્છની આ અદ્ભુત ભરતકળા કારીગરીના સંગ્રહ માટે એલ.એલ.ડી.સી.થી વધુ કોઈ સારી જ્ગ્યા હોઈ જ ન શકે ! સાથોસાથ એલ.એલ.ડી.સી.ના ચેરમેન દીપેશભાઇ શ્રોફ, મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ, સી.ઓ.ઓ. રાજીવ ભટ્ટ તથા અન્ય ટ્રસ્ટીઓ અને સ્ટાફમાં આનંદ અને ઉત્સાહ છવાયો હતો