`કોંગ્રેસને મત આપી હિસાબ બરાબર કરો` ભાજપના પૂર્વ મંત્રીના પુત્રનો ઓડિયો વાયરલ, ભારે પડ્યો ભરતીમેળો!
Gujarat Politics: ભાજપના ઉમેદવારે કરેલી ફરિયાદ બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે. આ વખતે માણાવદરમાં કોંગ્રેસને મત આપવા અંગેનો જવાહર ચાવડાના પુત્રનો ઓડિયો વાયરલ થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ભાજપના જ પૂર્વ મંત્રીના પુત્ર એ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવા અપીલ કરતા નવો વિવાદ છંછેડાયો છે.
- માણવદર ભાજપમાં થયું પક્ષવિરોધી કામ, પૂર્વ મંત્રીના પુત્રનો ઓડિયો થયો વાયરલ
- વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાનના બે દિવસ પહેલાંની છે આ ઓડિયો ક્લીપ
- ઓડિયોમાં મતદારોને કોંગ્રેસને મત આપવાનું કહી રહ્યાં છે રાજ ચાવડા
- જવાહર ચાવડાની હારનો બદલો લઈ હિસાબ બરાબર કરવાની કરી વાત
- કોંગ્રેસના હરી પટેલને મત આપવા જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ કરી અપીલ
Audio Viral: ભાજપ આમ એક શિસ્તબદ્ધ રાજકીય પક્ષ તરીકે જાણીતો છે. જોકે, આ વખતની લોકસભાની ચૂંટણીમાં તો ભાજપનો એક નવો જ ચહેરો સામે આવ્યો. એક તરફ ભાજપ દ્વારા કોંગ્રસના નેતાઓની માટે ફૂલહાર કરીને ભરતી મેળા યોજવામાં આવ્યાં. જેને ઓપરેશન લોટસનું નામ આપવાનું આવ્યું. તો બીજી તરફ ભાજપના નેતાઓ જ આ ભરતી મેળાથી નારાજ હોવાનું સામે આવ્યું છે. આવી જ એક ઓડિયો ક્લીપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જે ખુબ ચર્ચામાં આવી છે.
ભાજપમાં હાલ ઘરકા ભેદી લંકા ઢાયે જેવા ઘાટઃ
અહીં વાત થઈ રહી છે ભાજપની સરકારમાં પૂર્વ મંત્રી રહેલાં જવાહર ચાવડાના પુત્રની. માણવદરની પેટા ચૂંટણીમાં મતદાનના બે દિવસ પહેલાં જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાની ઓડિયો ક્લીપ સામે આવી છે. આ ઓડિયો ક્લીપમાં રાજ ચાવડા પોતાના પિતાને મળેલી હારનો બદલો લેવાની વાત કરે છે. સાથે જ આ ઓડિયો ક્લીપમાં જવાહર ચાવડાનો પૂત્ર મત વિસ્તારમાં જઈ મતદારોને એવું કહે છેકે, આ વખતે કોંગ્રેસને મત આપીને જૂની હારનો હિસાબ બરાબર કરવાનો છે. લોકસભાની ચૂંટણીના મતદાનની સાથો સાથે ગુજરાતની ખાલી પડેલી બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. મતદાનના બે દિવસ પહેલાં જ જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાની આ વિવાદિત ઓડિયો ક્લીપ વાયરલ થતાં ભાજપમાં હડકંપ મચી ગયો છે.
ભાજપ છેડાયો છે બગાવતનો સૂર!
માણવદર વિધાનસભામાં ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના જ સ્થાનિક આગેવાનો સ્થાનિક ઉમેદવારને સપોટ કરી રહ્યાં નથી. એટલું નહીં અહીં ભાજપના આગેવાનો પોતે જ પક્ષવરોધી પ્રવૃત્તિને ભાજપને હરાવવા પુરા પ્રયાસ કરી રહ્યાં છે. તેનું દેખીતું ઉદાહરણ માણવદરમાં જોવા મળ્યાં. ભાજપના પૂર્વ મંત્રીના પુત્રએ કરી બદલો લેવાની વાત. આ મામલે માણવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ફરિયાદ કરી છે. પૂર્વમંત્રીના પુત્ર સહિતનાઓએ માણાવદરમાં કરેલી બેઠકમાં કોંગ્રેસને મત આપવા સંકલ્પ લઈ હિસાબ બરાબર કરવા સંકલ્પ લેવામાં આવ્યા સહિતના સંવાદ સાથેનો - ઓડિયો વાયરલ થયો છે.
ઉલ્લેખનીય છેકે, માણાવદરમાં થયેલા ભાજપ દ્વારા થયેલા ભરતીમેળા હવે તેને જ નડી રહી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અરવિંદ લાડાણીને વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા.જેનાથી પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જવાહરભાઈ અવડા નારાજ થયા હતા.ગઈકાલે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખને લેખિત ફરિયાદ કરી પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ બેઠક વેપારીઓની બેઠક બોલાવી તેમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા કહી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનું સામે આવ્યું છે.
માણાવદરમાં તા.૬ના યોજાયેલી બેઠકની ઓડિયો કલીપ વાયરલ થઈ છે.જેમાં વેપારીઓને કોંગ્રેસને મત આપવા અને પરિવાર તેમજ સગા સબંધીઓના મત પણ પંજામાં આપી હિસાબ બરાબર કરવાના સંવાદો થયા છે. આ બેઠક અંગે જ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખને ફરિયાદ કરી હતી. આજે આ બેઠકની ઓડિયો કલીપ વાયરલ થઈ છે. ત્યારે હાલ તો માણાવદર ભાજપમાં આંતરિક કલહ હવે ચરમસીમાએ છે. ત્યારે હવે પ્રદેશ કક્ષાએથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ શુ કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું.