નવી 7 મહાનગર પાલિકાઓમાંથી સૌથી પહેલા કઈ મનપા `કોર્પોરેશન` બનશે? જાણો કારણ
શહેરી વિકાસ વિભાગે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર એમ સાત શહેરોમાં નાગરીક સેવાઓનું સંચાલન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવા નિર્ણય કર્યા બાદ આ દિશામાં વિવિધ પ્રક્રિયા માટે બેઠકનો દોર શરૂ કર્યો છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ જુલાઈથી સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકામાં નવા સીમાંકનનો આરંભ થઈ ગયો છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ અને મહેસાણામાં ટર્મ પૂર્ણ થયે ચૂંટણી પણ કરવામાં આવશે. મહત્ત્વનું છેકે, ગુજરાત સરકારે ફેબ્રુઆરીમાં રાજ્યમાં સાત હયાત ન.પા.ને મનપામાં તબદિલ કરવાની જાહેરાત કરી છે. પરંતુ, આ સાત નવા મ્યુનિ. કોર્પોરેશનમાંથી સૌથી પહેલા સુરેન્દ્રનગર મ્યુનિ. અસ્તિત્વમાં આવશે. કારણ સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થઈ ચૂકી છે. હાલમાં આ પાલિકાનું સંચાલન વહિવટદાર આધિન છે. જ્યારે બાકીના છ શહેરોની નગર પાલિકાઓમાં ચૂંટાયેલા જનપ્રતિધિઓની પાંચ વર્ષની ટર્મ વર્ષ ૨૦૨૬માં પૂર્ણ થશે.
શહેરી વિકાસ વિભાગે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર એમ સાત શહેરોમાં નાગરીક સેવાઓનું સંચાલન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવા નિર્ણય કર્યા બાદ આ દિશામાં વિવિધ પ્રક્રિયા માટે બેઠકનો દોર શરૂ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉક્ત સાત પૈકી સુરેન્દ્રનગર- દુધરેજ નગરપાલિકામાં હાલ ચૂંટાયેલી પાંખ નથી. તે પાલિકામાં વહિવટીદાર મારફતે શહેરી સેવાઓનું સંચાલન થઈ રહ્યુ છે.
આગામી સમયમાં ૮૫થી વધુ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને અમદાવાદ સહિતના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પેટાચૂંટણીઓનું આયોજન થશે તેની સાથે સુરેન્દ્રનગરને પણ મ્યુ. કોર્પોરેશનમાં તબદિલ કરી ચૂંટણી યોજવાનો લક્ષ્યાંક છે. શહેરી વિકાસ વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે, લોકસભા ચૂંટણી પરીણામો બાદ સુરેન્દ્રનગર- દુધરેજ નગરપાલિકાને મ્યુ. કોર્પોરેશનમાં તબદિલ કરવા પ્રાથમિક જાહેરનામુ બહાર પાડવામાં આવશે. તેના માટે સુરેન્દ્રનગર શહેર અને તેના આધારે વિકસિત થઈ રહેલા આઉટ મોથ (ઓ.જી.)એરિયાને સમાવિષ્ટ કરવા બોમ્બા અધિકારીની નિમણૂંક થશે.
સંભવતઃ કેટલાં સીમાંકન, વોર્ડ પુનઃરચના અને ૨૭ ટકા તેમને ઓબીસી અનામતને આધારે બેઠકોના આવી પ્રકારો નક્કી કરવાની પ્રક્રિયા જૂલાઈ અબુ મહિનાથી આરંભ થશે. વર્ષના અંત સુધીમાં આવે પાલિકા- પંચાયતોની સામાન્ય ચૂંટણીની આ સાથે સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પહે ચૂંટણી પણ થશે. નવસારી, ગાંધીધામ, આ મોરબી, વાપી, આણંદ, મહેસાણા એમ છ કર પાલિકામાં અત્યારે ચૂંટાયેલી પાંખની દોઢેક આ વર્ષની ટર્મ બાકી છે. આથી, આ છ શહેરોમાં મે જનપ્રતિનિધીના સંચાલન સાથે મ્યુનિસિપલ ગ કોર્પોરેશનમાં નવા વિસ્તારના સમાવેશ બે સહિતની પ્રક્રિયાઓ પાર ઉતારાશે.