ગૌરવ પટેલ, અમદાવાદઃ સમસ્ત રબારી સમુદાયના આસ્થા કેન્દ્ર એવા તરભ ખાતે વાળીનાથ મહાદેવના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મ્હોત્વ યોજવાનો છે...તે પૂર્વે શિવલિંગની ઠેર ઠેર શોભાયાત્રા યોજાઈ રહી છે...અમદાવાદમાં આજથી પ્રારભ થયો છે. ઉતર ગુજરાતના વિસનગર પાસે તરભ ગામ ખાતે રબારી સમુદાયની ગુરુ ગાદી આવેલી છે.. આ ગૃરુ ગાદી સ્થળે ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે.. જેમાં રબારી સમુદાયના ભગવાન વાળીનાથ મહાદેવનું સ્થાપન થવાનું છે..આ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ આગામી ૨૨ ફેબુઆરીના દિવસે યોજવાનો  છે..જેના ભાગ રૂપે રબારી સમુદાય દ્વારા ઠેર ઠેર શોભાયાત્રા યોજવામાં આવી રહી છે...સોમનાથ બાદ સૌથી મોટું શિવલિંગની સ્થાપના થવાની છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તરભ ગામ વાળીનાથ મહાદેવના મહંત પૂજ્ય જયરામગીરી બાપુએ જણાવ્યા મુજબ નવનિર્માણ થયેલ મંદિરની આગમી ફેબુઅરીમાં પ્રાણ-પ્રતિષ્ઠા મ્હોતાવ પૂર્વે વાળીનાથ ભગવાના શિવલિંગની શોભાયાત્રા યોજવામાં આવી છે. જેમાં સનાનત ધર્મના પ્રચા૨  સાથે શિવલિંગને પ્રથમ જ્યોતિલિંગ માંડીને બારેય જ્યોતિલિંગ અને ચારેય ધામ પૂજન માટે પરીભ્રમણ માટે લઈને નીકળ્યા છે, જેમાં દિવસ શોભાયાત્રા અને સાંજે શિવઅભિષેક કરીને પૂજન કરવામાં આવે છે...


તરભ ગામ વાળીનાથ મહાદેવના મહંત પૂજ્ય જયરામગીરી બાપુએ જણાવ્યા મુજબ ચાર ધામ પુજન બાદ આ શીવયાત્રા ગુજરાતમાં યોજાઈ હતી, ગુજરાત સોભાયતા બાદ આજે આજથી ૧૩ દિવસ સુધી શોભાયાત્રા અમદવાદમાં યોજાવાની છે..જેમાં આખું અમદવાદમાં શોભાયાત્રા નીકળશે અને અમદવાદીઓ ઠેર ઠેર શિવના દર્શન અને પૂજનનો લાભ લઈને શિવમય બનશે..જેમાં અતિમ દિવસે નવરંગપુરા GMDC ખાતે સમાપન થશે, જેમાં મુખ્યમત્રી ભુપેન્દ્ર પટેલ પણ જોડવાના છે...


આયોજક દિનેશ દેસાઈએ જણાવ્યુંકે, સોમનાથ પછીના શિવ મંદિર માટે સમગ્ર દેસાઈ સમુદાય દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગમી દિવસોમાં યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મ્હોત્વમાં દેશભરના સંતો મહંતોને આમત્રણ પાઠવામાં આવ્યું છે...જેમાં મુખ્ય મંદિર એવા તરભ ખાતે ૧૬ થી ૨૨ ફેબુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.


આજથી અમદવાદના નગરદેવી ભ્ર્દ્કાલીના માતાના દર્શન શીવયાત્રાનું પ્રસ્થાન થયું છે..ત્યારે બાદ આજે યાત્રા ચાંદખેડા અને સાબરમતી ખાતે પહોચી હતી, જ્યાં ઠેર ઠેર શિવયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આજે યોજાયેલી યાત્રા શહેરમાં ઠેર ઠેર બહેનોએ સામેયું કરીને આવકાર આપ્યો હતો, તેમજ શિવયાત્રામાં મોટી સખ્યામાં લોકો જોડ્યા હતા, વાજતે ગાજતે નીકળેલી યાત્રાથી શહેરવાસીઓ પણ શિવમય અને હર હેર મહાદેવ, જય વાળીનાથના નામથી શહેરની ગલીઓ ગુજી ઉઠી હતી. ૨૨ ફેબુઆરી યોજાનાર મોટા તરભ ખાતે સ્થાપના થનાર વાળીનાથ શિવના પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય આયોજન થશેમ જેમાં સાધુ સંતો સહિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમત્રણ પાઠવામાં આવ્યું છે..