-

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

-
ઝી બ્યૂરો, અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 22 ફેબ્રુઆરીએ વાળીનાથ-તરભ શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ફરી ગુજરાતની મુલાકાતે આવશે. 24 અને 25 ફેબ્રુઆરીના રોજ તેઓ દ્વારકા અને રાજકોટમાં વિકાસકાર્યોના લોકાર્પણ કરશે. આ સમય દરમિયાન પ્રધાનમંત્રી મોદી દ્વારકાધીશના દર્શન માટે જઈ શકે છે.


PM મોદીનો કાર્યક્રમ વિગતવારઃ
PM મોદી 22થી 25 ફેબ્રુ.એ ગુજરાત-વારાણસીના પ્રવાસે
22 ફેબ્રુઆરીના રોજ PM મોદી આવશે ગુજરાત
22 ફેબ્રુ.એ અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં આપશે હાજરી
અમદાવાદના નમો સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનનો કાર્યક્રમ
વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં PM આપશે હાજરી
તરભમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
કાકરાપારમાં એટોમિક પાવર પ્રોજેક્ટ સ્થળનું નિરીક્ષણ
23મી ફેબ્રુઆરીએ વારાણસીમાં રહેશે પીએમ મોદી
BHUમાં સાંસદ સંસ્કૃત પ્રતિયોગિતા વિજેતાનું સન્માન
સંત ગુરુ રવિદાસ જન્મસ્થળમાં દર્શન અને પૂજા કરશે
સંત ગુરુ રવિદાસ પાર્કમાં જનસભાને પણ સંબોધશે
બનાસ કાશી સંકુલમાં સભા અને ભૂમિપૂજન
24મી ફેબ્રુઆરીએ PM મોદી જામનગર પહોંચશે
જામનગરમાં રાત્રે રોકાણ કરશે પીએમ મોદી
25મીએ PM સૌરાષ્ટ્રને કરોડોની યોજનાની આપશે ભેટ
25મીએ સવારે 7:45 કલાકે બેટ દ્વારકા મંદિરમાં દર્શન
સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી
દ્વારકામાં કરોડોની યોજનાનું ભૂમિપૂજન-ખાતમુહૂર્ત
બપોરે રાજકોટ AIIMS પહોંચશે પીએમ મોદી
રાજકોટના રેસકોર્સ મેદાનમાં જનસભાને સંબોધશે


અમૂલનો ગોલ્ડન જ્યુબિલિ કાર્યક્રમ-
પીએમ મોદી 22 ફેબ્રુઆરીએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડેરેશનના ગોલ્ડન જ્યુબિલિ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ પીએમ મોદી મહેસાણા જિલ્લાના તરભમાં આવેલા વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. ત્યાંથી દક્ષિણ ગુજરાતના કેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા નવસારી જશે. જ્યાં જનસભાને સંબોધન પણ કરે એવી શક્યતા છે.


રાજકોટમાં ભવ્ય રેલી-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીના રોજ દ્વારકા સિગ્નેચર બ્રિજ તેમજ 25 ફેબ્રુઆરીએ રાજકોટ એઇમ્સમાં IPD સેવા, અટલ સરોવર, સ્માર્ટ સિટી તેમજ ઝનાના હોસ્પિટલના લોકાર્પણ માટે આવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, રાજકોટ શહેરમાં પીએમ મોદી ભવ્ય રોડ શો પણ કરશે.


દ્વારકાધીશના કરી શકે છે દર્શન-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દ્વારકા-બેટ દ્વારકાનો કાર્યક્રમ નક્કી થયા મુજબ તા. 24મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. તા.25મીએ દ્વારકાધીશના દર્શન કરી બેટ દ્વારકાના સીગ્નેચર બ્રિજને ખુલ્લો મુકશે. વડાપ્રધાનના આ કાર્યક્રમ માટે ગુજરાત રાજ્ય સરકાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે.


સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ-
સૂત્રોએ વધુમાં ઉમેર્યું કે, પીએમ મોદી 24મી ફેબ્રુઆરીની રાત્રે જામનગર આવશે. 25 ફેબ્રુઆરીએ તેઓ બેટ દ્વારકા મંદિરની મુલાકાત લશે અને સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ તેઓ દ્વારકાધીશના દર્શન કરવા જશે અને ત્યાં પણ સભાને સંબોધન કરશે. ત્યાર બાદ તેઓ રાજકોટ જશે અને ત્યાં રાજકોટ એઇમ્સની IPD સેવા, અટલ સરોવર તથા ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને ત્યાં પણ રેલી યોજીને જનસભા સંબોધશે.