Lok Sabha Election 2024: 37 વર્ષ સુધી કોંગ્રેસમાં રહીને લોહી પરસેવો એક કરી દેવા છતાં સતત કરાયેલી નારાજગીનો આજે બદલો લેવાનો સમય આવ્યો છે. એવું કહેવાય છે કે અર્જુનભાઈ મોઢવાડિયામાં ભાજપના નેતા અને એક સમયના કોંગ્રેસના પ્રવકતા જયરાજ સિંહ પરમારે મોટો ખેલ પાડ્યો છે. હાલમાં ભાજપની ઓપરેશન લોટસ કમિટીના સભ્ય જયરાજસિંહ પરમાર માથે મૂળ કોંગ્રેસીઓને તોડી લાવવાની જવાબદારી છે. જયરાજસિંહ પરમારના 2 દિવસ પહેલાં જ અર્જુંન મોઢવાડિયા સાથે ખાનગીમાં ચર્ચા કરતા ફોટોગ્રાફ વાયરલ થયા હતા. જ્યાં કોંગ્રેસીઓની હાજરી વચ્ચે જયરાજસિંહ પરમારે મોટો ખેલ પાડી દીધો અને કોંગ્રેસ ઉંઘતી ઝડપાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ બેઠકો 5 લાખની લીડથી જીતવા ભાજપનો ગેમપ્લાનઃ
ભાજપ 26માંથી 26 સીટો 5 લાખની લીડથી જીતવા માટે કોંગ્રેસના મજબૂત ઉમેદવારોને તોડી લાવી રહી છે.  આજે અર્જુંનભાઈના ભાજપ પ્રવેશ સમયે પણ જયરાજસિંહ પરમાર સ્ટેજ પર સાથે હતા. અર્જુંન મોઢવાડિયા એ કોંગ્રેસનું મોટું માથું હતા. એક સમયે કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂકેલા મોઢવાડિયાના ભાજપમાં જોડાવાથી પાર્ટીને ભારે ઝટકો લાગ્યો છે. એક જ દિવસમાં કોંગ્રેસના 3 નેતાઓએ આજે ભાજપ પાર્ટી જોઈન કરી લેતાં કોંગ્રેસ માટે મનોમંથનનો સમય આવી ગયો છે. મૂળ કોંગ્રેસીઓ જ હાલમાં કોંગ્રેસને તોડી રહ્યાં છે. જયરાજસિંહ પરમારે તો એટલે સુધી બળાપો ઠાલવ્યો છે કે કોંગ્રેસના 11 જમાઈઓ પાર્ટીની ઘોર ખોદી રહ્યાં છે. એમને નામ તો લીધા ન હતા. આમ છતાં જણાવ્યું હતું કે, તેઓ લોકસભા હારે તો વિધાનસભા લડે અને વિધાનસભા હારે તો લોકસભા લડે... આ લોકો ઉમેદવાર તો બની જાય અને કોંગ્રેસની ઘોર ખોદી કાઢી છે. 


કોણ છે જયરાજસિંહ પરમાર?
ક્ષત્રિય સમુદાયના અને ઉત્તર ગુજરાતના વતની છે, જ્યાં કોંગ્રેસની સારી પકડ હતી. જેઓ 37 વર્ષ સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. જેઓની કોંગ્રેસે લાંબા સમય સુધી અવગણના કરી હતી. છોડતા સમયે તેમને લખ્યું હતું કે તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બિનકાર્યક્ષમતાથી કંટાળી ગયા છે અને પાર્ટી પાંચ-છ નેતાઓની અંગત મિલકત બની ગઈ છે, જેઓ ચૂંટણી પણ જીતી શકતા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે 2007, 2012, 2017 અને 2019 (પેટાચૂંટણી) ની ચૂંટણીમાં મહેસાણાની ખેરાલુ વિધાનસભા મતવિસ્તાર માટે ટિકિટ માંગી હોવા છતાં, કોંગ્રેસ દ્વારા તેમને ઉમેદવારી આપવામાં આવી ન હતી. જેઓ ભાજપમાં જોડાયા બાદ આજે ભાજપમાં પાર્ટીના પ્રવક્તા સાથે ભાજપના ઓપરેશન લોટસ સમિતિના સભ્ય પણ છે. એક હોશિયાર નેતા હોવાની સાથે તેમની કોંગ્રેસમાં એક સમયે સારી પક્કડ હોવાથી ભાજપે આ કમિટીમાં તેમનો સમાવેશ કર્યો હતો.