ગુજરાતમાં કકળાટ! કોણ છે ભાજપના સાંસદ રંજનબેન, જે ભાજપ માટે બન્યા માથાનો દુખાવો
Who is Ranjan Bhatt: ગુજરાતમાં ભાજપે બીજી જાહેર કરતાંની સાથે કકળાટ ચાલુ થઈ ગયો છે. શિસ્ત બદ્ધ ગણાતી પાર્ટીની આબરૂના લીરેલીરા ઉડી રહ્યાં છે. ભાજપે વડોદરામાં સીટિંગ સાંસદના નામની જાહેરાત કરતાં જ ભડકો થયો છે. નેતાઓના ખુલ્લા વિરોધ બાદ આજે પોસ્ટરવોર શરૂ થઈ છે. આ જિલ્લાના પ્રભારી હર્ષ સંઘવી હોવાથી પોલીસ પણ દોડતી થઈ છે.
Who is Ranjan Bhatt: ગુજરાતમાં ભાજપના ગઢમાં ઉમેદવારની જાહેરાત બાદ વિરોધ શરૂ થયો છે. વડોદરાના નારાજ ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેંચી લેતાં મામલો ઉકેલાઈ ગયો હતો પણ હવે પોસ્ટર વોર સામે આવ્યું છે. વંસુધરા રાજે સિંધિયાના વિરોધની તર્જ પર વડોદરામાં અનામી પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તેમાં 'PM મોદી સાથે કોઈ સમસ્યા નથી, પરંતુ રંજનબેન સ્વીકાર્ય નથી' જેવા સ્લોગન લખેલા છે. વડદરા શહેરમાં લાગેલા આ બેનરોએ ભાજપને નવી મુશ્કેલીમાં મુકી દીધી છે. 2014માં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાંથી મોટી જીત મેળવી હતી. આ પછી રંજનબેન પેટાચૂંટણીમાં જીતીને સાંસદ બન્યા હતા. પાર્ટીએ તેમને 2019ની ચૂંટણીમાં બીજી વખત ટિકિટ આપી હતી. ત્યારે રંજનબેન વિક્રમી સરસાઈથી જીત્યા હતા. તેમની જીત દેશની 10 સૌથી મોટી જીતમાં સામેલ હતી, પરંતુ જ્યારે તેમને ત્રીજી વખત ટિકિટ મળી ત્યારે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.જ્યોતિ પંડ્યાએ તેમનો વિરોધ કર્યો હતો. રંજનબેનની ઉમેદવારી સામે વિરોધ બાદ હવે શહેરમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જેના પગલે ભાજપ પણ ભડકી છે. હર્ષ સંઘવી આ જિલ્લાના પ્રભારી હોવાથી હવે ક્રાઈમ બ્રાન્ચ એક્ટિવ થઈ છે. વાયરલ થયેલા સીસીટીવી બાદ ક્રાઈમ બ્રાન્ચે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે.
ભાજપે જાહેર કર્યા છે 22 ઉમેદવારો-
ભાજપે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી 22 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. માત્ર 4 સીટો માટેના નામની જાહેરાત થવાની બાકી છે. પાર્ટીએ માત્ર ચાર મહિલાઓને ટિકિટ આપી છે. આમાં રંજનબેનનું નામ પણ સામેલ છે. પાર્ટીએ અત્યાર સુધી માત્ર બે મહિલા સાંસદોને રિપીટ કરી છે. ભાજપના અત્યંત મજબૂત ગઢમાં સીટીંગ સાંસદના વિરોધને કારણે સ્થિતિ ભાજપ વિરુદ્ધ ભાજપ જેવી સ્થિતિ બની છે. આ પોસ્ટરોમાં ટિકિટ બદલવાની માંગ કરવામાં આવી છે. વડોદરાની ગણતરી ભાજપની સલામત બેઠકોમાં થાય છે. કોંગ્રેસે હજુ સુધી વડોદરા બેઠક માટે તેના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી.
કોઈનું પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર-
વડોદરામાં વિરોધ પ્રદર્શન અંગે રંજન બેન ભટ્ટ કહી રહ્યાં છે કે લોકસભા મત વિસ્તારના લોકો ખુશ છે. આ કોઈનું પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર છે. ભટ્ટે કહ્યું કે આ કાર્યવાહી ભાજપના કાર્યકરોની નથી. ભાજપના વિરોધીઓએ આ કર્યું છે. હર્ષ સંઘવી વડોદરાના પ્રભારી મંત્રી છે, જ્યારે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકસભા ક્લસ્ટર વિસ્તારના પ્રભારી છે. આ સાથે પૂર્વ ગૃહમંત્રી ગોરવધન ઝડફિયા મધ્ય ગુજરાતના પ્રભારી છે. સૂત્રોનું માનીએ તો, પક્ષમાં બધુ બરાબર ન હોવાને કારણે, વર્તમાન સાંસદે ટિકિટની જાહેરાત થયા બાદ શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત પણ લીધી નથી. હવે જોવાનું એ રહે છે કે ગુજરાતની દરેક સીટને જંગી માર્જીનથી જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી રહેલી ભાજપ આ વિપક્ષનો કેવી રીતે સામનો કરે છે.
પંચાયતથી સંસદ સુધીની સફર-
રંજનબહેને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે રાજકારણની શરૂઆત કરી હતી. તેઓએ ભાજપના ઉમેદવારને હરાવીને પ્રથમ વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ શહેરના ડેપ્યુટી મેયર પણ બન્યા. જોકે, 2014માં વડોદરાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેઓ થોડો સમય વડોદરા જિલ્લાના શહેર પ્રમુખ પણ હતા. રંજનબેન ભટ્ટના પતિ ધનંજય ભટ્ટ એલઆઈસીમાં નોકરી કરે છે. 61 વર્ષીય રંજનબેન ભટ્ટ છેલ્લા 22 વર્ષથી વડોદરામાં મહિલા ક્લબ ચલાવે છે. છેલ્લી બે ટર્મમાં તે લોકસભાની ઘણી સમિતિઓમાં રહી ચૂક્યા છે. તેમણે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. રંજનબેન ભટ્ટ પણ કબડ્ડી પ્લેયર રહી ચૂક્યા છે. રંજનબેન ભટ્ટનો જન્મ વડોદરા નજીક ભરૂચ જિલ્લાના રાયમા હાંસોટમાં થયો હતો. રંજનબેન ભટ્ટ સામે વધતા વિરોધની વચ્ચે ભાજપ પણ હવે આક્રમક મૂડમાં આવી ગઈ છે. દિલ્હી હાઈકમાન્ડે નામ મંજૂર કર્યું હોવાથી સ્થાનિકમાં સૌ ચૂપચાપ છે.