Gujarat Weather Forecast: 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન થનાર છે. ભારે ગરમી અને હીટવેવની આગાહીને પગલે તંત્ર દ્વારા મતદારોને વહેલું મતદાન કરવા અપીલ કરાઈ છે. જેથી કરીને મતદારોએ બપોરના તાપમાં હેરાન ના થવું પડે. આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડશે તેવી પણ સંભાવનાઓ વર્તાઈ રહી છે. ખાસ કરીને આવતીકાલથી આગામી 4 થી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે ગરમી અને ઉકળાટની સ્થિતિ રહેશે. હવામાન વિભાગ દ્વારા જેને લઈને 5 દિવસ હિટવેવની આગાહી કરી છે. જેને પગલે મતદાનના દિવસે લોકોએ આકરી ગરમી સહન કરવી પડશે, અમદાવાદમાં 7 મેના રોજ 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતીકાલે મંગળવારે 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મતદાન વચ્ચે ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રી અથવા તેને પાર પહોંચે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે તંત્ર દ્વારા યલો અલર્ટ પણ જાહેર કરાયું છે. જેથી કામ વિના ઘરેથી બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં તંત્ર દ્વારા મતદાનને લઈને પણ ખાસ અપીલ કરાઈ છે. ભારે ગરમીની સ્થિતિને જોતા તંત્ર દ્વારા અપીલ કરાઈ છેકે, મતદારોએ ગરમીમાં હેરાન ના થવું પડે તે આશયથી સવારે વહેલું મતદાન કરવા પ્રયાસ કરવો. એજ કારણે ગુજરાતમાં મતદાનના દિવસે નવું ટેન્શન આવ્યું છે. કારણ કે, હવામાન વિભાગે આ દિવસે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં મતદાનના દિવસે ગરમીના પારો ઉંચકાવાનો છે. 


ગરમીને કારણે બપોર પહેલા મતદાન કરવા તંત્રની અપીલઃ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન હવે શરૂ થયુ ગયું છે. એની સાથો સાથ ગરમીનો પારો પણ સતત ઉપર પહોંચી રહ્યો છે. 7 મેના મતદાન છે ત્યારે  અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેથી મતદારોએ બપોર પહેલા મતદાન કરી લેવુ હિતાવહ રહેશે. બપોર બાદ કાળઝાળ ગરમીમાં શેકાવું પડશે. 


મહત્ત્વનું છેકે, આજે સાયક્લોનિક સર્ક્યુલેશન મેં અસરના કારણે ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે. ખાસ કરીને અમદાવાદમાં મહત્તમ તાપમાન ઘટીને 39.2 ડિગ્રી નોંધાયુ છે. એજ કારણ છેકે, આજે મોટાભાગના જિલ્લાઓમાં ગરમીમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાજ્યના ભાવનગર જિલ્લામાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન જ્યારે અમરેલીમાં 40.8 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર સહિત કચ્છના કેટલાક વિસ્તારોમા યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.


આજથી ગુજરાતમાં હિટવેવ ની આગાહીઃ (જાણો તાપમાન)
 ડીસા 38.7 ડિગ્રી 
 વલ્લભ વિદ્યાનગર 39.5 ડિગ્રી 
 વડોદરા 39.8 ડિગ્રી 
 સુરત 40 ડિગ્રી 
 વલસાડ 38.4 ડિગ્રી 
 દમણ 36.6 ડિગ્રી 
 ભુજ 37.4 ડિગ્રી 
 નલિયા 34.2 ડિગ્રી 
 કંડલા એરપોર્ટ 39.1 ડિગ્રી 
 દ્વારકા 30.6 ડીગ્રી 
ઓખા 33.1 ડિગ્રી 
પોરબંદર 36 ડિગ્રી 
રાજકોટ 37 ડીગ્રી 
વેરાવળ 32.4 ડીગ્રી 
દીવ 38.1 ડિગ્રી 
સુરેન્દ્રનગર 39.8 ડિગ્રી
 કેશોદ 38.6 ડીગ્રી


હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા કહ્યું કે, મતદાન સમયે અમદાવાદમાં આકરી ગરમી પડવાની છે. ગુજરાતના બાકીના જિલ્લાઓ કરતા મતદાન સમયે અમદાવાદમાં 7 મેના રોજ ગરમીનું પ્રમાણ વધારે રહેશે. અમદાવાદમાં 7 મે ના રોજ 42 ડિગ્રી તાપમાન નોંધાશે. તો ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન રહી શકે છે.