Video Viral: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો એક વીડિયો હાલ વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જો આ વિડિયો વાલીઓ જોઈ લેશે તો પોતાના બાળકોને સ્કૂલે મોકલવાનું જ બંધ કરી દેશે.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છેકે, એક જીપડાલામાં 50 જેટલાં વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા છે. ખીચોખીચ ઘેટ-બકરાંની જેમ વિદ્યાર્થીઓને આ જીપમાં ભરીને લઈ જવામાં આવ્યા હતાં.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ભાભરના કપુરપુરા ગામની પ્રાથમિક શાળાનો આ વિડિયો છે. જેમાં વિદ્યાર્થીઓ એક વાહનમાં ખીચોખીંચ ભારવામાં આવ્યાં હતાં. 50 વિદ્યાર્થીઓની સાથે 4 શિક્ષકોએ પણ જોખમી મુસાફરી કરી હતી. ભાભરના કપુરપૂરાથી દિયોદરની સણાદર બનાસડેરી પહોંચ્યા હતા આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ.

DEOની કોઈપણ જાતની પરમિશન ન લીધું હોવાનો શિક્ષકનો સ્વીકારઃ         
વડોદરામાં ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓ બોટમાં બેસી જતાં બોટ પલટી ગઈ હતી. જેમાં 12 વિદ્યાર્થીઓની સાથે 2 શિક્ષકોના પણ મોત થયા હતા. આ ઘટના પછી જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ આપ્યો હતો કે કોઈપણ જાતનો પ્રવાસ કરતાં પહેલાં તેમની મંજૂરી લેવી ફરજીયાત છે. પરંતુ અહીંયા તો DEOની મંજૂરી પણ લેવામાં આવી નહોતી અને જીપડાલામાં ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. ત્યારે જો કોઈ અકસ્માત જેવી ઘટના બની હોય તો કોણ જવાબદારી લેત? હાલ તો આ મામલે શાળાના સંચાલકોની સાથે સાથે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સામે પણ પગલાં લેવાની જરૂર છે.. કેમ કે શાળાએ તો ભૂલ કરી. પરંતુ ટ્રાફિક પોલીસે ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થઓ ભરેલ વાહનને ન રોકીને સૌથી મોટી ભૂલ કરી.

વડોદરામાં હાલમાં જ બની હતી આવી ઘટનાઃ