નવી દિલ્હીઃ ગુજરાતીમાં કહેવત છેને ખાયા પિયા કુછ નહીં અને ગિલાસ તોડા બાર આના... આવી જ સ્થિતિ ગુજરાતના આ બોર્ડમાં થઈ છે. ચૂંટણી પહેલાં નિમણુંકો થઈ અને નેતાઓ પદ સંભાળે એ પહેલાં જ બોર્ડને વિેખેરી નાખવામાં આવ્યું છે. આમ નેતાઓ ફક્ત મનથી ડિરેક્ટર બની ગયા પણ ખરેખર પદ મળ્યું નથી. નિમણૂકનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોચ્યા બાદ વિવાદ વધતાં સરકારે ગુજરાત વકફ બોર્ડને વિખેરી નાંખ્યુ છે. આમ ચૂંટણી પહેલાંનો આ લોલિપોપ સાબિત થયો છે. થોડા દિવસો પહેલાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં નિમાયેલાં સભ્યો મુદ્દે થયેલા વિવાદ સર્જાયો હતો. આ આખોય મામલો છે ક ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. આખરે રાજ્ય સરકારે ગુજરાત વકફ બોર્ડને વિખેરી નાંખવા મજબૂર થવુ પડ્યું હતું. આમ આ વિવાદમાં ડિરેક્ટર બની જનારને ઝટકો લાગ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપે આ બોર્ડમાં ૧૨ ડિરેક્ટરોની નિમણુંક કરી હતી. જેઓએ હોદ્દો ભોગવ્યા વિના ઘરભેગા થવું પડ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપે હજ કમિટી ઉપરાંત ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં ડિરેક્ટરપદે નિમણૂંક કરી હતી. ગુજરાત વકફ બોર્ડમાં ભાજપા નેતાઓને પદ મળી ગયા હતા.સંગઠન સાથે જોડાયેલાં ૧૨ મુસ્લિમ આગેવાનોની ડિરેક્ટર તરીકે નિમણૂંકો કરવામાં આવી હતી. જોકે, આનિમણૂંકને લઇને વિવાદ સર્જાયો હતો.


કહેવાય છે કે એવો વિવાદ હતો કે, વકફ બોર્ડના ધારાધોરણોને કોરાણે મૂકીને નિમણૂંકો કરાઇ હતી. આ આખોય મામલો છેક ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો જયાં સરકાર પક્ષે પણ આ વાતને કબૂલ કરવામાં આવી હતી. આખરે ગુજરાત રાજ્ય કાયદા વિભાગે નોટિફિકેશન બહાર પાડીને ગુજરાત રાજ્ય વકફ બોર્ડને વિખેરી નાખ્યું છે. આમ સરકારે સંગઠનના અધિકારીઓને પદો આપવાનો પ્રયાસ કર્યો હતો પણ હાઈકોર્ટમાં મામલો પહોંચતાં સરકારે પીછેહઠ કરવી પડી હતી. 


સરકારના આ નિર્ણયને પગલે ભાજપના ૧૨ હોદ્દેદારો વકફ બોર્ડમાં હોદ્દો ભોગવ્યા વિના જ ઘરભેગા થયા હતાં. હવે લોકસભાની ચૂંટણીઓ નજીક આવશે ત્યારે બોર્ડ નિગમોમાં નિમણૂંકોનો દોર શરૂ થશે તે વખતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં નિમણૂંક થશે તેવી ચર્ચા છે. અત્યારે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ એમ.ડી વહીવટી અધિકારીને હવાલે ગયું છે. આમ ભાજપના નેતાઓને ઝટકો લાગ્યો છે.