• વલસાડનું ગોવાડા ગામ ચૂંટણી સમયે વહેંચાઈ જાય છે બે ભાગમા 

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    એક જ ગામના લોકો અલગ અલગ રાજ્ય માટે કરે છે મતદાન

  • કેટલાક લોકો વલસાડ તો અન્ય લોકો પાલઘર માટે કરશે મતદાન

  • કેટલાક ગુજરાત અને કેટલાક મહારાષ્ટ્રની મતદાર યાદીમાં

  • એક જ ફળિયાના પાડોશીઓ અલગ રાજ્યમાં કરે છે મતદાન


ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં આગામી 7મી તારીખે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતની તમામ 26 બેઠક પર આવેલા ગુજરાતના મતદારો સાતમી તારીખે મતદાન કરશે. પરંતુ રાજ્યના છેવાડે આવેલું વલસાડ જિલ્લાનું એક ગામ એવું છે જેની અડધી પબ્લિક ગુજરાતમાં તો અડધી પબ્લિક મહારાષ્ટ્રમાં મતદાન કરશે.


જાણીને ચોંકી ગયા ને...પણ આ હકીહત છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું ગોવાડા ગામ આ કારણસર એક અનોખા ગામ તરીકે ઓળખાય છે. આ ગામ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલું છે. જેના કારણે સીમાંકન કહો કે વિભાજન કહો પણ આ ગામની કિસ્મતમાં અડધી પબ્લિકના હિસ્સે ગુજરાત આવ્યું છે તો અડધી વસ્તીના ભાગે મહારાષ્ટ્ર આવ્યું છે.


આ ગામના લોકોનું કિસ્મત એવું છેકે, કેટલાક લોકો ગુજરાતની વલસાડ લોકસભા બેઠક વખતે સાતમી તારીખે મતદાન કરશે તો.. તેમના જ કેટલાક પડોશીઓ 26 તારીખે મહારાષ્ટ્રની પાલઘર લોકસભા બેઠક માટે મતદાન કરશે. આમ એક જ ફળિયામાં રહેતા બે પડોશીઓ માટે મતદાન વખતે ન માત્ર લોકસભાની બેઠક પરંતુ આખું રાજ્ય જ બદલાઈ જાય છે. આ ગામમાં પ્રાથમિક સુવિધાઓ ગુજરાતની મળે છે. પરંતુ ચૂંટણી સમયે અલગ લોકસભા બેઠક લાગુ પડે છે.


ગોવાડા એ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલું છેક છેવાડાનું ગામ છે. આજકાલનું નહીં પણ ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના થઈ ત્યારથી આ ગામમાં આ રીતે જ મતદાન થાય છે.