Lok Sabha Election Survey: આજે લોકસભાની ચૂંટણી થાય તો ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? જોઈ લો પરિણામ
Lok Sabha Election Survey: લોકસભાની ચૂંટણીને હજુ સમય છે, પરંતુ રાજકીય પક્ષોની તૈયારીઓને કારણે દેશમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે 400 પારનો નારો આપ્યો છે. આ બધાની વચ્ચે નવભારત ટાઈમ્સ નાઉએ એક સર્વે કર્યો છે. જેમાં ચેનલે અનુમાન લગાવ્યું છે કે ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં દરેક પક્ષને કેટલી સીટો મળશે.
Lok Sabha Election 2024: ગુજરાતમાં ભાજપ લાંબા સમયથી રાજ્યમાં સત્તા પર છે. છેલ્લી બે ચૂંટણીઓથી પાર્ટી રાજ્યની તમામ 26 બેઠકો જીતી રહી છે. શું પાર્ટી ત્રીજી વખત પણ ક્લીન સ્વીપ કરી શકશે? કે શું તે ફરીથી ચૂકી જશે? ETG Times Now નવભારત સર્વેના સર્વેમાં જુઓ કઈ પાર્ટીને કેટલી સીટો મળી રહી છે. લોકસભાની ચૂંટણીને હજુ સમય છે, પરંતુ રાજકીય પક્ષોની તૈયારીઓને કારણે દેશમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે 400 પારનો નારો આપ્યો છે.
આ બધાની વચ્ચે નવભારત ટાઈમ્સ નાઉએ એક સર્વે કર્યો છે. જેમાં ચેનલે અનુમાન લગાવ્યું છે કે ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં દરેક પક્ષને કેટલી સીટો મળશે. ટાઇમ્સ નાઉ નવભારત અને ઇટીજી સર્વે (ETG Times Now Navbharat Survey) એ ખુલાસો કર્યો છે કે જો હવે લોકસભાની ચૂંટણી યોજાશે તો ગુજરાતમાં ભાજપને મોટી લીડ મળશે.
ગુજરાતમાં 26 બેઠકો-
સર્વેમાં સામે આવ્યું છે કે પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં કોઈની પણ દાળ ગળવાની નથી. પાર્ટી સતત ત્રીજી વખત ક્લિન સ્વીપ કરશે. ભાજપે 2014 અને 2019ની ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતી હતી. કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. તો નવભારત ટાઈમ્સ નાઉના સર્વેમાં સામે આવ્યું છે કે કોંગ્રેસ એક પણ બેઠક જીતવાની સ્થિતિમાં નથી. જો હાલ ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નહીં મળે. સર્વેમાં ત્રણેય પક્ષોની મત ટકાવારીનો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે. સર્વે અનુસાર ભાજપને 60.70 ટકા વોટ શેર મળી શકે છે. આમ આદમી પાર્ટીને 7.80 ટકા વોટ મળી શકે છે જ્યારે કોંગ્રેસને 27.60 ટકા વોટ મળવાની ધારણા છે. 3.90 ટકા મત અન્યને જવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.
રાજ્યમાં 156ની સરકાર-
હાલમાં ગુજરાતમાં ભાજપ સૌથી મજબૂત છે. ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 182માંથી 156 બેઠકો જીતી હતી. કોંગ્રેસ 17 અને AAP 5 બેઠકો સુધી પહોંચવામાં સફળ રહી હતી. આ પછી ભૂપેન્દ્ર પટેલ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. હાલ રાજ્ય સંગઠનની કમાન નવસારીના સાંસદ સી.આર.પાટીલ પાસે છે. તેમણે 2024ની ચૂંટણીમાં પાંચ લાખના માર્જિનથી ક્લીન સ્વીપ કરવાની જાહેરાત કરી છે.