ગુજરાતમાં અત્યાર સુધી પડ્યો સિઝનનો કેટલો વરસાદ? રાજ્યના જળાશયોમાં કેટલું છે પાણી?
Gujarat Rainfall Data: રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું: સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં સરેરાસ એક ઇંચથી ઓછો વરસાદ. ટોટલ વરસાદનો આંકડો જાણીને ચોંકી જશો.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 25 ટકા વરસાદ
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પ્રમાણમાં ઓછો વરસાદ
સૌથી વધુ સૌરાષ્ટ્ર-કચ્છમાં 35 ટકા વરસાદ નોંધાયો
દક્ષિણ ગુજરાતમાં પણ વરસ્યો સિઝનનો 27 ટકા વરસાદ
ઉત્તર ગુજરાતમાં માત્ર 18 ટકા વરસાદ નોંધાયો
મધ્ય ગુજરાતમાં પણ હજુ સુધી 16 ટકા વરસાદ વરસ્યો
Gujarat Monsoon: રાજકોટના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઈંચ જેટલો વરસાદ: રાજ્યના ૬ તાલુકાઓમાં ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૫ ટકાથી વધુ : સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૪.૯૪ ટકા વરસાદ નોંધાયો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં, જુનાગઢના વંથલી, માણાવદર અને માળિયા હાટીના તાલુકામાં તેમજ બનાસકાંઠાના ભાભર તાલુકાને મળી કુલ ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.
વિરામ બાદ રાજ્યમાં વરસી સાર્વત્રિક મેઘમહેર
24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસ્યો વરસાદ
રાજ્યના 63 તાલુકામાં વરસ્યો 1 ઈંચથી વધુ વરસાદ
રાજ્યમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં સવા 5 ઈંચ વરસાદ
ગીસોમનાથના વેરાવળમાં 5 ઈંચ વરસાદ પડ્યો
જૂનાગઢ જિલ્લાભરમાં મેઘરાજાએ જમાવટ કરી
વંથલી, માણાવદર, માળિયાહાટીનામાં 4થી 4.5 ઈંચ વરસાદ
જૂનાગઢના કેશોદ અને મેંદરડામાં પણ 3.5 ઈંચ વરસાદ
બનાસકાંઠાના ભાભરમાં વરસ્યો 4 ઈંચ વરસાદ
અમરેલીના લાઠીમાં 3.5 ઈંચ વરસાદ
ધોરાજી, ભાણવડ, રાણાવાવમાં 3.5 ઈંચ વરસાદ
મહેમદાબાદ, ચોટીલામાં પણ 3 ઈંચ વરસાદ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૦ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ ૩૪.૯૪ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ ૩૪.૮૫ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૨૭.૨૧ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર ૧૭.૭૫ ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો ૧૬.૩૨ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યના 2 જળાશયમાં 90 ટકાથી વધુ પાણી
3 જળાશયમાં 80થી 90 ટકા પાણી
6 જળાશયમાં 70થી 80 ટકા પાણી
195 જળાશયમાં 70 ટકાથી ઓછું પાણી
રાજ્યના 207 જળાશયોમાં કુલ 38.76 ટકા પાણી
ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 25.69 ટકા પાણી
મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 40.42 ટકા પાણી
દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 34.29 ટકા પાણી
સારા વરસાદથી રાજ્યના ડેમ અને જળાશયો છલકાયા
જામનગરનો વાગડિયા ડેમ છલોછલ ભરાયો
સુરેન્દ્રનગરનો વણસલ ડેમ પાણીથી ભરાયો
સૌરાષ્ટ્રના 2 ડેમ નવા નીરથી છલકાયા
સૌરાષ્ટ્રના 141 ડેમમાં 23.32 ટકા પાણી
સરદાર સરોવર ડેમમાં 50.04 ટકા પાણી
કચ્છના 20 ડેમમાં 20.89 ટકા પાણીનો જથ્થો
આ ઉપરાંત મહેમદાબાદ, રાણાવાવ, ભાણવડ, ધોરાજી, લાઠી, મેંદરડા, કેશોદ અને તલાલા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે બગસરા, નખત્રાણા, અંજાર, પોરબંદર, માતર, જામકંડોરણા, ગાંધીધામ, ખેડા, કુતિયાણા, વિસાવદર અને જૂનાગઢના માંગરોળ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે ૩૨ જેટલા તાલુકામાં એક ઈંચથી વધુ અને ૧૦૪ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.