પત્તુ કપાતા ભાજપના પૂર્વ સાંસદે કાર્યક્રમોમાં જવાનું કર્યું બંધ, દિલ્લી દરબારમાં પડી ખબર
વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવી એ એક શિસ્તની વાત છે. ભાજપમાં નાનો કાર્યકર હોય કે મોટા નેતા એક અવાજ પર દરેકે પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પહોંચી જ જવાનું હોય છે. જોકે, અહીં આ નેતાજીની નારાજી સામે આવી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ લોકસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ દ્વારા પોતાની પહેલી યાદી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટ સોલંકીનું પત્તુ કપાતા નેતાજી નારાજ થયા છે. નારાજગીનો મુદ્દે એટલે સામે આવ્યો કે નેતાજીએ હવે પાર્ટીના કાર્યક્રમોમાં જવાનું બંધ કરી દીધું છે. આ અમે નથી કહી રહ્યાં આ પરિસ્થિતિ એનો ઈશારો કરી રહી છે. વિવિધ કાર્યક્રમોમાં પહેલાં મહાલતા નેતાજી હવે કાર્યક્રમોથી દૂર ભાગી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. અને આ બાબતની ખબર હવે દિલ્લીના દરબારમાં પણ પડી ગઈ છે.
વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવી એ એક શિસ્તની વાત છે. ભાજપમાં નાનો કાર્યકર હોય કે મોટા નેતા એક અવાજ પર દરેકે પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પહોંચી જ જવાનું હોય છે. જોકે, અહીં આ નેતાજીની નારાજી સામે આવી છે. અમદાવાદ પૂર્વથી ત્રણ ટર્મ પાર્ટીએ જે નેતાને ટીકિટ આપીને દિલ્લીમાં બેસવાનો મોકો આપ્યો, સંસદ સભ્ય બનાવ્યા હવે એ નેતા ટિકિટ ન મળતા કાર્યક્રમોમાંથી ગાયબ થઈ ગયા છે. પૂર્વ સાંસદે કિરીટ સોલંકીએ કાર્યક્રમોમાં જવાનું બંધ કરી દીધું હોવાની વાત આ નેતાની પાર્ટીના સરકારી કાર્યક્રમો અને પક્ષના કાર્યક્રમોમાં ગેરહાજરીનો રિપોર્ટ દિલ્હી સુધી પહોંચ્યો છે. જોકે, સમગ્ર મામલે હજુ સીધું ખુદ કિરિટ સોલંકીએ કોઈ ફોટ પાડ્યો નથી.
નેતાજીની નારાજગી ચર્ચાનો મુદ્દોઃ
હાલમાં જ અમદાવાદમાં પાલડી અંડરપાસનું ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં મહેમાન તરીકે કિરિટ સોલંકીનું નામ હોવા છતાં તેઓ પહોંચ્યા નહોતા. સોમવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ બ્રિજ ખુલ્લો મુકાયો હતો. જોકે અંડરપાસના ઉદઘાટન કરતાં વધુ ડો. - કિરીટ સોલંકીની ગેરહાજરી ચર્ચાનો - વિષય બની હતી. શહેર ભાજપના આગેવાનોમાં તો એવો પણ ગણગણાટ છેકે, ડૉ. સોલંકીને ખાનપુર કાર્યાલય ક્યાં છે તેની પણ ખબર ન હતી ત્યારે પાર્ટીએ ટિકિટ આપી દિલ્હી મોકલ્યા હતા. તેમની પાસે ભાજપનું સભ્યપદ ન હતું છતાં તેમને ખભે ઊંચકીને ફર્યા છીએ.
આ વખતે પાર્ટીએ જમીન સાથે જોડાયેલાં નેતાને આપી ટિકિટઃ
73 વર્ષીય ડૉ. સોલંકીને પાર્ટીએ ત્રણ વખત સળંગ લોકસભા ટિકિટ આપી હોવા છતાં તેમના બદલે હવે પાર્ટીએ જમીન સાથે જોડાયેલા કાર્યકર્તાને ટિકિટ આપવાની જાહેરાત કરી છે ત્યારથી ડો. સોલંકીએ સરકારી કે પાર્ટીના કોઈ કાર્યક્રમમાં હાજરી આપવાનું જ બંધ કરી દીધું છે. ભાજપે શનિવારે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે દિનેશ મકવાણાની જાહેરાત કરી છે. દિનેશ મકવાણાએ ડૉ. સોલંકીના ઘરે જઈ મુલાકાત પણ કરી હતી. ભાજપના આગેવાનો કહે છે કે, ખરેખર કિરીટભાઈએ ખેલદિલી બતાવાની જરૂર છે. તેમને પાર્ટીએ ખૂબ આપ્યું છે. તેમના દીકરા પાસે શહેરની મોટા ભાગની હોસ્પિટલોમાંથી મેડિકલ વેસ્ટ ક્લેક્ટ કરવાનો કોન્ટ્રાક્ટ છે. તાજેતરમાં તેમણે હેલિકોપ્ટર લીધું હતું તે વાતથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નારાજ થયા હતા. કિરીટ સોલંકીની ગેરહાજરીનો રિપોર્ટ દિલ્હી સુધી પહોંચ્યો છે.