ધવલ પટેલ, નવસારીઃ એક તરફ ગુજરાતમાં આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો છે. ત્યાં બીજી તરફ ભૂકંપના આંચકાથી પણ લોકોમાં ફફડાટ ઉભો થયો છે. ગુજરાતના નવસારી જિલ્લામાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ફરી ભૂકંપનો આંચકો નોંધાયો છે. સવારે 10:27 મિનિટે 3.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનુ કેન્દ્ર બિંદુ વાંસદાથી 37 કિલોમીટર દૂર વલસાડ નજીક નોંધાયુ છે. વાંસદા અને ચીખલીના ગામોમાં પણ લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા છે. વાંસદા પંથકમાં છેલ્લા બે મહિનામાં વારંવાર ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. ત્યારે સવાલ એ પણ થાય છેકે, આખરે વારંવાર ભૂકંપ કેમ આવે છે. ભૂકંપ આવવા પાછળનું કારણ શું હોય છે એ સમજવાની પણ જરૂર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ આવે છે ભૂકંપ?
ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.


રિક્ટર સ્કેલ        આંચકાની અસર
0 થી 1.9          ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે. 
2 થી 2.9          હળવા કંપન
3 થી 3.9          કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
4થી 4.9           બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે. 
5 થી 5.9          ફર્નીચર હલે છે. 
6થી 6.9           ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે. 
7થી 7.9           ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
8 થી 8.9          ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે. 
9 કે તેથી વધુ    સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી.