પોતાના ભાઈનો પણ ના થયો ભંડારી! પહેલાં પણ થઈ છે અનેક ફરિયાદો, આ કેસમાં પોલીસ ભરાઈ
શૈલેષ ભંડારી એક નંબરનો ઠગ છે. જેને બચાવવાના પ્રયાસમાં પોલીસ અધિકારીઓ પણ ભરાયા છે. શૈલશ ભંડારી સામે આ પહેલાં પણ આક્ષેપો થઈ ચૂક્યા છે. જેને કંપનીના નામે ઈન્ડિયન ઓવરસીસ બેંક પાસેથી બે લોન લીધી હતી. પહેલાંથી જ ઠગ હતો શૈલેષ ભંડારી...જાણો બીજી કરતૂતો...
ઝી બ્યૂરો, અમદાવાદઃ ઇલેક્ટ્રોથર્મ સ્ટીલ 2004થી ગુજરાતના કચ્છમાં તેના ઉત્પાદન એકમમાંથી ગુણવત્તાયુક્ત સ્ટીલ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. જેની કોર્પોરેટ ઓફિસ સેટેલાઈટ અને પેલોડિયા આવેલી છે. ET TMT BARS ગુજરાતમાં સૌથી વધુ પસંદગીની અને અગ્રણી TMT બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે અને તેનું પ્રીમિયમ છે. ઈલેક્ટ્રોથર્મ કંપની શરૂ થઈ ત્યારથી લઈને 2020 સુધી મુકેશ ભંડારી કંપનીમાં ચેરમેન હતા, જેઓ કંપનીની ટેક્નિકલ અને પ્રોડક્ટને લગતું કામ જોતા હતા. જ્યારે શૈલેષ ભંડારી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પદે ફાઈનાન્સિયલ મેટર અને બેંકના તમામ વહેવારો સંભાળતો હતો. શૈલેશ ભંડારી સામે કચ્છમાં એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ફસાયા છે. 6 પોલીસ અધિકારી સહિત 19 સામે ફરિયાદ થઈ છે. આ કેસમાં કંપનીના એક પૂર્વ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. શૈલેષ ભંડારી સામે આ એક નહીં અગાઉ પણ ફરિયાદો થઈ ચૂકી છે.
પોલીસ અધિકારીઓ પણ ભરાયાઃ
શૈલેશ ભંડારી એક નંબરનો ઠગ છે. જેને બચાવવાના પ્રયાસમાં પોલીસ અધિકારીઓ પણ ભરાયા છે. શૈલશ ભંડારી સામે આ પહેલાં પણ આક્ષેપો થઈ ચૂક્યા છે. જેને કંપનીના નામે ઈન્ડિયન ઓવરસીસ બેંક પાસેથી બે લોન લીધી હતી. જેમાં 100 કરોડની શોર્ટટર્મ લોન 2010માં અને કેસ ક્રેડીટ ફેસીલીટીની 100 કરોડની લોન લીધી હતી. બંને લોન 6 મહિના માટે લેવામાં આવી હતી. લોનના દસ્તાવેજોમાં ચેરમેન તરીકે મુકેશભાઈ ભંડારીની સહીઓ કરાઈ હતી. ત્યારે તેમણે દાવો કર્યો છે કે આ સમયગાળા દરમિયાન તેઓ વિદેશમાં હતા. ત્યારે હાજરી ન હોવા છતાં તેમની સહી કરીને 100-100 કરોડની બે લોન લીધી હતી.
કરોડો રૂપિયાના ભંડોળનો દુરુપયોગઃ
આ સિવાય બીજો આક્ષેપ એ પણ હતો કે, એપલ કોમોડિટીઝ પાસેથી કોલસો ખરીદવા અને કેસલસાઈન પાસેથી હોમ સ્ટ્રીપ્સ મિલ ખરીદવા ફંડ ટ્રાન્સફર કર્યું હતું પરંતુ વાસ્તવમાં કોલસો કે હોમ સ્ટ્રીપ મિલ પ્રોડક્ટ ઇલેક્ટ્રોથર્મમાં આવ્યા જ નહોતા. એટલું જ નહીં આરોપીઓએ એવું જુઠ્ઠાણું ચલાવ્યું હતું કે. આ કોલસો બારોબાર વિકટ્રી રીચ ટ્રેડિંગ પ્રા.લિ ને વેચી માર્યો છે એટલું જ નહીં આરોપી એમડી શૈલેષ ભંડારીએ કોઈપણ કાયદાકીય પ્રોસિજર અનુસર્યા વિના રૂપિયા ૩૪ કરોડ વર્ષ ૨૦૧૫-૧૬ માં વિક્ટ્રી રિચ ટ્રેડિંગ લિ.ની તરફેણમાં રાઇટ ઓફ કર્યા હતા. ઉપરાંત અગાઉ ૨૦૦૭ માં પણ કેસલસાઇન પીટીઇ લિ માં સ્ક્રેપ ખરીદવા રૂપિયા ૧૨.૩૧ કરોડની એસબીઆઇ માંથી લેટર ઓફ ક્રેડીટ મારફતે ટ્રાન્સફર કર્યા હતા. આમ શૈલેષ ભંડારી અને તેના મળતિયાઓ દ્વારા ઇલેક્ટ્રોથર્મના કરોડો રૂપિયાના ભંડોળનો દુરુપયોગ અને નાણાકીય ઉચાપત માટે બોગસ ફર્મ ઊભી કરી બહુ જ મોટા પ્રકારનું, ગંભીર અને સંવેદનશીલ કૌભાંડ આચરાયું હતું. આરોપીએ કંપનીના સેંકડો નિર્દોષ શેરહોલ્ડર્સના મહેનત-પરસેવાના કરોડો રૂપિયા ડુબાડી તેઓની સાથે ગંભીર પ્રકારનો વિશ્વાસઘાત અને છેતરપીંડી આચર્યા હોવાના પણ તેમની પર આક્ષેપો થઈ ચૂક્યા છે.
છેતરપિંડી અને વિશ્વાસઘાતની અનેક ફરિયાદોઃ
સાંતેજ પોલીસ મથકે શૈલેષ ભંડારીના ભાઈ મુકેશ ભંડેરીએ 200 કરોડ રૂપિયાની લોન મેળવી છેતરપીંડી વિશ્વાસઘાત કરી પોતાની સતાનો દુરુપયોગ કર્યો હોવાની ફરિયાદ અગાઉ નોંધાઈ છે. કલોલ તાલુકાના પલોડિયા ગામે આવેલા ઇલેક્ટ્રોથમ કંપનીમાં બે ભાઇઓ વચ્ચેના ઝઘડામાં શૈલેષ ભંડારીએ કંપની પર કબ્જો મેળવવા માટે ઉન્સરો સાથે ઘુસી ગયો હતો. જોકે ચોરી કરવાની પણ કોશીષ કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે તાત્કાલીક એક્શન લઇ 26 બાઉન્સરની ધરપકડ કરી હતી.
પહેલાં પણ નોંધાઈ હતી ઢગલો ફરિયાદોઃ
શૈલેષ ભંડારી વિરુદ્ધ એક નહિ આ પહેલાં પણ પાંચ ફરિયાદો નોંધાઈ છે. જેમાં પ્રોહીબિશન,આર્મ્સ એક્ટ અને હવે છેલ્લી ફરિયાદ પરિવાર સાથે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં પોતાના ભાઈ મુકેશ ભંડારી આક્ષેપ કર્યા છે કે 30 એપ્રિલ 2011થી 19 મેં 2011 સુધી વિદેશ પ્રવાસે હતા તે સમય દરમિયાન પોતાના ભાઈ શૈલેષ ખોટા દસ્તાવેજો બનાવી ખોટા જમીનદાર મેળવી આ લોન મેળવી હતી. જેની સામે બેંક તરફથી રૂપિયા 315 કરોડની નોટિસ મોકલતા આ મામલો સામે આવ્યો હતો. મહત્વનું છે કે શૈલેષ ભંડારી વિરુદ્ધ અગાઉ વર્ષ 2019માં મુકેશ ભંડારીએ સીઆઇડીમાં વધુ એક છેતરપીંડી ફરિયાદ નોંધાવી હતી જેમાં પણ ખોટી સાઈન કરી લોન મેળવી હતી જેની તપાસ સીઆઇડી ક્રાઇમમાં થઈ રહી છે. આમ શૈલેષ ભંડારી સામે જેતે સમયે આ પ્રકારના કેસો નોંધાયેલા છે. આ કેસ એ નવો નથી એ પહેલાંથી ઠગ છે. કચ્છના કેસમાં પોલીસે શૈલેષ ભંડારીને બચાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં આખરે પોલીસ ફરિયાદ થઈ છે.