PM મોદીએ છેલ્લાં એક વર્ષમાં ગુજરાતને કઈ-કઈ મોટી ભેટ આપી, જાણો સંપૂર્ણ વિગતો
PM Modi: છેલ્લા 1 વર્ષમાં વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં કરવામાં આવેલ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. એ પણ જાણવા જેવું છેકે, છેલ્લાં એક વર્ષમાં જ પીએમ મોદી ગુજરાતને કેટલાં વિકાસકાર્યોની ભેટ આપી છે.
PM Modi/ગાંધીનગરઃ ગુજરાત નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલાં વડનગરમાં જન્મેલા નરેન્દ્ર દામોદરદાસ મોદીએ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં રહીને સેવા કાર્યો કર્યાં. સંઘ સાથે જોડાયા બાદ તેમણે ગુજરાતમાં અને દેશભરમાં ખુબ પ્રવાસ કરીને લોકોની સમસ્યાઓના નિવારણ માટે કામો કર્યા. એટલું જ નહીં નરેન્દ્ર મોદી ગુજરાતમાં 13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યાં. જેમાં તેમણે ગુજરાત માટે અનેકવિધ વિકાસ કર્યો કર્યાં. ત્યાર બાદ વર્ષ 2014માં ભારતના પ્રધાનમંત્રી બન્યા બાદ પણ પીએમ મોદીનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ સહેજ પણ ઘટ્યો નથી.
સમયાંતરે પીએમ મોદી ગુજરાતને અનેકવિધ ભેટ આપતાં રહ્યાં છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓ શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, ગુડ ગર્વનન્સની વાત હોય, કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ અને આરોગ્ય કે પછી યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસની વાત હોય દરેક ક્ષેત્રે તેમણે ગુજરાત પર અપાર પ્રેમ વરસાવ્યો છે. મોદી સરકાર હાલ તેના 9 વર્ષ પુરા થયાની ઉજવણી કરી રહી છે. ત્યારે એ પણ જાણવા જેવું છેકે, છેલ્લાં એક વર્ષમાં જ પીએમ મોદી ગુજરાતને કેટલાં વિકાસકાર્યોની ભેટ આપી છે.
છેલ્લાં એક વર્ષમાં PM મોદીએ ગુજરાતને આપેલી ભેટઃ
• સપ્ટેમ્બર 2022માં સુરતમાં રૂ.3400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, જેમાં મહત્વાકાંક્ષી ડ્રીમ (DREAM) સિટી પ્રોજેક્ટના રૂ.370 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ રૂ.139 કરોડના ખર્ચે સુરતમાં નવા બાયોડાયવર્સિટી પાર્કનું ખાતમુહૂર્ત.
• સપ્ટેમ્બર 2022માં રૂ.12 હજાર કરોડથી વધુના ખર્ચે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું લોકાર્પણ
• સપ્ટેમ્બર, 2022માં ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ. રૂ.4024 કરોડના ખર્ચે આ બંદર વિકસિત કરવામાં આવશે. આ ઉપરાંત, ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અને APPL કન્ટેનરનું ઉદ્ઘાટન.
• સપ્ટેમ્બર, 2022માં બનાસકાંઠામાં રૂ.7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત. વિવિધ આવાસ યોજના અંતર્ગત 61805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાનશ્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.
• સપ્ટેમ્બર, 2022માં વડાપ્રધાનશ્રીએ ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી.
• ઓક્ટોબર, 2022માં જામનગરમાં સૌની (SAUNI) યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ. રૂ.300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 તેમજ રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ.
• અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રૂ.712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં હૃદયની અદ્યતન સારવાર માટે રૂ.54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ, યુ.એન. મેહતા હોસ્પિટલમાં રૂ.71 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ, કિડની રિસર્ચ સેન્ટર માટે રૂ.408 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્પિટલનું લોકાર્પણ, મેડિસિટીમાં રૂ.140 કરોડના ખર્ચે નિર્મિત GCRIની નવી બિલ્ડિંગનું લોકાર્પણ
• ઓક્ટોબર, 2022માં ગુજરાતનું મોઢેરા ગામ 24X7 સોલાર પાવર્ડ વિલેજ જાહેર થયું.
• ઓક્ટોબર, 2022માં મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝનનું લોકાર્પણ, રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ
• ઓક્ટોબર, 2022માં ભરૂચમાં રૂ.8200 કરોડથી વધુના વિકાસકાર્યો અને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ભરૂચમાં રૂ.2500 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહુર્ત
• ઓક્ટોબર, 2022માં રાજકોટ, મોરબી જિલ્લા તથા અન્ય જિલ્લાના રૂ.7710 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં રાજકોટના ગઢકામાં 119 એકરમાં 20 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાવાળા અમુલના પ્લાન્ટનું ખાતમુહૂર્ત, મોરબીમાં, મેડીકલ કોલેજ, ફોરલેન રોડ, રેલવે ઓવરબ્રિજ, નવી જિલ્લા કોર્ટ કચેરી સહિતના વિકાસકાર્યો
• ઓક્ટોબર, 2022માં જૂનાગઢમાં કુલ રૂ.4155.17 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે રૂ.2440 કરોડનો ખર્ચ, પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
• ઓક્ટોબર, 2022માં તાપી-નર્મદા-સુરત જિલ્લામાં રૂ.2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જેમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડને દસ મીટર પહોળો કરવાની કામગીરી શરૂ, તાપી તથા નર્મદા જિલ્લામાં પાણી પુરવઠાને લગતા 4 કાર્યોનું ખાતમુહૂર્ત, સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 11 કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
• ઓક્ટોબર, 2022માં થરાદથી રૂ.8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
• કેવડિયા ખાતે પ્રવાસીઓ માટે ભુલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ
• ઓક્ટોબર, 2022માં પંચમહાલના જાંબુઘોડામાં ₹885.42 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જેમાં ગોવિંદગુરુ યુનિવર્સીટી ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાત રાજ્યની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટીનું લોકાર્પણ, રૂ.522 કરોડના ગોધરા મેડિકલ કોલેજ અને રૂ.164 કરોડના કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદોની યાદમાં સંત જોરિયા પરમેશ્વર પ્રતિમા અને શહીદ રૂપસિંહ નાયક સ્મારક પ્રતિમાનું લોકાર્પણ
• મે, 2023માં ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, જેમાં રૂ.1654 કરોડના ખર્ચે શહેરી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, પાણી પુરવઠાના રૂ.734 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત