• રાહુલ ગાંધી નિવેદન બાદ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બબાલનો મામલો 

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    એલિસબ્રીજ પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી 

  • બે પૈકી એક ફરિયાદ માં 5 આરોપીઓ ની ધરપકડ કરાઇ 

  • 5 કોંગ્રેસના આગેવાનો નો કરાય ધરપકડ 

  • બીજી ફરિયાદ ને લઈ ને પણ પોલીસે તપાસ શરૂ કરી


ઝી બ્યૂરો, અમદાવાદઃ સાંસદમાં હિન્દુઓ અંગેના લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ ભડકી વિરોધની આગ. સુરત અને અમદાવાદ સહિત ગુજદરાત વિવિધ શહેરોમાં વિરોધ જોવા મળ્યો. ખાસ કરીને આ મામલે સુરતમાં ભાજપના એક કાર્યકરે પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી કરી છે. રાહુલ ગાંધી સામે સિંગણપોર પોલીસ સ્ટેશન માં અરજી આપી. રાહુલ ગાંધીના નિવેદનને લઈ ગુનો નોંધવા માટે અરજી કરી. અગાઉ રાહુલ ગાંધીને વિવાદિત ટિપ્પણીને કારણે કોર્ટના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. 


રાહુલ ગાંધી નિવેદન બાદ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બબાલનો મામલો ભારે ચર્ચામાં છે. સમગ્ર મામલામાં એલિસબ્રીજ પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી છે. આ બે પૈકી એક ફરિયાદ માં 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કોંગ્રેસના પાંચ આગેવાનોની ધરપકડ કરી છે. બીજી ફરિયાદ ને લઈ ને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.


 




અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારા મુદ્દે રાહુલ ગાંધીની ટ્વીટર પર પ્રતિક્રિયાઃ
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું. કોંગ્રેસ કાર્યલાય બહાર થયેલા હિંસક પથ્થરમારા મુદ્દે પોસ્ટ કરી. ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો. ભાજપ અને સંઘ પરિવાર વિશેના મારા મુદ્દાને વધુ મજબૂત બનાવે છે. ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી. ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોઈ શકે છે. જનતા ભાજપ સરકારને નિર્ણાયક પાઠ ભણાવશે. હું ફરી કહું છું ગુજરાતમાં INDIA જીતવા જઈ રહ્યું છે.


અમદાવાદમાં ગઈકાલે થયેલા કોંગ્રેસ ઓફિસ પર પથ્થર મારાની ઘટનાઃ
અમદાવાદમાં થયેલાં પથ્થરમારા કેસમાં કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓની કરવામાં આવી ઘરપકડ. પાંચેય કાર્યકર્તાઓને રાખવામાં આવ્યા એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ખાતે. પાંચેય કાર્યકર્તા ઉપર ભારતીય ન્યાય સંહિતા ઉપર ગુનો નોંધવામાં આવ્યો. ભારતીય ન્યાય સંહિતાની કલમ 189(૨),૧૯૧(૨),૧૯૦,૧૯૧(૩),૧૨૫(b),૧૨૧(૧),૧૨૧(૨) ની કલમ હેઠળ ગુનો નોંધાયો. સંજય બ્રહ્મભટ્ટ અમદાવાદ શહેર પ્રવક્તા ની પણ કરવામાં આવી ધરપકડ. સંજય બ્રહ્મભટ્ટના પત્ની પદ્માબેન બ્રહ્મભટ્ટ છે ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર. કોંગ્રેસના મનીષ ઠાકોર જેઓ નારણપુરા વોર્ડ પ્રમુખ છે. મુકેશ દંતાણી જેઓ અમદાવાદ શહેરના કોંગ્રેસ ઉપપ્રમુખ છે. કોંગ્રેસ કાર્યકર્તા વિમલ કંસારાની પણ કરવામાં આવી ધરપકડ. NSUI પ્રવક્તા  હર્ષ પરમારની પણ ધરપકડ કરવામાં આવી છે. 


કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ પણ ગુજરાતમાં કોંગ્રેસ કાર્યાલય પર કરાયેલાં હુમલા અંગે ટ્વીટ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ પથ્થરમારાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.


 



કઈ-કઈ કલમો લગાવવામાં આવી?
189(2)  કાયદા વિરુદ્ધ ની મંડળી ના અભ્ય હોવા બાબત
191(૨) હુલ્લડ કરવા માટે શિક્ષા 
કલમ ૧૯૦ કાયદા ઓરીજન ની મંડળીનો દરેક સભ્ય સામાન્ય ઉદ્દેશ પાર પાડવા માટે કરેલ ગુના માટે દોષિત છે
૧૯૧(૩) પ્રાણ ઘાતક હથિયારથી સજ થઈને હુલ્લડ કરવા બાબત 
૧૨૫(b) બીજાઓની જિંદગી અથવા શારીરિક સલામતીને જોખમમાં મુકાય એવા કૃત્યથી મહા વ્યથા કરવા બાબત 
૧૨૧(૨) રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે શુભેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબત