ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાયા બાદ હવે ૧૬ મંત્રી સહિત ૨૩ પદાધિકારીઓને બંગલા મળ્યા છે. જેમાં મંદિરવાળો બંગલો મહિલા મંત્રીને મળ્યો છે. જ્યારે સરકારમાં  પ્રમોશન આપતો નંબર-૨૩ ખાલી રખાયો છે. રૂપાણી સરકારના ૧૦ મંત્રીઓ રહ્યા તે બંગલાની ફાળવણી કરાઈ નથી. એવી પણ ચર્ચા છે કે નવા 5 મંત્રીઓ સરકારમાં આવી શકે છે. એટલે વહીવી વિભાગે આ મામલે એડવાન્સમાં સાવચેતી રાખી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ


સરકારના કારણે લોકોના ખિસ્સાં ખંખેરાશે, જગદીશ વિશ્વકર્મા જણાવે કે આજનું કામ કાલે કેમ?


શરમ કરો! રસી નથીની બુમરાણ વચ્ચે રાજ્યમાં 28 લાખ કોરોના રસીના ડોઝ બગડી ગયા


નોકરિયાતો માટે ખુશખબરી, આટલો ઉંચો પગાર હશે તો પણ નહીં ભરવો પડે Income Tax!


રાજ્યમાં નવી સરકારના ૧૬ મંત્રી અને વિધાનસભામાં ઉપાધ્યક્ષ, મુખ્ય દંડક, દંડક એમ કુલ ૨૩ પદાધિકારીઓને મંગળવારે સાંજે માર્ગ મકાન વિભાગે મંત્રીનિવાસમાં બંગલાની ફાળવણી કરાઈ હતી. રાજ્યમાં ધરાસભ્યોને પણ સસ્તા ભાડે ફ્લેટ અપાય છે. આમ ધારાસભ્ય બનનારને પણ ગાંધીનગરમાં મકાનનો લાભ મળે છે.  આઠ વર્ષ પૂર્વે મંત્રી તરીકે અમિત શાહ જ્યાં સૌથી વધુ રહ્યા તે પાંચ નંબરનો બંગલો મંત્રી ભાનુબહેન બાબરિયાને ફાળવાયો છે. મેલડી માતાજીની દેરી હોવાથી આ બંગલો મંદિરવાળો બંગલો કહેવાય છે. જો કે, મંત્રી નિવાસમાં સત્તામાં લાંબો સમય ટકાવી રાખતો અને પ્રમોશનનું કારક રહેલો ૨૩ નંબર ખાલી રહ્યો છે. જે બંગ્લાને કોઈને પણ ફાળવાયો નથી. સરકારે કોઈ કારણોસર આ બંગ્લાની ફાળવણી કરી નથી.


ગાંધીનગરમાં એક બંગ્લો એવો પણ છે કે જે પ્રમોશન અપાવે છે. જેમાં પહેલાં વજુભાઈ વાળા રહ્યા છે. મંત્રી તરીકે આવેલા રૂપાણીને અહીંથી મુખ્યમંત્રીનું પ્રમોશન મળ્યુ હતુ. નવી ફાળવણીમાં રૂપાણી સરકારમાં મંત્રી રહેલા ૧૦ સિનિયરો કે જેઓ આગલી હરોળમાં રહેતા હતા તે તમામ બંગલા ખાલી રખાયા છે. મંત્રી નિવાસમાં કુલ ૪૪ બંગલા છે પરંતુ, ૧૩ નંબરનો બંગલો ન હોવાથી એક તોડી પડાતા નંબરની દ્રષ્ટ્રીએ માત્ર ૪૨ જ બંગલા છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પહેલી ટર્મમા મંત્રી રહેલા કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, હર્ષ સંઘવી, જગદિશ વિશ્વકર્મા, મુકેશ પટેલના નિવાસસ્થાનો યથાવત રહ્યા છે. એ અંગે પણ સચિવાલયમાં ચર્ચાઓ થઈ રહી છે. અગાઉ વિપક્ષના નેતાને ફાળવાયેલો CM હાઉસની સામે આવેલા ૨૩ ૭ નંબર કેબિનેટ મંત્રી મુળુભાઈ નંબરના બંગલામાં સૌથી લાંબો સમય બેરાને મળ્યો છે. આમ હવે મંત્રીઓ માટે ગાંધીનગરમાં પરમાનેન્ટ રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે.


આ પણ ખાસ વાંચોઃ


Post Officeમાં રોકાણ છે તો આટલા મહિનામાં જ થઈ જશે ડબલ, ગેરંટી સાથે મળશે મોટો નફો


GPay, Paytm કે PhonePe સહિતની UPI Apps થી તમે એક દિવસમાં રૂપિયા કરી શકો છો ખર્ચ?


ATM માંથી પૈસા ઉપાડવા માટે Debit card હોવું જરૂરી નથી, આ રીતે પણ ઉપાડી શકશો રૂપિયા