ભગવાન કૃષ્ણની કૃપા હશે તો લોકસભા ચૂંટણી લડીશ, કંગનાએ રાજકારણમાં જોડાવવાના આપ્યા સંકેત
Gujarat Politics News: બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા દ્વારકા પહોંચ્યા હતા. જેમને દ્વારકા ઉપરાંત નાગેશ્વર જયોર્તિલિંગ તેમજ બેટ દ્વારકાની મુલાકાત લઈને ભગવાનના આશિર્વાદ લીધા હતા. આ મુલાકાત દરમિયાન કંગનાએ દ્વારકા નગરીને અદભૂત નગરી ગણાવી હતી. ભગવાન દ્વારકાધીશના દર્શન બાદ અભિનેત્રીએ મીડિયા સાથે વાતચીતમાં રાજકારણમાં જોડાવાનો સંકેત આપ્યો હતો.
ઝી બ્યૂરો, અમદાવાદઃ કંગના રનૌતે આજે સૌથી ચર્ચાસ્પદ હિરોઈન છે. બોલ્ડ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી આ હીરોઈને હવે રાજકારણમાં જોડાવવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. કંગના હંમેશાં મોદી સરકારની નીતિઓની પ્રશંસક રહી છે અને સરકારના ગુણગાન ગાતા જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે વિવાદ સમયે ભાજપે એને પૂરતો સપોર્ટ કર્યો હોવાનું કહેવાય છે. કંગના ગુજરાતમાં હતી ત્યારે એને સ્પષ્ટ કહ્યું છે કે આગામી સમયમાં કૃષ્ણની કૃપા હશે તો લોકસભા ચૂંટણી લડીશ. કંગના રનૌતની સાથે તેની બેન પણ જોવા મળી હતી.
એક રિપોર્ટ અનુસાર તેજસ ફિલ્મ એ પહેલા દિવસે 1.25 કરોડનું કલેક્શન કર્યું જ્યારે બીજા દિવસે 1.20 કરોડનું જ કલેક્શન થયું. તેની સામે 12th ફેલ ફિલ્મનું કલેક્શન બીજા દિવસે બમણું થઈ ગયું. એટલે કે કંગના રણોતની ફિલ્મ તેજસ કરતાં લોકોને વિક્રાંત મેસીની 12th ફેલ ફિલ્મ પસંદ આવી રહી છે.કંગના રનૌતએ વર્ષ 2006 માં ગેંગસ્ટર ફિલ્મ થી બોલીવુડમાં ડબ્યુ કર્યું હતું. ત્યારથી તેજસ ફિલ્મ સુધીમાં તેણે હિન્દીની 34 ફિલ્મો કરી છે. જેમાંથી પાંચ જ એવી ફિલ્મ છે જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. બોક્સ ઓફિસ પર સારી કમાણી કરનાર પાંચ ફિલ્મોમાં વન્સ અપોન અ ટાઈમ મુંબઈ, તનુ વેડસ મનુ, ક્રિશ 3, તનુ વેડ્સ મનુ રીટર્ન અને ક્વીનનો સમાવેશ થાય છે.
ત્યાર પછી કંગના રનોતની એવરેજ કમાણી કરનાર ફિલ્મોમાં ગેંગસ્ટર, લાઈફ ઇન મેટ્રો, રાઝ, ફેશન, ડબલ ધમાલ, શૂટઆઉટ એટ વડાલા અને મણીકર્ણિકાનો સમાવેશ થાય છે. જોકે આ ફિલ્મો મલ્ટી સ્ટારર ફિલ્મો અને મસાલા ફિલ્મ હતી. કંગનાની ફિલ્મોગ્રાફી પર નજર કરીએ તો કુલ 12 ફિલ્મોને બાદ કરતા તેની 22 ફિલ્મ અને ડિઝાસ્ટર લીસ્ટમાં આવે છે.