Gujarat Congress : ગુજરાત માટેની સમિતિની કોંગ્રેસમાં જ મજાક ઉડી રહી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતમાં હારના કારણો શોધવા માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવી તેની કોંગ્રેસમાં જ મજાક ઉડી રહી છે. કોંગ્રેસના નેતાઓના મતે ગુજરાતમાં કોંગ્રેસનાં હારના કારણો બધાંને ખબર છે ને તેના માટે કોઈ સમિતિ બનાવવાની જરૂર નથી. લોકો જાણે છે કે એક સમયે દબદબો ધરાવતી અને 2002થી સતત પ્લસ થતી કોંગ્રેસ પહેલીવાર હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પાસે વિરોધપક્ષમાં બેસવા જેટલી પણ સીટો આવી નથી. હવે ખાલી વાતો કરી રહી છે. ભાજપના પ્રતાપે વિરોધપક્ષનું પદ મળી રહ્યું છે એમાં યે ખટરાગો એટલા છે કે ગુજરાતમાં કોંગ્રેસ વિરોધપક્ષના નેતાનું નામ નક્કી કરી શકી નથી અને હાઈકમાન હારના સમીકરણો શોધી રહી છે. તટસ્થતા માટે ગુજરાત બહારના સભ્યોની નિમણુંક કરી.


કોંગ્રેસનો એક વર્ગ સમિતીનાં નાટકો બંધ કરવાના બદલે નક્કર તામ કરવાની તરફેણ કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે, ૧૯૯૯માં લોકસભામાં હાર પછી સોનિયા ગાંધીએ પહેલી વાર સમિતિ બનાવી ત્યારથી આ નાટક ચાલે છે. ૧૯૯૮માં બનાવેલી  ૧૧ સભ્યોની સમિતિ એ.કે. એન્ટનીના પ્રમુખસ્થાને બનાવાયેલી પણ તેનો અહેવાલ કદી જાહેર જ ન કરાયો.  એન્ટનીને  ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા હાર બાદ પણ કારણ શોધવાની જવાબદારી સોંપાઈ હતી પણ કશું થયું નથી.  ૨૦૨૧માં અસમ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની હાર બાદ પણ સમિતિ બનાવવામાં આવી હતી. આ બધી સમિતીઓ છતાં કોંગ્રેસ હાર્યા કરે છે તેનો અર્થ એ કે, સમિતીનો અર્થ નથી.


વિપક્ષના નેતા નક્કી કરવા વિધાનસભા સચિવાલયનો કોંગ્રેસને પત્ર લખાયો છે. પત્રમાં 30 દિવસની અંદર જવાબદાર વ્યક્તિ તરીકેનું નામ જણાવવા કહેવાયું છે. કોંગ્રેસ તરફથી નામ જણાવવા માટે 19મી જાન્યુઆરી છેલ્લો દિવસ છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કેન્દ્રીય નેતૃત્વને વિધાનસભાના પત્ર અંગે જાણ કરી છે કારણ કે આ મામલે કોંગ્રેસનું કોકડું હજુ ઉકેલાયું નથી.