• વડોદરાઃ હરણી બોટ દુર્ઘટના મામલે તંત્ર એક્શનમાં

  • હાઈકોર્ટના આકરા વલણ બાદ કોર્પોરેશન તંત્ર એક્શન મોડમાં

  • પાલિકાના 3 અધિકારી તપાસ બાદ દોષિત ઠેરવ્યા

  • કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ દોષિત

  • પૂર્વ ઝોનના હંગામી કાર્યપાલક ઈજનેર પરેશ પટેલ દોષિત

  • ઈજનેર જીગર સયાનિયા દોષિત જાહેર

  • પૂર્વ એડિશનલ સિટિ એન્જિનિયર-પૂર્વ ઝોનના ડેપ્યૂટી એન્જિનિયર સામે તપાસના આદેશ

  • ધીરેન તળપદા અને જિગ્નેશ શાહ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ


રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરા હરણીકાંડમાં નિર્દોષોના મોત માટે જવાબદાર છે આ અધિકારીઓ! જાણો કોર્ટનો આદેશ...વડોદરા હરણીકાંડ દુર્ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. કોર્ટના હુકમને પગલે સરકારના માનીતા ગણાતા ઉચ્ચ અધિકારીઓમાં ફફડાટ...કારણકે, વડોદરાના હરણીબોટ કાંડની દુર્ઘટના થઈ તે પ્રોજેક્ટનું નામ હતું કોટિયા પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટનું ફાઉન્ડેશન તત્કાલિન વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર એચ.એસ.પટેલને કરાવ્યું હતું. ત્યાર બાદ વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે આવેલા વિનોદ રાવે સ્ટેન્ડિંગ કમિટિમાં આ કોટિયા પ્રોજેક્ટ પસાર કરાયો હતો. તેથી વકીલે આ પ્રોજેક્ટ માટે જવાબદાર આ અધિકારોઓ સામે પગલાં લેવાની માંગ કરી છે. જેમાં એચ.એસ.પટેલ હાલ નિવૃત થઈ ગયા છે. જ્યારે વિનોદ રાવ હાલ શિક્ષણ વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવે છે. તો આ મામલામાં એવી માંગણી કરવામાં આવી છેકે, આ કેસમાં જવાબદાર અધિકારીઓ પૈકી વિનોદ રાવને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને એચ.એસ.પટેલ નિવૃત્ત હોવાથી તેમને મળવા પાત્ર લાભો બંધ કરી દેવામાં આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરણી લેક ઝોન દુર્ઘટનાનો મામલોઃ


  • પીડિત પરિવારના એડવોકેટ હિતેશ ગુપ્તાનું મોટું નિવેદન 

  • ફરજ પર બેદરકારી બદલ વિનોદ રાવ અને એચ એસ પટેલ સામે પગલાં લેવા હાઈકોર્ટે કર્યોઆદેશ

  • બંને અધિકારીઓએ ફરજ પર બેદરકારી દાખવી હોવાનું હાઈકોર્ટનું તારણ

  • હાઈકોર્ટના આદેશથી પીડિત પરિવારને આશા જાગી 

  • વિનોદ રાવે કરેલા ભ્રષ્ટાચારે નિર્દોષોનો ભોગ લીધો

  • સરકારે બનાવેલી ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ વિનોદ રાવનો બચાવ કર્યો હતો

  • ભ્રષ્ટાચારનો મુખ્ય પાયો એચ.એસ પટેલે ઘડ્યો હતો

  • કોટિયા પ્રોજેક્ટસને ટેન્ડર આપવા બનાવટી દસ્તાવેજો બનાવી ભ્રષ્ટાચાર કર્યો 

  • સરકાર હવે વિનોદ રાવને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ બેસાડે 

  • એચ એસ પટેલનાં રિટાયરમેન્ટ લાભો રોકવામાં આવે

  • અમે અધિકારીઓ પર ACBમાં ફરિયાદ દાખલ કરવા લેખિતમાં અરજી આપી છતાં FIR નથી નોંધતા 

  • આગામી સમયમાં FIR થાય તે માટે કોર્ટમાં જઈશું 


વડોદરાના હરણી બોટ દુર્ઘટના મામલે તંત્ર એકાએક હરકતમાં આવી ગયું છે. ગુજરાત હાઈકોર્ટના આકરા વલણ બાદ વડોદકા મ્યુનિસપલ કોર્પોરેશન તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગીને હવે દોડતું થયું છે. ઉલ્લેખનીય છેકે, પાલિકાના 3 અધિકારી તપાસ બાદ દોષિત ઠેરવાતા ભારે ઓહાપોહ મચ્યો છે. વડોદરા મનપાના કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ દોષિત જાહેર થયા છે. પૂર્વ ઝોનના હંગામી કાર્યપાલક ઈજનેર પરેશ પટેલ પણ આ કેસમાં દોષિત જાહેર કરાયા છે. જ્યારે આ ઉપરાંત ઈજનેર જીગર સયાનિયાને પણ દોષિત જાહેર કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. પૂર્વ એડિશનલ સિટિ એન્જિનિયર-પૂર્વ ઝોનના ડેપ્યૂટી એન્જિનિયર સામે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. ધીરેન તળપદા અને જિગ્નેશ શાહ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.


લેટેસ્ટ અપડેટઃ


  • હરણી બોટકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વનો હુકમ

  • તત્કાલીન મનપા કમિશનર એચ.એસ. પટેલ સામે કાર્યવાહીનો હુકમ

  • વિનોદ રાવ સામે પણ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહીનો હુકમ

  • જવાબદાર કોઈને પણ ન છોડવા સરકારે બતાવી હતી કટિબદ્ધતા

  • બંને અધિકારીઓએ કાયદાથી વિપરીત નિર્ણયો લીધા હોવાનું કોર્ટનું અવલોકન

  • આ બંને અધિકારીઓ સામે GAD વિભાગ કરશે કાર્યવાહી

  • કાર્યવાહી અંગેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવાનો રહેશે

  • 12 જુલાઈએ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે


ઉલ્લએખનીય છેકે, થોડા દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાના હરણી લેક બોટ દુર્ઘટના કેસ પીટીશન અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજય સરકારના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જોકે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં રિપોર્ટ અંગે સ્વીકાર કર્યો હતો કે, વડોદરા મહાનગરપાલિકાના કમિશનરની જવાબદારી બને છે અને રાજ્યસરકાર જવાબદાર તમામ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવા પણ તૈયાર છે. જેના પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા કડક ટિપ્પણી કરાઈ હતી કે, આ રજૂ થયેલો રિપોર્ટ સંતોષકારક નથી. કમિટી દ્વારા રજૂ કરાયેલો રિપોર્ટ શબ્દોની માયાજાળમાં સત્યને છુપાવવા માગતો હોવાનું અવલોકન કર્યું હતું. આ સાથે જ કોર્ટે એ પણ ટકોર કરી હતી કે, જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે કરે નહીં એ ચલાવી શકાય નહીં. સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કોર્ટની માફી માંગી અને આશ્વાસન આપ્યું હતું કે આ પ્રકારની દુર્ઘટનામાં સરકાર કોઈને છોડવા માંગતી નથી.


  • વડોદરાના હરણી બોટકાંડ મામલે અધિકારીઓનું મૌન

  • હરણી કાંડ મુદ્દે એક પણ IAS અધિકારી બોલવા તૈયાર નથી

  • GADના ACS કમલ દયાણીએ હાથ અધ્ધર કર્યા

  • તત્કાલીન કમિશનર વિનોદ રાવે પણ મૌન સેવ્યું


તપાસનો રેલો ઉચ્ચ અધિકારીઓ નજીક આવતા ફફડાટઃ
વડોદરાના હરણી બોટકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. જેને પગલે ડરના માર્યા હવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઢાંકપીછોડો કરવા સેવી રહ્યાં છે મૌન. હરણી કાંડ મુદ્દે એક પણ IAS અધિકારી બોલવા તૈયાર નથી થઈ રહ્યાં. કારણકે, તપાસનો રેલો આવે તો તેઓ પણ અંદર સપડાઈ શકે છે. GADના ACS કમલ દયાણીએ સમગ્ર મામલે એવું કહીને હાથ અધ્ધર કરી દીધં હતાંકે, આ વિભાગ મારામાં નથી આવતો. આ સમગ્ર મામલો શહેરી વિકાસ વિભાગમાં આવે છે. શહેરી વિકાસ વિભાગના અધિકારીઓને પૂછો જે પૂછવું હોય એ. આ સાથે તત્કાલીન કમિશનર વિનોદ રાવે પણ મૌન સેવ્યું છે. વિનોદ રાવ સરકારના ચહિતા હોવાનો વિપક્ષનો આક્ષેપ. હાલ શિક્ષણ વિભાગમાં મલાઈદાર હોદ્દા પર બિરાજમાન છે વિનોદ રાવ. એવા પણ આક્ષેપો થઈ રહ્યાં છેકે, શિક્ષણ વિભાગમાં રહીને પણ વિનોદ રાવ સરકારની ગુડ લીસ્ટમાં હોવાને કારણે દરેક મામલામાં પોતાની મનમાની કરતા હોય છે.


હાઈકોર્ટના હુકમ બાદ હરણી બોટકાંડના પીડિત પરિવારો સાથે ઝી 24 કલાકે કરી વાતચીત;


  • પીડિત પરિવારના સભ્યોનું નિવેદન, હાઈકોર્ટના હુકમ બાદ આશાનું કિરણ જાગ્યું 

  • સરકાર ફરજ ચૂકી પણ હાઈકોર્ટે ન્યાય અપાવ્યો 

  • IAS વિનોદ રાવ હરણી લેકઝોનના છે માસ્ટર માઇન્ડ - પીડિત પરિવાર 

  • વિનોદ રાવ અને એચ એસ પટેલને બચાવવા સરકારે ધમપછાડા કર્યા 

  • બંને અધિકારી સામે અમે ACBમાં ફરિયાદ આપી છે, સરકાર અમારી ફરિયાદ નથી નોંધતી 

  • અધિકારીઓની સાથે રાજકીય અગ્રણીઓની પણ સાંઠગાંઠ છે 


વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો.જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તેમજ બીજી તરફ  વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.