Lok Sabha Election 2024/ મુસ્તાક દલ, જામનગરઃ જામનગરના વધુ એક આહિર અગ્રણી છોડશે કોંગ્રેસની ડૂબતી નાવ. રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલાં કોંગ્રેસમાં સુપડા સાફ. એકબાદ એક પાર્ટી છોડી રહ્યાં છે વર્ષો જુના કોંગ્રેસી નેતાઓ. જામનગર કોંગ્રેસના મોટા ગજાના નેતા અને આહિર અગ્રણી મુળુભાઇ કંડોરીયા ભાજપમાં જોડાશે. ગત લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર અને દ્વારકા કલ્યાણપુર પંથકના આહિર અગ્રણી મુળુભાઈ કંડોરીયા ભાજપમાં પ્રવેશ કરશે. ઉલ્લેખનીય છેકે, મૂળુભાઈ કંડોરીયા કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી ચૂક્યા છે. મુળુભાઈના ભાજપમાં જોડાવાથી પુનમબેન માડમને આગામી લોકસભામાં ભારે ફાયદો થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસને વધુ એક ફટકો!
જામનગરના અને 25 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા મુળુ કંડોરીયા પણ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે.સોમવારે પ્રદેશ કોંગ્રેસના બે દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે રાજીનામું આપી દીધું છે. ત્યારે આજે જામનગરના અને 25 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા મુળુ કંડોરીયા પણ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા  હોવાની માહિતી મળી રહી છે. તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આજે જ ભાજપમાં જોડાઇ શકે છે.  લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટો ભૂંકપ સર્જાયો છે.


આજે આ નેતાઓ ભાજપમાં જોડાશેઃ
આજે અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર ભાજપમાં જોડાઇને કેસરિયો ધારણ કરશે. ત્યારે મુળુ કંડોરીયા પણ તેમની સાથે કેસરિયો ધારણ કરી શકે છે. બીજી તરફ ભાવનગર જિલ્લામાં દિગગજ મનાતા નેતા અને પૂર્વ ધારાસભ્ય કનુ કળસરિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય શકે છે. તેમણે ઝી24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું છેકે, હજુ 24 કલાક રાહ જુઓ. કંઈક નવા જૂની કરશે.


ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસ પ્રદેશ પૂર્વ પ્રમુખ અને પોરબંદર કોંગ્રેસના MLA પદેથી અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યુ હતુ. આ સાથે રાજુલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પણ રાજીનામું આપ્યુ છે. આ બંને નેતાઓએ જાન્યુઆરીમાં કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આમંત્રણ ઠુકરાવ્યુ હતુ. ત્યારે પાર્ટીના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો. તો ગઈકાલે નવાસરી કોંગ્રેસના ધર્મેશ પટેલે પણ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. ધર્મેશ પટેલ 2019માં નવસારીથી પાટીલની સામે લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે.