ઝી મીડિયા/બ્યૂરો :નવરાત્રિએ બોલિવુડ સિંગર અને બિગગોસ 14 (Bigg Boss 14) સીઝનના કન્ટેસ્ટન્ટ રાહુલ વૈદ્ય (Rahul Vaidya) અને ભૂમિ ત્રિવેદીના નવા આલ્બમ પર વિવાદનો મધપૂડો છંછેડાયો છે. બંનેનુ નવુ આલ્બમ ‘ગરબે કી રાત’ (Garbe Ki Raat) આલ્બમ પર ગઢવી સમાજમાં ભારે નારાજગી પ્રસરી ગઈ છે. આ ગીત પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ છે. આ ગીતમાં માતાજીના ગીતમાં ધાર્મિક લાગણી દુભાતા લોકગાયકો મેદાને આવ્યા છે. માતાજીના ગીત સાથે કલાકાર ગંદી હરકત કરતા દેખાતા લોકગાયકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તો સાથે જ ગીતની અશ્લીલતાને લઈને ગાયક રાહુલ વૈદ્ય સામે રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીમાં અરજી કરાઈ છે. જોકે, સિંગર રાહુલ વૈદ્યએ સમગ્ર વિવાદ મામલે માફી માંગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ઐતિહાસિક ઘટના : પાયલોટ આરોહી પંડિતે ભૂજ એરપોર્ટથી ઉડાન ભરીને 89 વર્ષનો ઈતિહાસ જીવંત કર્યો 


નવરાત્રિ પર બોલિવુડ ગાયક રાહુલ વૈધ અને ભૂમિ ત્રિવેદી (Bhoomi Trivedi) નો ‘ગરબે કી રાત’ નવો આલ્બમ રજૂ થયો છે. ગીતમાં માઁ મોગલ અને માઁ મેલડીના ગરબા સાથે અશ્લિલ ડાન્સ-દ્રશ્યો આવતા સોશિયલ મીડિયા પર ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે. જેમાં માતાજીના ગીત સાથે ગાયક કલાકાર ગંદી હરકત કરતા દેખાતા ગુજરાતના ગઢવી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. તો સાથે જ ગુજરાતના અનેક લોકસાહિત્યકારો અને લોક ગાયકોએ તાત્કાલિક આ ગીત હટાવી લેવા ચીમકી આપી છે. લોકગાયક કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhvi) એ ગીત સામે વિરોધ નોંધાવ્યો છે. તેમણે અમેરિકામાં નવરાત્રિના પ્રવાસ દરમિયાન ગીતની અશ્લીલતા અને માતાના નામના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે. 


આ પણ વાંચો : 70 ની ઉંમરે વૃદ્ધ મહિલાનો ખોળો ભરાયો, ટેસ્ટટ્યૂબથી બાળકને આપ્યો જન્મ


ગાયક રાહુલ વૈદ્યે માફી માંગી
સમગ્ર વિવાદ મામલે ગાયક રાહુલ વૈદ્યએ માફી માંગી છે. તેમણે કહ્યું કે, મોગલ માતાના નામને લઇને અજાણતા ઠેંસ પહોંચી છે, કોઇની ભાવના કે કોઇને ઠેસ પહોંચાડવાનો ઇરાદો નહતો, આ ભૂલ અજાણતા થઇ છે જેને લઈને હું જેની લાગણી દુભાઈ હોય તેની માફી માંગુ છું. માતાજીની ભક્તિને ધ્યાને લઇ મેં ગીત બનાવ્યું હતું, મોગલ માતાનો ઉલ્લેખ છે તે શબ્દને હું હટાવી દઇશ. હાલ શનિવાર અને રવિવારની રજા હોવાથી ટીમ રજા પર છે. પરંતુ આ ભૂલ ત્વરિત સુધારી દેવામાં આવશે. મેં ફેરફાર કરવાનું સૂચન કરી દીધું છે. મને 3 દિવસનો સમય આપશો, ત્યાં સુધી સંયમ રાખશો.



રાજકોટમાં રાહુલ વૈદ્ય સામે અરજી 
ગીત સામે ઉઠેલા વિરોધ મુદ્દે રાજકોટમાં ગાયક રાહુલ વૈદ્ય સામે પોલીસ કમિશ્નર કચેરીમાં અરજી નોંધાઈ છે. તો સાથે જ સોશિયલ મીડિયા પરથી વીડિયો ડીલિટ કરવાની માંગ ઉઠી છે. માતાજીના ગીતમાં ધાર્મિક લાગણી દુભાતા પોલીસમાં અરજી કરાઈ છે. માતાજીમાં ગરબા પર બિભત્સ નાચ કરવામાં આવ્યો હોવાથી વિવાદ સર્જાયો છે.