જગન્નાથની રથયાત્રા બાદ કેમ વાવણીમાં નોંધપાત્ર વધારો કરે છે જગતનો તાત? જાણવા જેવી છે વાત
સામાન્ય રીતે ભીમ અગિયારસથી ચોમાસાને ધ્યાને રાખીને ગુજરાતના ખેડૂતો વાવણીનો આરંભ કરી દેતા હોય છે. ભીમ અગિયારસ બાદ ધીરે ધીરે ગુજરાતમાં વરસાદી મહોલ એક્ટીવ થાય છે. ખાસ કરીને રથાયાત્રા સાથેના કનેક્શનની વાત કરીએ તો ત્યારથી એક પ્રકારે ગુજરાતમાં ચોમાસાનો પ્રોપર પ્રારંભ થતો હોય છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત જ નહીં બલકે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. તેની મોટા ભાગની આબાદી ખેતીવાડીના વ્યવસાય પર નભે છે. હવે બદલાતા સમયને અનુરૂપ અન્ય ધંધા રોજગાર વધ્યાં છે. જોકે, હજુ પણ ખેતીનું મહત્ત્વ અકબંધ છે. ત્યારે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો પાક્કુ ચોમાસુ કયારે બેસશે અને તેના પહેલાં ખેતીની તૈયારીઓ કેવી હોવી જોઈએ આ સવાલોની ખેડૂતો ચિંતા કરતા હોય છે. ત્યારે એ જાણવું પણ જરૂરી છેકે, રથયાત્રા સાથે શું છે વાવણી અને ખેતીવાડીનો સંબંધ.
સામાન્ય રીતે ભીમ અગિયારસથી ચોમાસાને ધ્યાને રાખીને ગુજરાતના ખેડૂતો વાવણીનો આરંભ કરી દેતા હોય છે. ભીમ અગિયારસ બાદ ધીરે ધીરે ગુજરાતમાં વરસાદી મહોલ એક્ટીવ થાય છે. ખાસ કરીને રથાયાત્રા સાથેના કનેક્શનની વાત કરીએ તો ત્યારથી એક પ્રકારે ગુજરાતમાં ચોમાસાનો પ્રોપર પ્રારંભ થતો હોય છે. અષાઢી બીજ એટલેકે, રથયાત્રાના દિવસે આકાશમાંથી ભગવાનના રથયાત્રા અમી છાંટણા થતા હોય છે. એ અમી છાંટણા બાદ ગુજરાતમાં વરસાદી મહોલ પ્રોપર રીતે જામે છે. જેને કારણે જગતનો તાત જગન્નાથની રથયાત્રા બાદ વાવેતરમાં વધારો કરે છે. આ વખતે પણ હવામાનની આગાહી અનુસાર ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસુ બેસશે. સંજોગ કહો કે વિધિનું વિધાન 20 જૂને જ અષાઢી બીજ અને રથયાત્રા પણ છે. આ એ ટાઈમ પીરીયડ હોય છે જે સમયે ખેતીવાડી અને ખાસ કરીને વાવણી માટે શ્રેષ્ઠ ગણાય છે.
કયા કયા પાકની વાવણી કરાઈ?
રાજ્યમાં વરસાદ આધારિત કષિ હોઈ વાવણીની મુખ્ય ઋતુ ચોમાસુ છે. ગુજરાતમાં સારા વરસાદની આશા સાથે ખરીફ વાવણીનો પ્રારંભ થઈ ગયો છે. ભીમ અગિયારસથી પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડુ વરસાદ લાવી શકે છે. રાજ્યમાં ખેડૂતોએ ૬૦,૯૦૮ હેક્ટરમાં કપાસ અને ૧૭,૬૪૯ હેક્ટરમાં મગફળી તેમજ ૧૯ હેક્ટરમાં તુવેર, ૨૫ હેક્ટરમાં મકાઈ સહિત કુલ ૮૫,૦૭૮ હેક્ટરમાં વાવણી કરાઈ છે. જે લગભગ ગત વર્ષ જેટલી જ છે. આ સિઝનમાં કુલ 86 લાખ હેક્ટરમાં વાવણી કરવામાં આવશે. જેટલી વાવણી વહેલાં થશે એટલો બજારમાં માલ વહેલાં આવી શકશે. અત્યાર સુધીમાં
રાજ્યમાં ક્યાં કેટલું વાવેતર થયું?
સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાં 64,400 હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ૬૦૦૦ કૅક્ટર સામે કચ્છમાં ઉત્સાહપૂર્ણ ૬૫૦૦ હેકટરમાં વાવણી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછું ૧૧૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે.
કયા-કયા પાકની વાવણી કરાઈ?
શિયાળામાં રવિ પાક બાદ તા.૮ મે સુધીમાં ઉનાળુ પાક પછી હવે કૃષિની મુખ્ય સીઝન રવિ પાક શરુ થઈ છે. આ ઋતુમાં ચોમાસા સુધીમાં ખેડૂતો રાજ્યમાં કૂલ સરેરાશ 86 લાખ હેક્ટરમાં વાવણી કરશે. જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, દિવેલા, તલ, સોયાબીન, તુવેર, મકાઈ, ડાંગર, બાજરી, શાકભાજી વગેરેનું વાવેતર કરતા રહ્યાં છે.