ઝી બ્યૂરો, અમદાવાદઃ જે પ્રકારી મોબાઈલ, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનું ચલણ સતત વધતું જાય છે એ પ્રકારે સમાજમાં અનનવા દૂષણો પણ પ્રવેશતા જાય છે. ટેકનોલોજીનો લાભ છે તો હાનિ પણ છે. મોબાઈલમાં રોજ લોકો ગંદી ફિલ્મો જોવે છે. ગંદા ગંદા વીડિયો જોવે છે જેને કારણે સેક્સની ભુખ તેમને ખોટા રસ્તે લઈ જાય છે. ઘણીવાર મોબાઈલમાં દેખાતી યુવતીઓના નગ્ન વીડિયોને કારણે દાંપત્ય જીવનમાં પણ ડખો પડી જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતી એક યુવતીને પોતાના સ્કૂલ ફ્રેન્ડ સાથે ફેસબુકથી ફરી પરિચય કેળવાયો. જુનો પરિચય નવા પ્રેમમાં પરિણમ્યો. પ્રેમમાં તમામ હદો પાર થઈ ગઈ અને પછી પરિવારને કહીને લગ્ન કરી લીધાં. અહીં સુધી તો બધુ બરાબર ચાલ્યું લગ્ન બાદ શરૂ થયો ડખો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિઓ પોતાની એક સમયની સ્કૂલ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલાં પણ બન્ને વચ્ચે ઢગલાબંધ વાર સેક્સ સંબંધ બંધાઈ ચુક્યો હતો. હવે શું ખબર પતિને એનામાં રસ રહ્યો નહીં હોય કે કોઈ બીજું કારણ હશે પણ બન્ને વચ્ચે રોજ ઝઘડા થવા લાગ્યાં. પતિએ પોતાની પત્નીને સ્પષ્ટ કહી દીધુંકે, તું એટલી જાડી છેકે, તારી જોડે સેક્સ કરવાની મજા જ નથી આવતી. સારી જોડે શરીર સંબંધ બાંધવાની મજા જ નથી આવતી. તું એટલી જાડી છેકે, તને જોઈને ઈચ્છા થઈ હોય છે એ પણ મરી જાય છે. આ સાંભળીને પત્નીના હોશકોશ ઉડી ગયા. પ્રેમ મેળવવા પોતાના પરિવારને છોડીને આવેલી યુવતીના માથે આભ ફાટ્યું.


લગ્ન બાદ પરિણીતાને પતિ અને સાસરિયા નાની-નાની બાબતોમાં શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યાં. પતિએ પત્ની પાસેથી કોઈને કોઈ બહાને પૈસા માંગવાનું શરૂ કર્યું. નવું મકાન લેવા માટે પણ પત્ની પાસેથી પિયરમાંથી લાખો રૂપિયાની માંગણી કરાવી. પત્ની જ્યારે પણ તેની નજીક આવવાનો પ્રયાસ કરતી ત્યારે પતિ તેને ચોખ્ખુ કહી દેતો તું બહુ જાડી છે તને જોઈને મારી ઈચ્છા જ મરી જાય છે. હું તારી સાથે ફિઝિકલ રિલેશનશીપ એન્જોય કરી શકતો નથી. તારામાં કોઈ ભલીવાર જ નથી. 


વર્ષ 2019માં બન્નેએ લગ્ન કર્યા. લગ્ન બાદ સાસરિયાઓએ પહેલી રાતે જ પિયરમાંથી આવેલાં દાગીના લઈ લીધાં. પછી નવું ઘર લેવા પિયરમાંથી લાખો રૂપિયા લઈ આવવા માંગણી કરવા લાગ્યાં. પતિ એની પત્નીની સામે જ બીજી યુવતીઓ સાથે ફોન પર વાતો કરતો અને રાત-રાતભર બહાર ઐયાશી કરતો. સાસુ-સસરાં પણ પોતાના દિકરાનો સાથ આપતાં. નવા ઘરમાં રહેવા ગયા તો સાસુ-સસરાંએ વહુને કહ્યું તારા મા-બાપે આ ઘર માટે પૈસા નથી આપ્યાં એટલે તારે અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. એમ કહીને ત્રાસ ગુજાર્યો. આખરે કંટાળીને યુવતીએ પતિ અને સાસરિયાં વિરુદ્ધ પોલીસ સમક્ષ આ અંગે ફરિયાદ નોંધાવી.