ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે આપણે સરકારી શાળાનું નામ પડે એટલે એવું વિચારતા હોઈએ છીએ કે અહીં સારું શિક્ષણ નહીં આપવામાં આવતુ હોય. સરકારી ખાતુ છે એટલે લાલિયાવાડી ચાલતી હતી. આપણો આવો વિચાર પણ સ્વભાવિક છે, કારણકે, આપણે આપણી આસપાસ વર્ષોથી આજ પ્રકારની સ્થિતિ જોઈ છે. સરકારી શાળાનું શિક્ષણ આજ કારણે વગોવાઈ રહ્યું છે. જોકે, અહીં વાત કરવામાં આવી છે ગુજરાતની એક એવી સરકારી શાળાની જે ભલભલી યુનિવર્સિટીઓને પાછી પાડે તેવી છે. ગુજરાતની આ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ ચીની, રોમન અને જાપનીઝ સહિતની 7-7 ભાષાઓ પર પ્રભુત્વ ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7-7 ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતી આ ગુજરાતની એક માત્ર સરકારી શાળા છે. આ શાળા આવેલી છે ગુજરાતના સુરત જિલ્લામાં. સુરત જિલ્લામાં આવેલાં માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા ગુજરાતની અને દેશની અન્ય શાળાઓ માટે આદર્શ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. સામાન્ય રીતે માંગરોળ તાલુકામાં આવેલું ઝાંખરડા ગામ મુસ્લિમ અને આદિવાસી બહુલ જાતિ ધરાવે છે. છતાં અહીં સ્થાનિક પ્રયાસોમે પગલે શિક્ષણનું સ્તર ઉંચુ છે. 


ગુજરાતની આ સરકારી શાળાની વિશેષતાઓ જેટલી ગણો એટલી ઓછી છે. ગુજરાતની આ સરકારી શાળામાં છેલ્લાં 12 વર્ષથી ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય છે. એટલું જ નહીં અહીં કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લારૂમ, પ્રોજેક્ટર, મિનરલ વોટર, સ્ટાન્ડર્ડ વોશરૂમ સહિતની તમામ સારામાં સારી સુવિધાઓ આપવામાં આવી છે.


ભગવદ ગીતા અને કુરાનનું શિક્ષણઃ
અહીં શાળામાં છેલ્લા 12 વર્ષથી મુસ્લિમ શિક્ષક દ્વારા હિન્દુ બાળકોને ભગવદ્દ ગીતાના પાઠ શીખવે છે. આ રીતે આ સરકારી શાળામાં એક સાથે કોમી એકતાનું ઉદાહરણ પણ જોવા મળે છે. સાથો સાથ શિક્ષક વિદ્યાર્થીઓમાં પારિવારિક મૂલ્યોના બીજનું રોપણ કરતા પણ જોવા મળે છે. અહીં મુસ્લિમ વિદ્યાર્થીઓને પણ કુરાન-એ-શરીફના પાઠ શિખવવામાં આવે છે.


સામાન્ય રીતે ગામડામાં વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા તૈયાર થતા નથી. વાલીઓ પણ પોતાના બાળકોને ભણાવવામાં વધુ રસ લેતા નથી. એમની પરિસ્થિતિ પણ ઘણીવાર એમાં કારણભૂત હોય છે. આવી સ્થિતિમાં પણ આ શાળા છેલ્લાં કેટલાંય વર્ષથી પુરી હાજરી સાથે ખુબ સારી રીતે ચાલી રહી છે. અહીંના વિદ્યાર્થીઓ પણ ભણવામાં હોશિયાર હોય છે. તેથી શાાળાનું પરિણામ પણ દર વર્ષે સારું જ આવે છે.


આ સરકારી શાળામાં બાળકો માટે ખાસ સુવિધાઓ પણ રાખવામાં આવી છે. જેનાથી બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે. આ સરકારી શાળામાં બાળકો માટે કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, પ્રોજેક્ટર, આઉટડોર રમતો રમવા માટેનું ગ્રાઉન્ડ, ગાર્ડન, પ્રાર્થના ખંડ, ભોજન ખંડ, પીવાના શુદ્ઘપાણી માટે મિનરલ વોટર પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જાપાનીઝ, સહિત 7 ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. એટલું જ નહીં કેલ્કયુલેટર વિના વૈદિક ગણિતથી ખૂબ જ ઝડપી ગતિથી ગુણાકાર અને ભાગાકાર કરે છે.શાળાના આચાર્ય મોહમ્મદ સઇદ ઇસ્માઇલના પ્રયત્નોથી છેલ્લાં 12 વર્ષમાં શાળામાં ડ્રોપ આઉટ શિયો શૂન્ય થઇ ગયો છે.