Photos: ગુજરાતને વિશ્વ ફલક પર અગ્રેસર લાવી દેશે આ પ્રોજેક્ટ્સ! દુનિયા જોતી રહી જશે....ખાસ જાણો તેના વિશે
Gujarat News: આવનારા સમયમાં ગુજરાતમાં એવા એવા પ્રોજેક્ટ્સના અનાવરણ થવાની શક્યતા છે જે ગુજરાતના વિકાસને ચાર ચાંદ લગાવી દેશે. આ પ્રોજેક્ટ્સ ગુજરાત માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વાસ્થ્ય ક્ષેત્રે પ્રગતિમાં હરણફાળ ભરશે
આવનારા સમયમાં ગુજરાતમાં એવા એવા પ્રોજેક્ટ્સના અનાવરણ થવાની શક્યતા છે જે ગુજરાતના વિકાસને ચાર ચાંદ લગાવી દેશે. આ પ્રોજેક્ટ્સ ગુજરાત માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વાસ્થ્ય ક્ષેત્રે પ્રગતિમાં હરણફાળ ભરશે. ગુજરાતના વિકાસને રોકેટ ગતિથી આગળ વધારનારા આ પ્રોજેક્ટ્સ વિશે ખાસ જાણો.
ઓખા-બેટ દ્વારકા સી બ્રિજ (Okha-Beyt Dwarka Sea Bridge)
આ ઓખા-બેટ દ્વારકાને જોડનારો સિગ્નેચર બ્રિજ એ ગુજરાતના ઐતિહાસક અને પ્રવાસનની દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ છે. જે કહેવાય છે કે પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પણ છે. આ ઓખા બેટ દ્વારકા સી બ્રિજને સિગ્નેચર બ્રિજ નામ અપાયુ છે. આ બ્રિજ બનાવવા પાછળનું કારણ પણ એ છે કારણકે લોકોને જ્યારે બેટ દ્વારકા જવું હોય તો ફેરી બોટમાં જ જવું પડતું હતું. પ્રવાસની સમસ્યાઓને ઘટાડવા અને સુવિધાયુક્ત પરિવહન મળી રહે તે હેતુથી આ બ્રિજન બનાવવા માટે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. અંદાજે 978 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે. ઓખાથી બેટ દ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઈના આ બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે. દરિયાઈ બાર્જ ક્રેનથી 38 પિલર ઉભા કરાયા છે. માર્ચ 2018માં કામગીરી શરૂ થઈ અને અત્યાર સુધીમાં 92 ટકા ભૌતિક કામગીરી પૂરી કરાઈ છે.
બ્રિજની કેટલીક ખાસિયતો
બ્રિજની લંબાઈ 2320 મીટર હશે જ્યારે 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ હશે. ઓખા અને બેટદ્વારકા બંને બાજુ થઈને 2452 મીટર જેટલો એપ્રોચ રોડ બનાવવામાં આવશે. બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે જે ભારતમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે. વાહનો પાર્ક કરવા માટે ઓખા બાજુ પાર્કિંગ બનાવવામાં આવશે. બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઉંચાઈ ધરાવતા બે પાયલોન છે. ફોર લેન બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે. જેમાં બંને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવશે. ફૂટપાથ પર લગાવવામાં આવેલા સોલાર પેનલથી 1 મેગાવોટ વીજળી ઉત્પાદન થશે. જેનો ઉપયોગ બ્રિજ પરની લાઈટિંગ માટે કરાશે. વધારાની વીજળી ઓખા ગામને પૂરી પડાશે. 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યૂ ગેલેરી રખાશે. રાત્રિ દરમિયાન ડેકોરેટીવ લાઈટિંગની પણ વ્યવસ્થા કરાશે.
સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse)
સુરતના ડાયમંડ બુર્સ વિશે તો આજે આખા વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. આ ડાયમંડ બુર્સ અંદાજિત રૂપિયા 3400 કરોડના ખર્ચે સુરતના જ ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર ત રીકે ખ્યાતિ પામેલું છે. આ ડાયમંડ બુર્સના ઉદ્ધાટન માટે તારીખ 17 ડિસેમ્બર નક્કી કરાઈ છે. પીએમ મોદીના હસ્તે આ ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરવામાં આવશે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સમાંનો એક આ પ્રોજેક્ટ છે.
અમેરિકાના પેન્ટાગોનને પણ આપે છે માત!
સુરત ડાયમંડ બુર્સનું ક્ષેત્રફળ જોઈએ તો લગભગ 68 લાખ ચોરસફૂટ છે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધીમાં અમેરિકાના રક્ષા કાર્યાલય પેન્ટાગોનનું બિલ્ડિંગ દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ કહેવાય છે. જે 67 લાખ ચોરસફૂટ જમીનમાં બનાવવામાં આવ્યું છે. જ્યારે ડાયમંડ બુર્સ 68 લાખ ચોરસફૂટમાં બનાવવામાં આવ્યું છે. હીરાના ધંધા માટે આ બુર્સ બનાવવામાં આવેલું છે. જેમાં સુરક્ષા માટે કુલ 4000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ બુર્સમાં કુલ 4200 ઓફિસ છે. 4500 ફોર વ્હીલર અને 10 હજાર ટુ વ્હીલર માટે વિશાળ પાર્કિંગ છે. ડાયમંડ બુર્સ શરૂ થયા બાદ હીરાના વેપારીઓને ધંધા અર્થે સરળતા રહેશે.
તેની વિશેષતા હશે મુખ્ય એન્ટ્રન્સ...જે માત્ર પ્રવેશદ્વાર જ નહીં પરંતુ મલ્ટીપર્પઝ માટે ઉપયોગમાં લેવાશે. ગેટ પર વિશાળ પહોળાઈમાં સ્કાયપેકનો વપરાશ ફૂડ કોર્ટ, કેફે એરિયા, ટેલિસ્કોપ પોઈન્ટ, સુરતની ઐતિહાસિક ઝાંખી દર્શાવતો ડિસપ્લે, સીટિંગ એરિયા વગેરે માટે થયો છે. સ્કાયડેકનો આકાર ડાયમંડ જ્વેલરીના રિંગ સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યો છે. અહીંથી મુલાકાત લેનારાઓ ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્સ બિલ્ડિંગ જોઈ શકશે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube