ઝી બ્યૂરો, અમદાવાદઃ ક્રિકેટ એવી એવી રમત છે જેની શોધ ભલે અંગ્રેજોએ કરી હોય પણ આ રમત હાલ ભારતમાં એક ધર્મ બની ગઈ છે. કોઈપણ ધર્મ કે મજહબની વાત ભૂલીને સૌ કોઈ ક્રિકેટની રમતને પસંદ કરતા હોય છે. ટી20 વર્લ્ડ કપમાં ભલે ભારત સેમિફાઈનલમાં સારું પ્રદર્શન ન કરી શક્યું હોય પણ દેશમાં સારા ખેલાડીઓની કોઈ કમી નથી. એક બાદ એક યુવા પ્રતિભાઓ સતત ટીમમાં આવવા માટે થનગની રહી છે. એવી જ એક પ્રતિભા ગુજરાતના ખુણેથી ઉભરી રહી છે. અમે વાત કરી રહ્યાં છીએ સૌરાષ્ટ્રના સમર્થની...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રના સમર્થ વ્યાસે કંઈક એ પ્રકારે બેટિંગ કરી કે જોનારાઓ પણ મોઢામાં આંગળા નાંખી ગયાં. સૌરાષ્ટ્રના સમર્થ વ્યાસે લિસ્ટ-Aમાં ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી મારનાર ઇન્ડિયન બન્યો, શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો. ઉલ્લેખનીય છેકે, ભારતની સ્થાનિક વનડે ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી શરૂ થઈ ગઈ છે. રવિવારે સૌરાષ્ટ્રના યુવા બેટ્સમેન સમર્થ વ્યાસે ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેણે આ ટૂર્નામેન્ટમાં બેવડી સદી ફટકારી છે. દિલ્હીના જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં મણિપુર સાથે સૌરાષ્ટ્રની ટક્કર થઈ હતી.


શિખર ધવનનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો:
130 બોલમાં- સમર્થ વ્યાસ v મણિપુર, 2022
132 બોલમાં- શિખર ધવન v સાઉથ આફ્રિકા-A, 2013
132 બોલમાં- કરણવીર કૌશલ v સિક્કિમ, 2018
140 બોલમાં- વિરેન્દ્ર સહેવાગ v વેસ્ટ ઇન્ડિઝ, 2011


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube