ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાય છેકે, આળસુઓના પીરને રસ્તો કડી જડતો નથી અને અડગ મનના મુસાફીરને હિમાલય પણ નડતો નથી. ત્યારે આ કહેવાતને ખરા અર્થમાં સાર્થક કરી છે ખેરાલુના પીરએ. જીહાં, ગુજરાત સરકારના એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરુ મીરની કહાની સાંભળીને તમે પણ કહેશો કે બોસ આ કર્મનિષ્ઠની કર્તવ્ય પરાયણતાને વંદન છે. મૂળ વડનગરના વતની અને હાલ મહેસાણાના ખેરાલુ તાલુકામાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરુ મીરની કહાની જાણવા જેવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીરુભાઈ મીરની ગુજરાતમાંથી રોડ સેફ્ટી એવોર્ડ માટે પસંદગી થઈ છે. 18મી એપ્રિલે દિલ્લીમાં યોજાનાર સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે તેમનું સન્માન કરવામાં આવશે. મૂળ વડનગરના અને હાલ સતલાસણાના વાવ ખાતે રહેતા પીરુભાઈ છોટુભાઈ મીર અંકલેશ્વર, અંબાજી અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની 27 વર્ષની નોકરી દરમિયાન ક્યારેય રજા લીધી નથી. પ્રામાણિકતા, મુસાફરોની સલામતી તેમજ સુમેળભર્યો વ્યવહાર, ઓવરટાઈમ, વફાદારીપૂર્વક નોકરી, કોઈ અકસ્માતનો બનાવ નહીં. તેમની વિશેષતા રહી.


શું છે આ બસ ડ્રાઈવરની વિશેષતા?
એસટી ડ્રાઈવર તરીકેની 27 વર્ષની ફરજ દરમિયાન એક પણ અકસ્માત કર્યો નથી. એટલું જ નહીં પીરુભાઈએ છેલ્લાં 27 વર્ષમાં ફરજ પર એક પણ રજા લીધી નથી. તેમની સામે કોઈ ખાતાકીય તપાસ પણ નથી. તે સહિતની બાબતો ધ્યાને લઈ આ રાષ્ટ્રીય