ઝી બ્યૂરો, અમદાવાદઃ સુરતમાં આજે પ્રધાનમંત્રી મોદીના હસ્તે દુનિયાની સૌથી મોટી કોર્પોરેટ કંપનીની ઓફિસ એટલેકે, ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. ડાયમંડનગરીમાં તૈયાર કરાયેલી આ ઓફિસ એટલી વિશાળ છે કે, એક વિસ્તાર કવર કરી લે. પીએમ મોદીએ ઉદ્ધાટન સમયે કહ્યું હતુંકે,. આ ડાયમંડ બુર્સમાં અંદાજે દોઢ લાખ કરતા વધારે લોકોને રોજગાર મળશે. એટલેકે, દોઢ લાખ નવી રોજગારી ઉભી થશે. આ ઉપરાંત હાલ સુરત શહેરમાં અંદાજે આઠ લાખથી વધારે લોકો હીરાના વ્યવસાય સાથે સંકળાયેલાં છે અને રોજગારી મેળવે છે. ત્યારે સુરતમાં તૈયાર થયેલાં ડાયમંડ બુર્સની ડિઝાઈનમાં એક મોટો લોચો સામે આવ્યો છે. જેમાં 12માં મળ પછી સીધો 14મો માળ રાખવામાં આવ્યો છે. કેમ કરાયો છે આવડો મોટો લોચો આવો જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ બનવા જઈ રહ્યુ છે ત્યારે ડાયમંડ બુર્સને લઈને નિર્ણય મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડાયમંડ બુર્સમાં 15 માળના 9 ટાવરમાં 4,500 જેટલી ઓફિસનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં 13મો ન માળ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ડાયમંડ બુર્સ આકાર પામી રહ્યું છે. આ બુર્સને પંચતત્વની થીમ ઉપર બનાવવામાં આવી રહ્યું છે. આ બુર્સથી સુરત શહેરની સાથે ગુજરાતને મોટો ફાયદો થશે. મહત્વનું છે કે 15 માળના 9 ટાવરમાં 66 લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ થયું છે મહત્વનું છે કે ડાયમંડ બુર્સ બની જશે પછી તેમાં રોજના દોઢ લાખથી વધારે લોકો મુલાકાત લેશે તેવો મનાઈ રહ્યું છે બુર્સના મેઈન્ટેન્સ માટે 2000 લોકોથી વધારેનો સ્ટાફ એપોઈન્ટ કરાશે. 


કેમ નથી રાખવામાં આવ્યો 13મો માળ?
હીરા ઉદ્યોગકારો 13મો નંબર અપશુકનિયાળ હોવાનું મનાતા 13 માળ નહીં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત હીરાનું હબ માનવામાં આવે છે તેમજ સુરતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે અને મુંબઈમાં તેનું ટ્રેડિંગ હબ છે.સુરતમાં ખજોદ ડ્રિમ સિટી ખાતે બની રહેલા ડાયમંડ બુર્સ પ્રોજેક્ટમાં 12માં માળ પછી સીધો 14 નંબરનો માળ હશે. એટલે કે, 13મા માળને 14મો માળ ગણવામાં આવશે.